Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉદક દ્રષ્ટાંત સે ચાર પ્રકાર કે ભાવોં કા નિરૂપણ
ચોથા સ્થાનના ત્રીજા ઉદેશાને પ્રારંભ બીજે ઉદ્દેશક પૂરો થયે તેમાં જીવ અને ક્ષેત્રની પર્યાય કહેવામાં આવી. હવે શરૂ થતા આ ત્રીજા ઉદ્દેશામાં માત્ર જીવની પર્યાયનું જ કથન કરવામાં આવશે. આગલા ઉદ્દેશા સાથે આ પ્રકારનો સંબંધ ધરાવતા આ ઉદ્દેશાનું પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે –“રારિ ૩r somત્તા” ઈત્યાદિ–
સૂત્રાર્થ –ઉદક (જળ) ચાર પ્રકારનું કહ્યું છે—-(૧) કદમોદક, (૨) ખંજનેદક, (૩) વાકેદક અને (૪) શૈલેદક, જળની જેમ ભાવ પણ ચાર પ્રકારના કહ્યા છે-કર્દમેદક સમાન, (૨) ખંજનાદક સમાન, (૩) વાલુકદક સમાન અને શૈલેદક સમાન કદ મોદક સમાન ભાવમાં પ્રવેશેલે જીવ જે મરણ પામે છે, તે નારકોમાં ઉત્પન્ન થાય છે, પરંતુ શૈલેદક સમાન ભાવમાં પ્રવેશેલે જીવ જે મરણ પામે છે, તે દેવામાં ઉત્પન્ન થાય છે
ટીકાઈ—કઈમયુક્ત પાણીને કદમદક કહે છે. એવાં કઈ માદકમાં (કાદવમાં જે પગ આદિ કોઈ અંગ ફસાયું હોય તે તેને સરળતાથી ખેંચી લઈ શકાતું નથી. તેમાં ફસાયેલ પ્રાણ બહાર નીકળવાનો પ્રયત્ન જેમ વધુ કરે તેમ તેમાં વધારે ને વધારે ખૂપતું જાય છે. દિપાદિકને કાજળને ખંજન કહે છે. આ કાજળને પાણીની સાથે ઘેરીને જે લેપ તૈયાર થાય તેને હાથ, પગ આદિ પર લગાવવાથી કાદવની જેમ જ તે અંગેને કાળા કરી નાખે છે. આ પ્રકારના ખંજનની પ્રધાનતાવાળા પાણીને ખંજનદક કહે છે. આ ખંજનદકને જે જગ્યાએ સ્પર્શ થાય છે તે જગ્યા પણ મલિન થઈ જાય છે, પરંતુ તે ડાઘને પાણીની મદદથી સાફ કરી શકાય છે. વાલુકાપ્રધાન જે પાણી છે તેને વાસુકેદક કહે છે. આ પ્રકારનું રતિ મિશ્રિત પાણી શરીરના કેઈ પણ ભાગને કે કઈ પણ વસ્તુને લાગવાથી શરીરના તે ભાગ અથવા તે વસ્તુ સાથે રેતી ચોંટી જાય છે, પરંતુ જેવું પાણી સૂકાઈ જાય છે કે તુરતજ શરીરને સંચા લન માત્રથી જ અને વસ્તુને ખંખેરવાથી જ તે રેતી ખરી જાય છે. જે પાણીમાં કાંકરા હોય છે તે પાણીને શૈલેદક કહે છે. તે કાંકરા પર પગ પડ વાથી સહેજ પીડા તે થાય છે, પણ તે કાંકરા કાદવ આદિની જેમ શરીરે ચેટી જતાં નથી. “હાય” ઇત્યાદિ-જેમ પાણીના ચાર પ્રકાર છે, તેમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩