Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
કરવા ધર્મ વીરરસની ઝનઝનાટી, થનગનાટી, ધનધનાટી, છનછનાટી કરતી છાકમછોળ ઉડી અને શરીરના પાંચ-પાંચ અંગ પ્રભુના શ્રી ચરણોમાં આળોટી પડ્યા. પવિત્ર પરિણામની ધારા આંખોમાં ઊભરાઈને ચરણોનું પ્રક્ષાલન કરી આરોગ્યનું આચમન કરાવે તેવા રસાયણના રસનો સ્વાદ માણી તે અણગાર ઊભા થયા. હાથ જોડી પ્રભુનું શરણું સ્વીકારી સમર્પિત થઈ ગયા અને સર્વ આત્મ શક્તિથી કર્મરૂપ કચરાને ફેંકતાં-ફેકતાં પૂર્ણ શુદ્ધ થઈ ગયા.
આ પ્રથમ રસકૂપિકાનું તારણ એજ છે કે જગતની ભૌતિક સામગ્રીનો ક્ષણભંગુર, સાથ જીવોને લલચાવીને સંસારમાં લઈ જવા અસ્થિર માનસ કરી દે છે, પરંતુ અચિંત્ય પરમાત્માનો સંગ ઊંચે ઉઠાવી પુનઃ સ્થિર સ્થાયી સહજ સ્વભાવી ચેતનાલયમાં સ્થાપિત કરી દે છે. તેવું જ્ઞાન કરાવતું આ અધ્યયન વાંચી વિનય-વિવેકી બનો.
બીજી રસકપ્પિકાનું નામ છે સંઘાટ. સંઘાટ એટલે સાથમાં રહીને કાર્ય કરવું, બધાની લાચારી સહન કરીને મજબૂરી સેવીને બંધાઈને જીવવું, ન ગમતું હોવા છતાં પણ પરિસ્થિતિ વશ થઈને જીવવું.
એક ધનાઢય શેઠ, કેદમાંથી છૂટ્યા, દાઢી વધી ગઈ છે, શરીર નિર્બળ થઈ ગયું છે, માથાના વાળ વિખરાઈને ઊડી રહ્યા છે; છૂટયાનો આનંદ છે પણ ગુન્હાનો વિષાદ છે એવા, કેદના કલંકથી ચિમળાઈ ઉદાસીન મુખે ઘરે આવે છે, નોકરો સલામી ભરે છે; શેઠને જુહાર કરી પ્રણામ કરે છે પરંતુ ભદ્રા શેઠાણી ઊભા થતા નથી; આદર, સ્વાગત, સન્માન કરતા નથી; શેઠ શેઠાણીને પૂછે છે કે શું હું આવ્યો તે તમને ન ગમ્યું? શેઠાણી તાડૂકીને જવાબ આપે છે– પુત્ર ઘાતક વિજયચોરને પોષણ આપનારનું હું શું સ્વાગત કરું? ગમો અણગમો શું દર્શાવું? શેઠ પરિસ્થિતિ પામી રસકપ્પિકાનું રણબિન્દુ આપીને શેઠાણીને કહે છે ધીરજપૂર્વક સાંભળો. હું શું કરું? પુત્ર ધાતક ચોર અને હું બન્ને એક જ હેડબેડીમાં બંધાયેલા હતા. કુદરતી હાજત નિવારવા ફરજિયાત બન્નેએ સાથે જવું પડે તેમ હતું, તે આવવા તૈયાર ન હતો, તેથી લાચારીથી કામ કરવું પડ્યું છે. હવે તમે જ કહો કે મારા સ્થાને તમો હો તો શું કરો ? શેઠાણી જવાબ ન આપી શક્યા; રસ બિન્દુએ કામ કર્યું. શેઠાણી આનંદમાં આવી ગયા. સમજી ગયા. આ અધ્યયનનું તારણ એ જ છે કે ભવોભવથી રાગદ્વેષને કારણે શરીર બંધન છે. આત્મા અને શરીર એકસ્થાને બંધાયેલા છે. નૈસર્ગિક બનવા કે વિહુયરયમલા બનવા શરીરને ઉદાસીનપણે આહાર આપી ચૈતન્યને બંધનમાંથી મુક્ત કરવા યુક્તિથી કામ લેવું પડે છે.
ત્રીજી રસકૂપિકાનું નામ છે ઇંડા. તેમાં નાચતા કૂદતા થનગનતા વિવિધ