Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 62
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૧] તો કહે છે-અને જ્યારે તે બન્ને ચક્ષુઓદ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક-તુલ્યકાળે ખુલ્લાં કરીને બેય દ્વારા અવલોકવામાં આવે છે, ત્યારે.... જોયું? ક્ષયોપશમજ્ઞાન છે ને ? તેમાં બેયને જાણવાનો ઉઘાડ છે. તો કહ્યું કે- દ્વારા અને તે દ્વારા અર્થાત્ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બન્ને ચક્ષુ દ્વારા એક જ સમયે અવલોકવામાં આવે છે ત્યારે જે સામાન્યદ્રવ્ય છે તે અવલોકવામાં આવે છે અને તે દ્રવ્ય પર્યાયમાં તન્મય છે એમ પણ અવલોકવામાં આવે છે, -બેય એકસાથે જોવામાં આવે છે. અહીં જાણવાની અપેક્ષાએ વાત છે. અહાહા..દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમ જ પર્યાયાર્થિક ચક્ષુ દ્વારા અવલોકવામાં-જાણવામાં આવે છે, ત્યારે નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધત્વ પર્યાયોમાં રહેલો જીવસામાન્ય છે. અર્થાત્ પાંચ પર્યાયોમાં રહેલો જીવ સામાન્ય , પાંચ પર્યાયોમાં રહેલો એટલે એક જ સમયે પાંચ પર્યાયોમાં રહેલો એમ નહિ, પણ તે તે સમયે એક એક પર્યાયમાં રહેલો, અને એમ જુદા જુદા સમયે થઈને પાંચ પર્યાયોમાં રહેલો સમજવો. આ પ્રમાણે-નારત્વ, તિર્યચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78