Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
The .
છે પરંતુ સંયમ તપમાં પ્રમાદી બને તો દિનપ્રતિદિન હીન બની જાય છે.
તારણ એ જ છે કે સાધકે બીજના ચંદ્રથી ક્રમશઃ પૂનમના ચંદ્ર સુધી પૂર્ણ સિદ્ધાત્મા થવા માટે સંયમ તપ ગુણોની સદા વૃદ્ધિ કરતા રહેવું જોઈએ.
અગિયારમી રસકપ્પિકાનું નામ દાવદ્રવ છે. તે હવાથી શીઘ્ર પ્રભાવિત થનારું વૃક્ષ છે. તે વૃક્ષ દ્વીપ તરફથી હવા આવે ત્યારે ખૂબ-ખૂબ ખીલી ઊઠે છે અને સમુદ્ર તરફથી હવા આવે ત્યારે મુરઝાય જાય છે.
તેનું તારણ એ જ છે કે સાધુ જો સહનશીલતા કેળવે તો આરાધક બને છે. પોતાના સંપ્રદાયનું સહન કરે અને બીજા સંપ્રદાયનું સહન ન કરે તો દેશ વિરાધક થાય છે બીજા સંપ્રદાયનું સહન કરે પણ ચતુર્વિધ સંઘનું સહન ન કરે, તે દેશ આરાધક થાય છે અને કોઈનું પણ સહન ન કરે તો તે સર્વ વિરાધક બને છે. જે બંનેનું સહન કરે, તે સર્વ આરાધક થાય છે. આ વૃક્ષની ઉપમા સહનશીલતાથી આત્મોન્નતિને દર્શાવે છે.
બારમી રસકલ્પિકાનું નામ છે ઉદકજ્ઞાત. સંયોગને કારણે પુગલમાં પરિવર્તન થયા કરે છે. મલિન દુર્ગધી પાણી પણ સુગંધી બને છે. તેમાં જિતશત્ર રાજા, સબદ્ધિ પ્રધાનનું ભવ્યાતિભવ્ય દષ્ટાંત દર્શાવ્યું છે. પ્રધાન પોતે દ્રવ્યગુણ પર્યાયના ધર્મને જાણતા હોવાથી સંસારમાં ઉદાસીન વૃત્તિથી જીવે છે પરંતુ રાજાને તે જ્ઞાન નથી. તેથી દુર્ગધમાં જુગુપ્સા અને સુગંધમાં ખુશી દર્શાવે છે, ગટરના પાણીને જોતા નાકે ડૂચો લગાડે છે પરંતુ પ્રધાન બન્નેમાં સમભાવ રાખે છે. પ્રધાન, પર્યાયનું પરિવર્તન પાણીમાં કે દરેક પદાર્થમાં કેમ થાય છે, તેનો સાક્ષાત્કાર કરાવે છે અને ત્યાર પછી બન્ને દીક્ષા લઈને કલ્યાણ કરે છે. તારણ એ જ છે કે દરેક દ્રવ્યની પર્યાયમાં સમયે-સમયે પરિવર્તન થાય છે. તેમાં ખુશી-દિલગીર થવું નહીં, સમવૃત્તિ કેળવવી જોઈએ. વાંચો રસપ્રદ કથાનક, વાંચી બનો શ્રાવક કે સંત, તૂટી જશે તૃષ્ણાના તંત.
તેરમી રસકુપ્પિકાનું નામ છે મંડુક-દર્દૂર જ્ઞાત. જ્યાં જેની પ્રીતિ ત્યાં તેની ઉત્પત્તિ. તે પ્રતિપાદન કરતું દેડકાનું સિદ્ધહસ્ત દષ્ટાંત છે. નંદમણિયાર નામના ધનાઢય શેઠ, પ્રભુની દેશના સાંભળી શ્રમણોપાસક બની ગયા. નિયમ કર્યો હતો કે મહિનામાં છ પૌષધ કરવા. પછી સંતસમાગમ નહીં કરવાના કારણે ધર્મથી વિમુખ થવા લાગ્યા. એકદા અઠ્ઠમ પોષધ કરીને પૌષધશાળામાં બેઠા હતા. ગરમીના દિવસો હતા, તેથી તરસ લાગી અને રાત્રિ માંડ-માંડ પૂર્ણ કરી. તેમાં વાવ બંધાવવા વિષે કેટલાક નકશા કરી લીધા. પૌષધ પૂર્ણ થતા સવારે પાળીને તે કાર્યમાં લાગી ગયા. સારા એવા કાર્યકરોને
36_