Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 238
________________ ગાથા -૧૨૦............. અધ્યાત્મમતપરીક્ષા • • • • ૫૮૩ • • • • • • • • • • • • • • • • • • • • ભાવાર્થ-આહારપર્યાતિજન્ય જે રસપરિણામ છે, તે જેમ તીર્થંકરાદિ બધાને હોય છે તેમ તે સિવાયના અન્ય જીવો કે જેમને નીહાર પણ હોય છે તેઓને પણ હોય છે; અને તે અન્ય જીવોના આહારપર્યાતિજન્ય રસપરિણામને પ્રતિબંધક માનવાની જરૂર રહેતી નથી, કેમ કે તેઓનો જઠરાગ્નિ મલને ભસ્મ કરતો નથી; જ્યારે તીર્થકરાદિ જીવોના જઠરાગ્નિનો ઉદ્દભૂત સ્પર્શ મલને ભસ્મ કરે છે; તેથી તેમના જઠરાગ્નિનો ઉદ્દભૂત સ્પર્શ આહારપર્યાતિજન્ય રસના પરિણામને પણ ભસ્મ કરી શકે તેમ માનવું પડે. તેથી જ ત્યાં પ્રતિબંધકપણાની કલ્પના કરવાની આવશ્યકતા પૂર્વપક્ષીને ઊભી થઈ. આથી કરીને આહારપર્યાતિજન્ય રસપરિણામની પરિણતિમાં બે પ્રકાર પ્રાપ્ત થાય છે. (૧) પ્રતિબંધકવાળી પરિણતિ અને (૨) પ્રતિબંધક વગરની પરિણતિ. તીર્થકરાદિ દરેક જીવોને તે આહારપર્યાતિજન્ય રસપરિણામ પ્રતિબંધકરૂપ છે અને અન્ય જીવોને પ્રતિબંધકરૂપ નથી. જ્યારે આહારપર્યાતિજન્ય રસપરિણામ અન્ય ધાતુરૂપે પરિણામ પામે છે ત્યારે, તે પ્રતિબંધકનો અભાવ હોવાથી જઠરાગ્નિ મલને ભસ્મ કરે છે, તેમ માનવું પડે તેથી અનંત પ્રતિબંધક અને તેના અભાવની અર્થાત્ પ્રતિબંધકારભાવની પ્રાપ્તિ થાય કે જે ગૌરવરૂપ છે. કેમ કે તીર્થકરાદિ દરેક વ્યક્તિને આહારપર્યાતિજન્ય રસપરિણામ જુદા જુદા છે, જે પ્રતિબંધકરૂપે છે; અને જ્યારે તે રસ ધાતુરૂપે પરિણામ પામે છે ત્યારે પ્રતિબંધકાભાવ હોય છે. આ રીતે અનંત પ્રતિબંધક અને અનંત પ્રતિબંધકાભાવની કલ્પનાત ગૌરવ પ્રાપ્ત થાય છે, કેમ કે દષ્ટ રીતે કોઈ પ્રતિબંધક કે તેનો અભાવ દેખાતો નથી. તેથી તીર્થકરાદિમાં નીહાર નથી એ પ્રકારની સ્વતંત્ર કલ્પના પૂર્વપક્ષીએ કરી, તેથી જ પ્રતિબંધક અને પ્રતિબંધકાભાવની કલ્પના કરવી પડી, કે જે ગૌરવરૂપ છે. ટીકાઃ-તે તસવીરોગવિજ્ઞાઈરાનનૈશિતમ જમવતિ'ત્તિ પામનોપચતો છોઃ परास्तः। किञ्चैतादृशाऽप्रामाणिकातिशयकल्पन आहारं विनापि शरीरस्थितिप्रयोजक एवातिशयः कुतो न कल्प्यते? 'मोहेसत्याहारावश्यंभावः' इत्येवं नियममुल्लङ्घ्य न तत्कल्प्यते-इति चेत्? 'कवलाहारे सति निर्हाराऽवश्यंभावः' इत्येनं नियममुलध्यापरमपि कथं कल्पनीयं? 'रसीभूताहारपुद्गलानामाहारपर्याप्त्यादिना नीरसीकरणमेव निर्हार इत्युक्तकल्पनायां नोक्तनियमातिक्रमः' इति तु रिक्तं वचः, तस्य निर्हारपदाऽवाच्यत्वात्, कवलाहारस्य निर्हारविशेषेण व्याप्तत्वाद्वेति किमुत्सूत्रोपहतकुतर्कनिरासપ્રથાણેના૨૨૦ દર અહીં ટીકામાં “નિર" શબ્દ વપરાયો છે તેનો અર્થ “નીહાર” થાય છે. ટીકાર્ય - જોન' આનાથી=પૂર્વમાં કહ્યું કે આહારપર્યાપ્તિસહકૃત જઠરાગ્નિનું રસીભૂતઆહારપરિણતિવિશેષમાં નિયામકપણું છે આનાથી, તપ્ત અયોગોલકમાં લોખંડના તપેલા ગોળા ઉપર પડેલા, જલની જેમ તે જઠરાગ્નિમાં ખાધેલું પણ અન્ન ભસ્મીભૂત થઈ જાય છે, એ પ્રમાણે પામર વડે ઉપન્યસ્ત દષ્ટાંતકકથન, પરાસ્ત જાણવું. જિગ્ન' વળી આવા પ્રકારના અપ્રામાણિક અતિશયની કલ્પનામાં આહાર વગર પણ શરીરસ્થિતિ પ્રયોજક જ અતિશય કેમ ન કલ્પી શકાય? અર્થાતુ આવો અપ્રામાણિક અતિશય કલ્પી શકાતો હોય તો તો આહાર વિના પણ ભગવાનનું શરીર ટકાવી રાખે એવો જ કોઈ અતિશય કેમ કલ્પી ન શકાય?

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246