________________
ગાથા - ૯૪
અધ્યાત્મમતપરીક્ષા
૪૪૩
ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે વાચકવર ઉમાસ્વાતીજીના વચનના બળથી કેટલાક કહે છે કે, મોહનો ક્ષય થાય એટલે બીજાં કર્મોનો નક્કી વિનાશ થઇ જતો હોવાથી વાસ્તવિક રીતે અશાતાવેદનીય કાર્યક્ષમ નથી, તેથી
ભગવાનને ક્ષુધા-તૃષા લાગતી નથી, પરંતુ શ્વેતાંબરમતમાં તેઓ રહેલા છે તેથી શ્વેતાંબરગ્રંથોમાં કેવલીને ક્ષુધાતૃષા લાગે છે એવા પાઠો છે, તેને ઔપચારિક કહે છે; જેમ ભગવાન સમવસરણમાં બેસે છે ત્યારે સમવસરણની સર્વક્રિયા આરંભ, સંરંભ અને સમારંભરૂપ છે, તો પણ ભગવાન એ ક્રિયા પ્રત્યે ઉદાસીન હોવાથી ઉપચારરૂપ છે.યદ્યપિ વ્યવહારથી ભગવાનની દેશના નિમિત્તે દેવો વડે સુરપુષ્પવૃષ્ટિ આદિ કરાયેલ હોવાથી, ત્યાં વર્તતા આરંભ-સંરંભ-સમારંભ જોનારને એમ ભાસે કે, ભગવાનની દેશના નિમિત્તે મહાઆરંભની પ્રવૃત્તિ થયેલી છે; છતાં તે જેમ ઔપચારિક છે, તેમ ક્ષુધા-તૃષા પણ ઔપચારિક છે એમ કહેનારા કેટલાક, પૂર્વમાં કહેલા સૂત્રકૃતાંગવૃત્તિના સાક્ષીપાઠરૂપ વૃદ્ધવચનનો અનાદર કરનારા છે, અને કેવલીમાં ક્ષુધાતૃષાને ઔપચારિક કહીને શ્વેતાંબર હોવા છતાં દિગંબરના બાળકો બની રહ્યા છે. તેમના મતે પ્રશમરતિના સાક્ષીપાઠથી તીર્થંકરનામકર્માદિ અન્યકર્માંતરના વિપાકનું વૈચિત્ર્ય પણ ઔપચારિક માનવું જોઇએ.
2251 :- अपरे तूदीरणां विना प्रचुरपुद्गलोपनिपाताभावाद्भगवदसातवेदनीयस्य दग्धरज्जुस्थानिकत्वमूचुः तदूषितमाचार्यैरेव, एवं सति सातवेदनीयस्यापि तथात्वप्रसङ्गात्, सम्यग्दृष्ट्याद्येकादशगुणस्थानेषु गुणश्रेणिसद्भावात्तदधिकंपुद्गलोपसंहारादधिकपीडाप्रसङ्गाच्च । तस्मादनुभागविशेषादेव फलविशेष इति
ધ્યેયમ્
ટીકાર્ય :- ‘અપરે’ – બીજા વળી ઉદીરણા વગર પ્રચુર પુદ્ગલના ઉપનિપાતનો અભાવ હોવાથી=પ્રચુર પુદ્ગલની ઉદયપ્રાપ્તિનો અભાવ હોવાથી, ભગવાનના અશાતાવેદનીયનું દગ્દરજ્જુસ્થાનિકપણું કહે છે, તે આચાર્ય વડે દૂષિત કરાયેલું જ છે. તેમાં હેતુ કહે છે
‘વં ઋતિ’ – આ પ્રમાણે હોતે છતે=ઉદીરણા વગર પ્રચુર પુદ્ગલનો ઉદય હોતો નથી આ પ્રમાણે હોતે છતે, શાતાવેદનીયનો પણ તથાપણાનો પ્રસંગ આવશે. (કેમ કે શાતાવેદનીયની પણ ભગવાનને ઉદીરણા હોતી નથી) અને સમ્યગ્દચાદિ ૧૧ ગુણસ્થાનકોમાં=૪ થી ૧૪મા ગુણસ્થાનકોમાં, ગુણશ્રેણિનો સદ્ભાવ હોવાને કારણે અધિક પુદ્ગલના ઉપસંહારથી અધિક પીડાનો પ્રસંગ આવશે.
'તસ્માત્' તે કારણથી=કેવલીને શાતાની ઉદીરણા વગર પણ શાતાનો વિશેષ વિપાક હોય છે, અને સમ્યગ્દષ્ટિ આદિ ૧૧ ગુણસ્થાનકોમાં=૪ થી ૧૪મા ગુણસ્થાનકોમાં, ઘણી પાપપ્રકૃતિઓની ઉદીરણા હોવા છતાં અધિક પીડા થતી નથી તે કારણથી, અનુભાગવિશેષને કારણે જ=૨સવિશેષને કારણે જ, ફળવિશેષ છે એ પ્રમાણે જાણવું.
ભાવાર્થ :- અપ્રમત્તગુણસ્થાનકથી વેદનીયકર્મની ઉદીરણાનો અભાવ હોય છે, તો પણ તીવ્ર વિપાકવાળી શાતાવેદનીય જેમ ભગવાનને તીવ્ર ફળ આપે છે, અને સમ્યગ્દષ્ટિ આદિ ૧૧ ગુણસ્થાનકમાં=૪થી ૧૪મા ગુણસ્થાનકમાં, નવા ગુણની પ્રાપ્તિમાં જ્યારે જીવ યત્ન કરે છે ત્યારે, સ્થિતિઘાત આદિમાં ગુણશ્રેણિની રચનાથી