Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 236
________________ . ગાથા : ૧૨૦. . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા....... ........ ૫૮૧ . ટીકાર્ય - “યg' જે વળી તીર્થકરો, તેઓના માતાપિતા, બળદેવો, ચક્રવર્તીઓ અને વાસુદેવો મનુષ્યોની ભોગભૂમિ છે. (તેથી) તેઓને આહાર હોય હોય છે અને નીહાર હોતો નથી, એ પ્રમાણે વચન હોવાને કારણે તીર્થંકરાદિને આહારકાલમાં પણ જુગુપ્સિત એવો નીહાર હોતો નથી. “ત્તિ' શબ્દ “વત્ત' પછીના કથનની સમાપ્તિ સૂચક છે. કે “યતાનો અન્વય “તત્ 'ની સાથે છે. તમ્િ ' આવું જ કોઇએ કહ્યું તે શું અતિશયના બળથી કે જઠરાગ્નિના ઉદ્રકથી=પ્રબળતાથી, છે? “ના: પ્રથમ વિકલ્પ અર્થાત્ અતિશયના બળથી કેવલીઓને નીહાર હોતો નથી એ પ્રથમ વિકલ્પ યુક્ત નથી. કેમ કે તેવા પ્રકારના અતિશયનું અશ્રવણ છે. અર્થાત્ એવો કોઈ અતિશય (શાસ્ત્રમાં) સંભળાતો નથી કે ભગવાનને આહાર હોય છે પણ નીહાર હોતો નથી. ઉત્થાન - તીર્થકરોને આહારકાળમાં પણ જુગુપ્સનીય એવો નીહાર હોતો નથી એમ પૂર્વપક્ષીએ કહ્યું, તેમાં બે વિકલ્પ પાડ્યા. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારે કહ્યું કે પ્રથમ વિકલ્પ બરાબર નથી, કેમ કે શાસ્ત્રમાં તીર્થકરોના અતિશયોમાં નીહારના અભાવના અતિશયને સૂચવનારા અતિશયનું અશ્રવણ છે. આ રીતે શાસ્ત્રના બળથી પ્રથમ વિકલ્પને દૂષિત કરીને તેને જ યુક્તિના બળથી દૂષિત કરતાં ગ્રંથકાર કહે છે ટીકાર્ય -“સથાળેન' સાધારણપણું હોવાને કારણે અતિશયપણાનો અયોગ છે. ભાવાર્થ:- જે તમે સાક્ષીપાઠરૂપે તિસ્થય ગાથા આપીને તેના દ્વારા નીહારના અભાવને સિદ્ધ કરો છો, તે ગાથા પ્રમાણે નીહારનો અભાવ તીર્થકર, તીર્થકરના માતા-પિતા અને બલદેવાદિ સાધારણ છે. તેથી જે સાધારણ હોય તે અતિશય ન કહેવાય, માટે અતિશયના બળથી તેઓને નીહાર નથી તેમ કહી શકાય નહિ. માટે પ્રથમ વિકલ્પ બરાબર નથી. ઉત્થાન -આ રીતે યુક્તિપૂર્વક અતિશયના અભાવની સિદ્ધિ કરી, ત્યાં પૂર્વપક્ષી શંકા કરે કે, તીર્થકર, તીર્થકરના માતાપિતાદિ અને બલદેવાદિ સાધારણ હોવા છતાં સર્વજનસાધારણ નથી, તેથી તેને અતિશય કહી શકાય. માટે ત્રીજો હેતુ કહે છે ટીકાર્ય - તિશન' અને અતિશય વડે પણ દષ્ટકાર્યકરણમાં અદષ્ટ કારણનું ઉપજીવન હોવાના કારણે દ્વિતીયપક્ષ આશ્રયણનું આવશ્યકપણું છે. १. तीर्थकरास्तत्पितरौ हलधरचक्रिणौ च वासुदेवाश्च । मनुजानां भोगभूमिराहारो नास्ति नीहारः ।।

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246