________________
૨-I-I૧૯૨
પાંચ મહાવિદેહમાં હોય છે. અહીં - વ્યાઘાત તે અતિ સ્નિગ્ધ કે અતિ સૂક્ષ કાળા સમજવો. તેવા કાળમાં બાદર અગ્નિનો વિચ્છેદ થાય છે તેથી પાંચ ભરત-પાંચ ૌરવતમાં સુધમસુષમા, સુષમા અને સુષમદુષમામાં અતિ પિ કાળ હોય છે. દષમદષમાં નામક છઠ્ઠા આસમાં અતિરક્ષ કાળ હોય છે. તેવો વ્યાઘાત હોય ત્યારે પાંચ મહાવિદેહોમાં અને વ્યાઘાત ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં બાદર તેઉકાયના સ્થાનો છે.
ઉપપાત • ઉક્ત સ્થાનોની પ્રાપ્તિની અભિમુખતા આશ્રીને અંતરાલ ગતિમાં વર્તતા હોય ત્યારે વિચારતા બાદર તેઉકાયિકો લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. સમુઠ્ઠાતથી પણ તેમજ છે, કેમકે મરણસમુદ્યાત વડે પણ તેઓ થોડાં હોવાથી લોકના અસંખ્યાતમા ભાગ માત્રને વ્યાપ્ત કરે છે. સ્વ સ્થાનને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગને વ્યાપ્ત કરે છે, કેમકે મનુષ્ય ક્ષેત્ર પીસ્તાલીશ લાખ યોજન જ છે.
અપયMિા બાદ તેઉકાયિકના સ્થાનો - જયાં તેના પર્યાપ્તાના સ્થાનો છે, ત્યાં જ તેના અપયપ્તિાના સ્થાનો છે. કેમકે પર્યાપ્તાની નિશ્રાએ જ પિયતાઓ રહે છે. તે ઉપરાતને આશ્રીને બંને ઉર્વ કપાટમાં, તીછ લોકક્ષ સ્થાલમાં રહે છે. અહીં અઢી દ્વીપ-સમુદ્રથી નીકળેલા અઢીદ્વીપ સમુદ્ર પ્રમાણ જાડા પૂર્વ-પશ્ચિમ અને ઉત્તરદક્ષિણ સ્વયંભૂમણ સમુદ્ર પર્યન્ત લાંબા જે બે કપાટો છે, જેણે ઉર્વ-અધો-બંને બાજુ લોકાંતને સ્પર્શેલ છે, તે બંને ઉર્ધ્વ કપાટોમાં તથા સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા પર્યત્ત વિસ્તાસ્વાળા, ૧૮on યોજન પ્રમાણ જાડા સ્થાલના આકાર જેવા તીજીલોકમાં ઉપપાત વડે અપયMિા બાદ તેઉકાયના સ્થાનો કહ્યા છે.
કોઈ આચાર્ય કહે છે - બંને કપાટમાં અને બંને કપાટના અંતર્વર્તી તીછલોકમાં છે. અર્થાત્ કપાટના અંતર્ગત્ તીછલોકમાં છે, પણ બધાં તીછલોકમાં નથી. એ રીતે કપાટ સિવાયના તિલોકનો નિષેધ કર્યો છે, પણ વિધાન કરવા માટે નથી, કેમકે વિધાન તો કપાટના ગ્રહણથી જ સિદ્ધ થાય છે. અહીં તવ કેવલી કે વિશિષ્ટ શ્રુતજ્ઞાની જાણે.
અહીં ભાવાર્થ આ છે – બાદર અપર્યાપ્ત તેઉકાયો ત્રણ પ્રકારે છે - એકભવિક, બદ્ધાયુ, અભિમુખનામગોત્ર. તેમાં કોઈ એક ભવ પછી તુરત જ બાદર પિયપ્તિ તેઉકાયિકપણે ઉત્પન્ન થશે તે એકભવિક, પૂર્વભવનો ત્રીજો ભાગ આદિ બાકી હોય ત્યારે જેમણે બાદર અપર્યાપ્ત તેઉકાયનું આયુ બાંધેલ છે, તે બદ્ધાયુષ, જેઓ પૂર્વ ભવનો ત્યાગ કરી સાક્ષાત્ બાદર અપર્યાપ્ત તેઉકાયના આયુ, નામ, ગોત્ર વેદે છે, તે અભિમુખ નામ ગોત્ર કહેવાય છે. તેમાં એકમવિક અને બદ્ધાયુક દ્રવ્યથી બાદર અપતિ તેઉકાયિક છે, ભાવથી નહીં. તેથી તે બંનેનો અધિકાર અહીં નથી. પણ અભિમુખ નામ ગોગવાળા બાદર અપર્યાપ્ત તેઉકાયિકોનો અહીં અધિકાર છે. • •
ગજુસૂગ નયની દૃષ્ટિએ બાદર અપર્યાપ્ત તેઉકાયના આયુ-નામ-ગોત્રનો ઉદય હોવાથી પૂર્વોકત બે કપાટ અને તિછલોકની બહાર રહેલ છતાં બાદર અપર્યાપ્ત
૮૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તેઉકાયિક કહેવાય છે. પણ વ્યવહાર નથી તો કપાટમાં સ્થિતિ અને તીલોકમાં પ્રવેશેલ જ બાદર અપતિ તેઉકાયિક કહેવાય છે. પણ કપાટમાં ન પ્રવેશેલ, તીછલોકમાં ન પ્રવેશેલ, તે પૂર્વભવની અવસ્થાવાળા છે, માટે બાદર અપર્યાપ્ત તેઉકાયિક ન ગણવા. - X - X • સૂત્રનું વ્યાખ્યાન વ્યવહાર નથી કરેલ છે. - x • કેમકે તેવો સંપ્રદાય છે. સૂત્રોની ગતિ વિચિત્ર હોવાથી તે કથન ચુકત છે.
સમુઠ્ઠાત વડે સર્વલોકમાં હોય છે. કપાટો વચ્ચે રહેલ સૂમ પૃથ્વીકાયિકાદિ જીવો બાદ અપતિ તેઉકાયિકોમાં ઉત્પન્ન થનાર છે, તે મારણાંતિક સમુધ્ધાંતથી લંબાઈમાં લોકાંતપર્યન્ત આત્મપદેશોને વિસ્તારે છે, તે અવગાહના સંસ્થાનપદમાં કહેવાશે. -x - X• તેથી સૂક્ષ્મ પૃથ્વીકાયિકાદિ ઉત્પત્તિ દેશ સુધી આત્મપદેશો દંડરૂપે વિસ્તારી અંતરાલ ગતિમાં વર્તતા અને બાદર અપર્યાપ્ત તેઉકાયનો આયને અનુભવતા હોવાથી જેઓ બાદર અપતિ તેઉકાયિક કહેવાય છે. તેઓ • x • સમુઠ્ઠાતથી સર્વલોક વ્યાપી છે.
બીજા આચાર્યો પણ કહે છે – બાદર અપર્યાપ્તા તેઉકાયો ઘણાં છે, કેમકે એક એક પર્યાપ્તાને આશ્રીને અસંખ્યાત અપતિા ઉત્પન્ન થાય છે. તે સૂક્ષ્મમાં પણ ઉત્પન્ન થાય, સમ જીવો તો બધે સ્થળે છે, તેથી બાદર અપર્યાપ્ત તેઉકાયિકો મારણાંતિક સમુઠ્ઠાત કરીને સર્વલોકને પૂરે છે. તેમાં કોઈ દોષ નથી. • x - સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે, કેમકે પર્યાપ્તાની નિશ્રામાં અપર્યાપ્તા ઉત્પન્ન થાય છે, પતિાનું સ્થાન મનુષ્યક્ષેત્ર છે અને તે લોકનો અસંખ્યાતભાગ માત્ર છે.
સૂમ તેઉકાયનું સૂઝ, સૂક્ષ્મ પૃથ્વીકાયવત્ જાણવું. • સૂત્ર-૧૯૩ :
ભગવાન / જયતા ભાદર વાયુકાયિકોના થાનો ક્યાં કહ્યા છે? ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ સાત વાતમાં, સાત ઘનવાત વલયોમાં, સાત તનુવાતમાં, સાત તનુવાત વલયમાં, અધોલોકમાં પાતાળ, ભવન, ભવનપdટ, ભવનછિદ્ર, ભવનનિકુટ, નક, નક્કાવલિ, નસ્કાdટ, નઋછિદ્ર, નક્કનિકૂટોમાં, ઉદd લોકમાં કહ્યું, વિમાન, વિમાનાવલિકા, વિમાનપતટ, વિમાનછિદ્ર, વિમાન નિકૂટોમાં, તોછલોકમાં - પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તરમાં સર્વે લોકાકાશ છિદ્રોમાં, લોક નિટોમાં પર્યાપ્તા ભાદર વાયુકાયના સ્થાનો કહ્યા છે. ઉપાતી લોકના અસંખ્યાત ભાગમાં, સમુદ્યાત વડે લોકના અસંખ્યાત ભાગોમાં, પ્રસ્થાન વડે પણ તેમજ છે.
ભગવન! અપર્યાપ્ત બાદર વાયુકાયિકના સ્થાનો ક્યાં છે ? ગૌતમ! જ્યાં ભાદર વાયુકાયિકના પયતાના સ્થાનો છે, ત્યાં જ તેના પતિના સ્થાનો છે. ઉપપાત અને સમુદ્રઘાતથી સર્વલોકમાં અને સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગમાં છે.