Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 77
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૭૬ ] ૨. ન...ક.... ણિકા * મેં પૂર્વે આ વાત સાંભળી હતી એમ માનીશ નહિ. કારણ કે સાંભળ્યું એને કહેવાય કે વીર્ય ઉછાળા મારતું અંદરમાં જાય-સંધિ અંદરમાં થાય તો સાંભળ્યું કહેવાય. * અહા! જેની જરૂરીયાત છે તેની દરકાર કરતો નથી અને જેની જરૂર નથી તેની આખો દિ' દરકાર કરે છે. * મોક્ષાર્થીએ પ્રથમ આત્માને જાણવો પણ મોક્ષને કે તેના ઉપાયરૂપ સંવર-નિર્જરાને નહિ. * જીવના મિથ્યાત્વને એકવાર મારી નાખ. અને સૂતેલા જીવને એકવાર જીવતો-જાગતો કર. * આટલું સાંભળ્યા પછી હવે મુંઝવણનો આ કાળ નથી. પરંતુ મુંઝવણ ટાળવાનો કાળ છે. * સ્વના જ્ઞાન વિના, સ્વપરપ્રકાશક સ્વભાવ હોવા છતાં, પરનું યથાર્થ જ્ઞાન થાય નહિ. : હેo) Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 75 76 77 78