Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ગતિગમન છે, તે મર્યાદિત નથી પરંતુ સમષ્ટિવાદ તરીકે અને સૈકાલિક રીતે ક્રિયાતંત્ર ઘણા જીવોને પ્રભાવિત કરે છે. સામાન્યપણે આપણે ત્યાં “રાવિ” શબ્દનો પ્રયોગ થાય છે અર્થાત્ અવ્રતીજીવને, વિધિવત્ પચ્ચખાણ ન કરે ત્યાં સુધી ઘણા કાળની અને ઘણા ક્ષેત્રની “રાવિ આવ્યા કરે છે.
જે લોકો અત્યારે વ્યક્તિવાદનો ઉપદેશ આપે છે અને તું તારું કરી લે, વર્તમાનકાળે તારા પરિણામો શુદ્ધ થાય તો ભૂતકાળ સાથે કશી લેવા દેવા નથી.’ આમ કહેવું તે એકાંતવાદ અને શાસ્ત્ર સંગત ન્યાયથી વિપરીત ભાવ ભરેલું છે અમુક અપેક્ષાઓને છોડીને અને અમુક ગુણસ્થાનની શ્રેણીઓને પાર કર્યા પહેલા જીવ સંશકત છે અને સંશક્તિના આધારે પોતાના આરંભ સમારંભની બધી ક્રિયાઓનો જવાબદાર છે. પાપનું કારખાનું ખોલીને, માળા લઈ એકાંતમાં જપ કરે અને તેના વર્તમાન પરિણામો ઠીક હોય તો પણ આરંભ સમારંભના કારખાનાની “રાવિ’થી તે મુક્ત રહી શકતો નથી.
બહ જ થોડામાં આ ક્રિયાવાદનો ઉલ્લેખ કરી, સંક્ષેપમાં શાસ્ત્રકારનું મંતવ્ય પ્રગટ
Aવા તો હજારો પ્રશ્નોત્તર મહત્ત્વપૂર્ણ ચર્ચા ધરાવે તેવા “માણેક મોતી” ભગવતી રૂપી સાગરમાં પથરાયેલા પડ્યા છે. ભગવતી સાગરનો વિશાળ જલરાશિ જોતાં આપણી બુદ્ધિ તો એક બિંદુ માત્ર છે કે કેમ? તે પણ શંકા થાય છે. છતાં આ બિંદુના આધારે શાસ્ત્રના જે રહસ્યો છે, તેમાંથી યત્કિંચિત્ સમજાવવા પ્રયાસ કર્યો છે. તેમાં કશું પણ અનૌચિત્ય હોય તો તે ક્ષમ્ય તો છે જ. પરંતુ કોઈ પણ પાઠક સમય પર ઈગિત કરી પણ શકે છે. અસ્તુ....
આ “આમુખ’ સમાપ્ત કરતાં પહેલા જે આરાધક ત્યાગીઝંદ, શ્રી ભગવતી સૂત્ર જેવા વિરાટ શાસ્ત્રના પ્રકાશનમાં સંયુક્ત બનીને, રાત દિવસ સ્વાધ્યાયરૂપ જ્ઞાનાત્મક તપનું આચરણ કરી, સંપાદનને બેજોડ બનાવવાના મનોરથ સેવી ભગીરથ પુરુષાર્થ કરી રહ્યા છે; તેમને શતુ-શત્ અભિનંદન આપતાં પ્રમોદ ભાવના રોમ-રોમ સ્પર્શી જાય છે. અમારા જેવા દૂર બેઠેલા એકાંત ચિંતકને પ્રેરણા આપી, લેખના ઉલ્લેખ માટે અભિભાવ વ્યક્ત કરે છે અને અહીં બિરાજતા સુવ્રતા શ્રી દર્શનાજી સુંદર રીતે લેખોની પ્રેસ કોપી તૈયાર કરી મોકલવા માટે પ્રયાસ કરે છે, તે અમારા માટે ઘણો જ ગૌરવનો વિષય છે. તે સૌ અનુપ્રેક્ષાના અધિકારી બને છે.
બસ ! આખું શાસ્ત્ર દિવ્યરૂપ હોવાથી સાક્ષાત્ ભગવતીરૂપે પ્રગટ થયું છે. નમો- નમઃ – આવા મહાન શાસ્ત્રના પ્રણેતાઓને વારંવાર કોટિ-કોટિ પ્રણામ
જયંતમુનિ પેટરબાર
*.-
32 ON