Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 15
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૪ ] છે તેમ અનેરી અનેરી થવા છતાં પર્યાય તદ્દન અન્ય જ છે એમ નથી. જોકે પહેલાં નહોતી અને થઈ છે એ અપેક્ષાએ અન્ય પણ કહેવાય છતાં દ્રવ્ય તેમાં વર્તે છે માટે અનન્ય પણ છે. સ્વતઃ કહે છે– ખરેખર સર્વ સર્વ વસ્તુ સામાન્યવિશેષાત્મક હોવાથી...' જીઓ, એક વસ્તુ ન કીધી પણ સર્વ એટલે અનંત વસ્તુ કહી. તે અનંત વસ્તુ દરેક પોતે પોતાથી સામાન્યવિશેષાત્મક છે; દ્રવ્યરૂપથી સામાન્ય અને પર્યાયથી વિશેષરૂપ છે. આવું દ્રવ્યનું સામાન્યવિશેષસ્વરૂપ છે. ત્યાં જેમ સામાન્યપણું–એકરૂપપણું સ્વનું છે તેમ વિશેષપણું પણ સ્વનું છે, તે (-પર્યાય) કાંઈ પરના સંયોગે કે ૫૨ વડે થાય છે એમ નથી. દરેક દ્રવ્યની તે તે સમયની તે વિશેષ અવસ્થા પહેલાં નહોતી અને હવે (બીજે સમયે ) થઈ માટે તે અનેરા દ્રવ્યના કારણે થઈ છે એમ નથી. પર્યાય પહેલાં નહોતી અને નવી થઈ એ અપેક્ષાએ તે અન્ય છે છતાં તે વિશેષમાં-પર્યાયમાં સામાન્ય વર્તે છે માટે તે અનન્ય પણ છે, સામાન્યથી એ કાંઈ જુદી ચીજ નથી. જેમ બીજી બધી ચીજો તદ્દન જુદી છે તેમ પર્યાય સામાન્યથી ાદી નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78