Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 242
________________ ગાથા - ૧૨૧ અધ્યાત્મમતપરીક્ષા ૫૮૭ તેનું=ભુક્તિઅભાવનું, શ્રવણ છે. અર્થાત્ દેવોને ઘાતીકર્મનો ક્ષય થયેલ ન હોવા છતાં કવલાહારનો અભાવ છે એવું શ્રવણ છે. ‘અથ’‘અથ’થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે દેવોને ભુક્તિઅભાવ મોહક્ષયને આધીન નથી, પરંતુ કારણાંતરવૈકલ્ય પ્રયુક્ત છે; એથી કરીને મોહક્ષયજનિત ભુક્તિનો અભાવ ભગવાનનો અતિશય છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું, કેમ કે ભુક્તિના મોહજન્મપણાના નિરાસથી તેના અભાવનું=ભોજનાભાવનું, તત્ક્ષયઅજન્યપણું=મોહક્ષયઅજન્યપણું, છે. ભાવાર્થ :- ‘જાળાન્તરવૈત્ત્વ' ભોજનનાં ત્રણ કારણો છે (૧) બુભુક્ષા, (૨) ક્ષુધાકૃત અતૃપ્તિ અને (૩) ખોરાકગ્રહણ નહિ કરવાને કારણે શરીરમાં થતી કૃશતા. તેમાં દેવોને બુભુક્ષા હોય છે, પરંતુ બુભુક્ષાથી અન્ય કારણ ક્ષુધાકૃત અતૃપ્તિ અને શરીરની કૃશતારૂપ કારણાંત૨નું વૈકલ્પ હોય છે. કેમ કે લોમાહારથી જ દેવોને તૃપ્તિ થાય છે અને શરીરની કૃશતા થતી નથી, તેથી બુભુક્ષા કરતાં અન્ય બે કારણોના વૈકલ્યને કારણે દેવોને ભુક્તિનો અભાવ હોય છે. તેથી ભુક્તિનો અભાવ તે ભગવાનનો અતિશય છે, એ પ્રકારે પૂર્વપક્ષીના કથનનું તાત્પર્ય છે તેનો નિરાસ કરતાં ગ્રંથકાર કહે છે કે, ભુક્તિ મોહજન્ય નથી એ વાત પૂર્વમાં સિદ્ધ કરી તેનાથી જ ભુક્તિના અભાવનું મોહક્ષયઅજન્યપણું છે તે સિદ્ધ થાય છે. તેથી ભગવાનને ભુક્તિનો અભાવ એ કર્મક્ષયજન્ય અતિશય છે એમ કહી શકાય નહિ. ટીકાર્ય :- ‘નાપિ રેવત: ' વળી ભુક્તિઅભાવરૂપ અતિશય દેવકૃત પણ નથી, કેમ કે આત્મગતગુણના ઉત્કર્ષરૂપ અતિશયનું તેઓ વડે–દેવો વડે, અકરણ છે. ભાવાર્થ :- દેવો વડે જે અતિશય કરાય છે તે બાહ્ય પૌદ્ગલિક સમૃદ્ધિરૂપ હોય છે, જ્યારે ભગવાનને ક્ષાયિકભાવનું વીર્ય હોવાને કારણે અનંતબળી ભગવાન છે, અને તે રૂપ આત્મગતગુણના ઉત્કર્ષને કારણે જ ભગવાનને ભુક્તિનો અભાવ છે તેમ પૂર્વપક્ષીને અભિમત છે. તેથી કહે છે કે ક્ષાયિકભાવના વીર્યરૂપ આત્મગુણના ઉત્કર્ષ સ્વરૂપ જે ભુક્તિઅભાવ છે તે રૂપ અતિશય દેવો વડે કરી શકાય નહિ, માટે ભુક્તિનો અભાવ દેવકૃત અતિશય નથી. યદ્યપિ પૂર્વપક્ષી ભુક્તિઅભાવને દેવકૃત અતિશય માનતો નથી પરંતુ ભગવાનનો અતિશય માને છે, અને તેનું નિરાકરણ કરવા માટે ભગવાનનો તે અતિશય નથી તે બતાવતાં ભગવાનમાં વર્તતા સર્વ અતિશયોમાં તેનો અંતર્ભાવ થતો નથી, એ બતાવવા દેવકૃત અતિશય નથી એમ કહેલ છે. ટીકાર્ય :-‘નાપિ સાઇનિ: ' વળી ભુક્તિઅભાવરૂપ અતિશય સાહજિક પણ નથી, કેમ કે સાહજિક અતિશયરૂપે ઉભયવાદીને અનલ્યુપગમ છે. એથી કરીને આ=ભગવાનનો ભુક્તિઅભાવરૂપ અતિશય છે એ, અર્થ વગરનું છે. ૧૨૧ ભાવાર્થ :- શ્વેતાંબર-દિગંબર ઉભયવાદી ભુક્તિઅભાવને સાહજિક અતિશયરૂપે માનતા નથી. દિગંબરો પણ ભુક્તિઅભાવને સાહજિક અતિશયરૂપે માનતા નથી પણ કર્મક્ષયકૃત માને છે, અને શ્વેતાંબરો પણ સાહજિક

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246