Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Author(s): Sumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
તેવો એક સંદેશ આ રસકુપ્પિકામાં જાણવા મળે છે. જેમ સિદ્ધ કરેલી રસકુપ્પિકામાંથી રસનું બિંદુ લોખંડ ઉપર પડે તો તે લોખંડ સુવર્ણ બની જાય છે, પરંતુ કાટવાળા લોખંડમાં કે આવરણવાળા લોખંડમાં તે રણબિન્દુ કામયાબ નીવડતું નથી. અર્થાત્ કચરા રહિત શુદ્ધ લોખંડને જ રસબિન્દુ સુવર્ણ બનાવી શકે છે, તેમ સાચી મિત્રતા જ ઉપયોગી અને ફાયદાકારક થાય છે.
પહેલી રસકપ્પિકામાં રસાયણ એવું છે કે સંપૂર્ણ ભવોભવના કચરાને ફેંકી ઉપર ઊઠાવી સ્વરૂપનું સાંનિધ્ય પ્રાપ્ત કરાવે. અરિહંત પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર, તે ખુદ અસંખ્યાત પ્રદેશી આત્મકાય કુપ્પિકામાંથી શ્રુત રસાયણનો રસપ્રવાહ ઉપર ઊઠેલા મેઘકુમાર અણગાર ઉપર વહાવે છે. મલિન અધ્યવસાયના ઝામરથી તેની આંખ બંધ થઈ ગઈ હતી તે ખોલી ભગવાને કહ્યું- હે દેવાણુપ્રિયા મેઘકુમાર ! જન્મ મરણના રોગની બીમારીથી મુક્ત થવા તમે અહીં આવ્યા છો તો શું જયણા સાથે સહનશીલતાનું અનુપાન તમે ન કર્યું? તે અનુપાનથી જ અધ્યવસાય નિર્મળ થઈ જાત. અનેક ત્યાગી મહાત્મા તપસ્વી સંતોની ચરણરજ તમારા ઉપર પડી; શું તે તમે દેહ ઉપર જીલી ન શકયા અને શું તમે પરિવારજનોના સ્મરણ સાથે રાત્રિ વ્યતીત કરી? આવી સુકમારતા ભવોદધિની ગર્તામાં ઉતારી દે, જન્મ મરણની બીમારી બમણી-ત્રિગુણી વધારી દે, એવું અપથ્યકારી અનુપાન કર્યું, તો તમે ઊંચે ઊઠીને નીચે કયાં ફેંકાઈ જશો ? યાદ કરો, દાવાનળથી સળગતું જંગલ, હાથણીઓના યૂથપતિ તમે, જંગલના સર્વ પશુપંખી સળગી ન જાય તેના માટે વૃક્ષોના ઝુંડ ઉખેડી મેદાન સાફ કર્યું. સર્વભક્ષી આગને પોતાના ભક્ષણ માટે એક પણ કણ ન મળે અને આગ બાજુમાં પણ ન ફરકી શકે તેવું સુરક્ષિત સ્થાન ઊભું કર્યું. અજર-અમર સ્વરૂપ સન્મુખ થવાય તેવો “સવ જીવાણુ કંપયાએ” દયાનો ગુણ ઊભરાવી મધ્યસ્થાનમાં ત્રણ પગે સંકોચાઈને ઊસ્થિત થયા. સર્વ સાથે મૈત્રીભાવથી અઢી દિવસ સુધી જીવ્યા. ચરણ અકડાઈ જવાથી પડી ગયેલા તમે ભદ્રિક પરિણામના યોગે શ્રેણિક રાજાના પુત્ર મેઘરાજકુમાર બની ગયા. તમે બાંધેલા પુણ્યાનુબંધી, પુણ્યના યોગે દાવાનળની અગ્નિ શાંત કરવા ધારિણી માતાને રીમઝીમ વરસતા વરસાદમાં ભીંજાવાનો દોહદ ઉત્પન્ન કર્યો. અકાળે પણ પાણી-પાણી, રસતરબતર કરી શકે તેવા અભયકુમારની પિતૃભક્તિ, માતભક્તિ અને ભ્રાતૃભક્તિના યોગે અઠ્ઠમતપ કરી મિત્ર દેવને તમારી ભાવના પૂરી કરવા નીચે ઉતાર્યા. વિકાસ પામેલો, તમારો આ અનુકંપા ગુણ શું તમે ઢાંકી દેવા માંગો છો? જુઓ જરા આત્મભાવમાં ચિત્ત સ્થાપીને, ઉપર ઊઠેલા આત્માને ચાર ગતિમાં ફેંકી ન દો. મેઘકુમારના કાનમાં આવા રસપ્પિકાના રસબિન્દુઓ ઝીલાયા અને સાંસારિક વૃત્તિની પરિણતિને પાછી સંયમ માર્ગમાં સ્થાપિત
Ro)
30