Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 229
________________ ૫૭૪. . . . . . • • • .... અધ્યાત્મમત પરીક્ષા. . ગાથા-૧૧૭ અભિમુખભાવ પેદા થાય તેવી વાસના કેવલીઓમાં નથી. જ્યારે છપ્રસ્થને સાક્ષાત્ પદાર્થવિષયક બોધ હોતો નથી, તેથી જ્યારે ઇંદ્રિયો સાથે વિષયોનો સંપર્ક થાય છે ત્યારે તે જાણવાને અભિમુખ મનોવૃત્તિ થાય તેવી લયોપશમભાવની વાસના વર્તે છે. ટીકાર્થ ‘' અને ભાષ્યકાર વડે કહેવાયું છે- “બૈ' દ્રવ્ય પ્રમાણોપેત હોય ત્યારે પૂરિત થાય છે, ઇંદ્રિય આપૂરિત હોય ત્યારે ઇંદ્રિયરૂપ વ્યંજનનું પૂરણ થાય છે અને બંનેનો અર્થાત્ દ્રવ્ય અને ઇંદ્રિયનો પરસ્પર સંસર્ગ જયારે થાય છે ત્યારે તે અર્થને ગ્રહણ કરે છે. દર “રવ્યું માનું પૂતિં કહ્યું ત્યાં “માન'નો અર્થ પ્રમાણ ગ્રહણ કરવાનો છે અને બોધને અનુકૂળ જેટલાં પુગલોનું પ્રમાણ આવશ્યક છે તેટલા પ્રમાણવાળું દ્રવ્ય થાય ત્યારે તે પૂરિત થાય છે. કે “દિયમાપૂર્તિ' કહ્યું ત્યાં માપૂરિd નો અર્થ ઇંદ્રિયવ્યાપ્ત હોય=પુદ્ગલોથી ભૂત હોય, અર્થાત પુલોને ગ્રહણ કરવા માટે અભિમુખ થાય તેવા પ્રકારના ક્ષયોપશમભાવની વાસના ઉસ્થિત હોય ત્યારે તે ઇંદ્રિયો આપૂરિત થાય છે. 6; “યો પરસ્પર સં કહ્યું ત્યાં દ્રવ્ય અને ઇંદ્રિયોનો પરસ્પર સંસર્ગ થાય છે, અર્થાત પરસ્પર અતિસંયુક્તતા અને અનુષક્તતારૂપ અંગોગીભાવ વડે કરીને બંનેના પરિણામ થાય છે ત્યારે, ઉભયનું આપૂરણ થાય છે અને ત્યારે તે અર્થને ગ્રહણ કરે છે. અહીં ત્રણેયનું આપૂરણ એટલા માટે કહેલ છે કે ત્રણેય વ્યંજનરૂપ છે, =જેનાથી અર્થનું પ્રકટીકરણ થાય છે તે વ્યંજનરૂપ છે. માટે દ્રવ્ય, ઇંદ્રિય અને દ્રવ્ય તથા ઇંદ્રિયનો સંસર્ગ, એ ત્રણેય વ્યંજનરૂપ છે. ભાવાર્થ - વિશેષાવશ્યકભાષ્યની ગાથા ૨૫૧માં દ્રવ્ય અને ઇન્દ્રિયનું આપૂરણ તે બંનેના સંસર્ગરૂપ કહ્યું અને વિશેષાવશ્યકભાષ્યની ટીકામાં તેનો અર્થ કર્યો કે, બંનેની પરસ્પર અતિસંયુક્તતા અને અનુષક્તતારૂપ અંગોગીભાવવડે કરીને પરિણામ થાય, ત્યારે ઉભયનું આપૂરણ થાય છે. તેનું તાત્પર્ય એ છે કે, પુદ્ગલોનો ઇંદ્રિયોની સાથે અતિસંયુક્તતા પરિણામ થાય અને ઇંદ્રિયો તે પુદ્ગલોને ગ્રહણ કરવા માટે અત્યંત અભિમુખ થાય ત્યારે તેમાં અનુષક્તતા ભાવ થાય, અને તે વખતે ઇંદ્રિય અને વિષયોનો અંગાંગીભાવરૂપે પરિણામ થાય છે, અને તે ઉભયના સંસર્ગના પૂરણ સ્વરૂપ છે. ટીકાર્ય - “ગર' અહીંયાં =વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૨૫૧માં, ઇંદ્રિય પછી જે “બાપૂરિત' શબ્દ છે તેનો અર્થ વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૨૫૧ની ટીકામાં વ્યાપ્ત=ભૂત વાસિત, એ પ્રમાણે કર્યો છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, ઇંદ્રિયો જયારે પુદ્ગલોથી ભૂત =પુગલોને ગ્રહણ કરવા માટે અભિમુખભાવ થાય તેવા પ્રકારના ક્ષયોપશમભાવની વાસનાથી વાસિત, હોય ત્યારે ઇંદ્રિયોનું પૂરણ થાય છે, કે જે ક્ષયોપશમભાવથી ઉપનિબદ્ધ વાસના સ્વરૂપ જ છે. તથા અને તે રીતે =કેવલીને ક્ષયોપશમભાવ હોતો નથી તેથી ઇંદ્રિયનું પૂરણ નથી તે રીતે, આહારના ગ્રહણમાં વ્યંજનાવગ્રહનો પ્રસંગ નથી. કેમ કે ત્યારે દ્રવ્યવ્યંજનના પૂરણનો નિખિલવ્યંજનના પૂરણની સાથે અવિનાભાવિપણાનો અભાવ છે.

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246