Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 36
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૫] અનંત શક્તિઓનું અભેદ એકરૂપ સ્વરૂપ તને એકપણે જણાશે. આવી વાત હવે અજ્ઞાની જીવો શાંતિથી, ધીરજથી વાંચે-વિચારે નહિ અને બૂમો પાડે કે એકાન્ત છે, એકાન્ત છે; ભાઈ ! બાપુ! તેના પરિણામ આવશે હોં! ભાઈ ! પરિણામ તો સત્ય (જેવા ભાવ) હશે, તેવું આવશે. અસત્યના તો અસત્ય પરિણામ આવશે. કહે છે-એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું –એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા...' જોયું! ભલે વિશેષને જોવાની આંખ બંધ કરી દીધી, પણ આ (જીવ) વિશેષરહિત છે એમ નથી. જીવ છે તો વિશેષમાં રહેલું સામાન્ય. ગજબ વાત છે ભાઈ ! પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા” –એટલે કે પરના જાણવામાં તે રહેલો છે એમ નથી, પણ પોતાની ફક્ત જે પાંચ પર્યાય છે તેમાં રહેલો છે. લ્યો, આ રીતે સંધિ કરીને કહે છે-“પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને “તે બધુંય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે. અહાહા...! શું ટીકા છે! Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78