________________
પ્રસ્તાવના
પ્રાચીન હસ્તલિખિત આદર્શો સાથે અમે અક્ષરશઃ મેળવવા પ્રયત્ન કર્યો છે. આ સંપાદનમાં કેવા કેવા અતિ વિશિષ્ટ અનેક અનેક શુદ્ધ અદ્ભુત પાઠો છે તે જાણવા માટે વાચકોએ પોતે જ બીજાં પ્રકાશનો સાથે તુલના કરી લેવી.
અમારી સંશોધન-સંપાદન પદ્ધતિ કેવા પ્રકારની છે એ અમે અગાઉના સંપાદનોમાં જણાવેલું જ છે.
આ.મ.શ્રી અભયદેવસૂરિ મહારાજે જે સ્પષ્ટ સમજાય એવી અથવા પહેલાં આવી ગયેલી વાતો ફરીથી આવી છે તેની ટીકા લખેલી નથી. જરૂરી પદોની જ વ્યાખ્યા કરી છે. આ वात तेमो पोते ४ श्रीवीरं जिननाथं नत्वा स्थानाङ्गकतिपयपदानाम् । प्रायोऽन्यशास्त्रदृष्टं રોગ્યદું વિવર બ્રિષ્યિ || આ મંગલાચરણના પ્રારંભના શ્લોકમાં જ જણાવી છે.
અમને એક અનુભવ એવો પણ થયો કે જેમને માટે આ ટીકાની તેમણે રચના કરી છે, તે બધા તે સમયના શાસ્ત્રોના જાણકાર મહાપુરૂષો જ છે એમ સમજીને એમણે લખ્યું છે. પાંચમા અધ્યયનમાં ત્રીજા ઉદેશકમાં (પૃ. ૨૮૦ ૫૦ ૧૭-૧૮) ત૨ વોપાદિતા- ફર્વસ રો ઘમ્મો
ત્યાદિથાપૂરવિયા એમ લખ્યું છે. પરંતુ આ માથાપૂ! કેટલી ગાથાઓનું બનેલું છે તેમજ આ ગાથાઓ કયાંથી તેમણે ઉદ્ધત કરી છે એ કંઈ જ લખ્યું નથી. એટલે આ ગાથાઓ શોધવા માટે સમુદ્રમંથન જેવો અમારે શ્રમ કરવો પડ્યો. છેવટે ઉપશમાના માંથી અમને છ ગાથાઓ મળી આવી. પૃ૦૬૭૯ માં નિયમુવધાનપથિં રૂત્યાદ્રિ એટલું જ લખ્યું છે. બાકીનું બધું આપણે સમજી લેવાનું. તપાસ કરતાં આ ચાર ગાથાઓ આવશ્યકનિયુક્તિ તથા બૃહત્કલ્પભાષ્યમાં મળી આવી. આવા અનેક અનુભવો અમને થયા છે. સ્થાનાંગટીકા ઉદ્ધત પાઠોનો મહાસાગર છે. એનાં મૂલ સ્થાનો શોધવા અમે ઘણો ઘણો પ્રયત્નો કર્યો છે. અને મળ્યાં તે મૂળસ્થાનો અમે [ ] આવા કોઇકમાં જણાવેલાં પણ છે. છતાં અનેક પાઠોનાં મૂળસ્થાનો અમને મળ્યાં નથી. ક્યાં તો તે ગ્રંથો આજે વિદ્યમાન નથી, અને કદાચ વિદ્યમાન હશે તો પણ અમારા ધ્યાનમાં આવ્યા નથી. જેમના ધ્યાનમાં આવે તે અમને જણાવવા કૃપા કરે. કેટલાક પાઠો એવા હોય છે કે અનેક ગ્રંથકારો તે તે ગ્રંથોમાં યંત્ર તત્ર ઉદ્ધત કરતા હોય છે. પરંતુ તે મૂલસ્થાન ન ગણાય, પણ અર્થ સમજવામાં અથવા પાઠશુદ્ધિમાં કયારેક ઉપયોગી થઈ શકે.
પ્રતિષવા વગેરે મૂર્ધન્ય ષ વાળા તથા અન્ય પણ કેટલાક વ્યાકરણ સંબંધી પ્રયોગો અત્યારે મળતાં વ્યાકરણ પ્રમાણે અશુદ્ધ લાગવા છતાં, બીજા કોઈ વ્યાકરણને આધારે અભયદેવસૂરિમહારાજ એવા પ્રયોગો લખ્યા હોય એમ સમજીને હસ્તલિખિત આદર્શોમાં જેવા પાઠો મળ્યા છે તેવા જ પાઠો અમે અહીં મુદ્રિત કર્યા છે.
આ સ્થાનાંગસૂત્રમાં અમે નવ પરિશિષ્ટો આપેલાં છે. પ્રથમ પરિશિષ્ટમાં સ્થાનાંગ સૂત્રમાં આવતા વિશિષ્ટ શબ્દો, બીજા પરિશિષ્ટમાં સ્થાનાંગસૂત્રમાં આવતી ગાથાઓના અર્ધભાગનો અકારાદિક્રમ, ત્રીજા પરિશિષ્ટમાં તુલના તથા વિવરણાદિરૂપ ટિપ્પણો, ચોથા પરિશિષ્ટમાં તૃતીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org