Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 237
________________ ૫૮૨ અધ્યાત્મમત પરીક્ષા ગાથા - ૧૨૦ ભાવાર્થ - જેને અતિશય હોય તે કોઈ પણ દષ્ટ કાર્ય કરે તે સર્વથા કારણસામગ્રી વગર કરી શકતું નથી, પરંતુ જે કાર્ય દખકારણથી થતું હોય, છતાં કારણ વગર અદૃષ્ટ કારણથી થતું દેખાય ત્યારે અતિશય માનવામાં આવે છે. તે જ રીતે પ્રસ્તુતમાં તીર્થકરોમાં નીહારના અભાવરૂપ અતિશય માનીએ તો, નીહારના અભાવરૂપ દષ્ટકાર્યકરણમાં અદકારણનું અસ્તિત્વમાનવું પડશે; કે જે તીર્થંકરના શરીરમાં નીહારને ભસ્મ કરવાના કારણરૂપ છે, કે જેથી તીર્થકરને નીહાર હોતો નથી. અને આ પ્રમાણે માનવા જતાં બીજા વિકલ્પનું આયણ કરવું આવશ્યક થાય છે. તેથી પ્રથમ વિકલ્પ યુક્ત નથી; અર્થાત્ અતિશયને કારણે નીહાર નથી તેમ કહેવાની જરૂર રહેતી નથી, પરંતુ જઠરાગ્નિની પ્રબળતાના કારણે નીહાર નથી તેમ જ તમારે કહેવું જોઈએ. અને બીજા વિકલ્પનું આગળમાં નિરાકરણ કરે છે. ટીકાર્ય - “તિય: બીજો વિકલ્પ અર્થાત્ જઠરાગ્નિના ઉદ્રક દ્વારા કેવળીઓને નીહાર હોતો નથી, એ બીજો વિકલ્પ પણ બરાબર નથી. કેમ કે તેવા પ્રકારની=પ્રબળ જઠરાગ્નિ વડે ભસ્મકરોગની જેમ આહારમાત્રના ભસ્મીકરણનો પ્રસંગ આવશે. ‘મથથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે આહારપર્યાપ્તિ રસીભૂત આહારને ધાતુરૂપપણાવડે પરિણાવે છે, વળી ખલાસીકૃતને અર્થાત્ ખળરસરૂપે પરિણમેલ પુદ્ગલોને, જઠરાગ્નિ ભસ્મસાત્ કરે છે અર્થાત્ બાળી નાંખે છે, એથી કરીને કોઈ દોષ નથી. ર, માદરપતિ તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે આહારપર્યાપ્તિસહકૃત જઠરાગ્નિનું રસીભૂતઆહારપરિણતિવિશેષમાં જ નિયામકપણું છે, અર્થાત્ આહારપર્યાપ્તિસહકૃત જઠરાનલ જ રસીભૂત આહારને પરિણતિવિશેષરૂપે પરિણાવવામાં નિયામક છે, માત્ર આહારપર્યાપ્તિ નહિ; અન્યથા = આહારપર્યાપ્તિસહકૃત જઠરાનલને રસીભૂત આહારને પરિણાવવામાં નિયામક ન માનો તો, તે કાળે પણ અર્થાત જ્યારે આહારપર્યાપ્તિ રસીભૂત આહારને ધાતુઆદિરૂપે પરિણમન પમાડી રહી છે તે કાળમાં પણ, જઠરાગ્નિના ઉદ્ભૂતસ્પર્શનું જાગરૂકપણું હોવાને કારણે આહારના ભસ્મીભાવનો પ્રસંગ આવશે. ઉત્થાન -પૂર્વમાં કહ્યું કે આહારપર્યાપ્તિસહકૃત જઠરાગ્નિનું રસીભૂત આહારની પરિણતિ વિશેષમાં જનિયામકપણું છે એવું ન માનો તો, અર્થાત્ આહારપર્યાતિ દ્વારા રસીભૂત આહારની પરિણતિવિશેષ થાય છે એવું માનો તો, તે કાળમાં પણ =આહારપર્યાતિ દ્વારા તે પરિણતિવિશેષ થાય છે તે કાળમાં પણ, જઠરાગ્નિના ઉદ્દભૂતસ્પર્શનું જાગરૂકપણું હોવાથી તે રસીભૂત આહારના ભસ્મીભાવનો પ્રસંગ પ્રાપ્ત થશે. તે પ્રસંગના નિવારણ માટે પૂર્વપક્ષી કહે છે, આહારપર્યાતિજન્ય જે રસ પરિણામ છે, તે જઠરાગ્નિના ઉદ્દભૂત સ્પર્શથી આહારને ભસ્મ થવાની જે પ્રાપ્તિ છે તેના પ્રતિ પ્રતિબંધક છે, તેથી જઠરાનલનો ઉદભૂત સ્પર્શ તે રસને ભસ્મ કરતો નથી અને આહારપર્યાપ્તિ તે રસને ધાતુરૂપે પરિણમન પમાડે છે. ત્યારપછી તે રસ ધાતુરૂપે પરિણમન પામી ગયેલ હોવાને કારણે અવશિષ્ટ=બાકી રહેલો, મળ જઠરાગ્નિના ઉદ્દભૂત સ્પર્શ દ્વારા ભસ્મ થાય છે, તેથી તીર્થકરાદિને નીહાર હોતો. નથી. આ રીતે પૂર્વપક્ષીના કથનના નિવારણરૂપે ગ્રંથકાર કહે છે ટીકાર્ય :- ઉમાદારપરિચ-આહારપર્યાતિજન્ય રસપરિણામનું જઠરાગ્નિજન્ય આહારના દાહ પ્રતિ પ્રતિબંધકત્વાદિની કલ્પનામાં ગૌરવ છે.

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246