Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 243
________________ L૫૮૮ ..... . અધ્યાત્મમત પરીક્ષા. . . . . .ગાથા -૧૨૧-૧૨૨:૧૨૩, અતિશયરૂપે માનતા નથી; માટે સાહજિક અતિશયમાં ભુક્તિઅભાવનો અંતર્ભાવ થઈ શકે નહિ. અને દેવકૃત કે કર્મક્ષયકૃત ભુક્તિઅભાવ નથી, એમ પૂર્વમાં સિદ્ધ કર્યું. એનાથી મુક્તિઅભાવ એ અતિશયકૃત નથી એ જ સિદ્ધ થાય છે. I૧૨૧] અવતરણિકા:- મર્થનમર્ગમુસિંહતિ અવતરણિકાર્ય - હવે આ જ અર્થનો-કેવલીભક્તિનો, ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છેગાથા:- પુર્વ વવનાશી ગુર્દ સમન્જિમો નિવર ! पुव्वायरिएहिं जहा तहेव लेसेण उवइट्ठो ॥१२२॥ ( एवं कवलाहारो युक्तिभिः समर्थितो जिनवराणाम् । पूर्वाचार्यैर्यथा तथैव लेशेनोपदिष्टः ॥१२२॥ ) ગાથાર્થ - આ પ્રમાણે=ગાથા ૭૨થી ગાથા ૧૨૧ સુધીમાં વર્ણન કર્યું આ પ્રમાણે, કેવળીઓને કવલાહાર હોય છે, એ વાત પૂર્વાચાર્યોએ જે રીતે યુક્તિઓ વડે સમર્થિત કરી, તે પ્રમાણે જ લેશથી=સંક્ષેપથી, અમારા વડે કહેવાયેલ છે. ટીકા - સ્પષ્ટ ૨૨૨ાા ટીકાર્ય - ટીકાર્થ સ્પષ્ટ છે. II૧૨૨ાા અવતરણિકા -પા વતિન: વાવ7મોનિત્વે તે તપૂર્વપ્રસ્તુતં તત્યત્વકક્ષાપત્યાહ અવતરણિકાર્ય અને આ પ્રમાણે ગાથા-૭૨થી ગાથા-૧૨૧માં કહ્યું એ પ્રમાણે, કેવલીને કવલભોજીપણું સમર્થન કરાવે છતે, તેમનું =કેવલીનું, પૂર્વપ્રસ્તુત=ગાથા ૭૧માં કહેલ, કૃતકૃત્યપણું અક્ષત છે, એ પ્રમાણે ગ્રંથકાર કહે છે ગાથા - तेणं केवलनाणी कयकिच्चो चेव कवलभोईवि। नाणाईण गुणाणं पडिघायाभावओ सिद्धो ॥१२३॥ ( तेन केवलज्ञानी कृतकृत्य एव कवलभोज्यपि । ज्ञानादीनां गुणानां प्रतिघाताभावतः सिद्धः ॥१२३॥) ગાથાર્થ તે કારણથી=ગાથા-૧૨૨માં કહ્યું કે જે રીતે કેવળીઓને કવલાહાર હોય છે એ વાત પૂર્વાચાર્યોએ યુક્તિઓ વડે સમર્થિત કરી, તે રીતે સંક્ષેપથી અમે કહી, તે કારણથી, જ્ઞાનાદિગુણોના પ્રતિઘાતનો અભાવ હોવાને કારણે કવલભોજી પણ કેવલજ્ઞાની કૃતકૃત્ય જ સિદ્ધ થાય છે.

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246