Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 67
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૬ | આવું ઝીણું! બિચારાને આખો દિ' બાયડીછોકરાં સાચવવામાં પડ્યો હોય તેને આ શું સમજાય? એને ફુરસદ પણ કયાં છે? અરેરે ! એ કયાં જશે? અરે ! ઘણા તો મરીને તિર્યંચ જ થવાના, કેમકે ધર્મ તો દૂર રહો, એને હજી પુણ્યનાં પણ ઠેકાણાં નથી. અહીં તો જીવને પરના સંબંધથી તો સર્વથા ભિન્ન જ કરી નાખ્યો છે; ભિન્ન જ છે, છતાં ભગવાન ! તું પરની વ્યવસ્થામાં રોકાઈ ગયો! કયાં બાયડી, ક્યાં છોકરાં, કયાં મકાન, કયાં લુગડાં, કયાં દાગીના, કયાં આબરૂ ને કયાં શરીર? ભગવાન! એ તો બધાં પોતપોતામાં છે, તેને અને તારે કોઈ સંબંધ નથી. છતાં પ્રભુ! તું ત્યાં રોકાઈ ગયો ! અને તે તને ન જોયો ! તારા દ્રવ્ય-પર્યાયની સ્થિતિ ન જોઈ ! અહીં આ વાત કહેવા માગે છે, અર્થાત્ આ તાત્પર્ય છે. સમજાણું કાંઈ....? * ગાથા ૧૧૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * દરેક દ્રવ્ય સામાન્ય-વિશેષાત્મક છે. તેથી દરેક દ્રવ્ય તેનું તે જ પણ રહે છે અને બદલાય પણ છે.” દરેક દ્રવ્ય સામાન્ય-વિશેષાત્મક છે–એમ કહીને શું કહેવું છે? કે દ્રવ્યમાં જે વિશેષપણું ભાસે છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78