Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
I
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
ગાથા : ૧૧૭... • • • • • • • • • • •
. . . . . અધ્યાત્મમત પરીક્ષા..... . . . . . . . . ૫૭૩, ટીકા - અથ રસને સદ રસી વાદ્યસંવન્ય પ્રહ તથવિધતિ વે? , તથા द्रव्यपूरणेऽपीन्द्रियाऽपूरणात्, तत्पूरणायाः क्षयोपशमोपनिबद्धवासनारूपत्वात्। उक्तं च भाष्यकृता[વિ. મા. ર૧૨]
दव्वं माणं पूरिअमिंदिअमापूरिअं तहा दोण्हं ।
__ अवरोप्परसंसग्गो जया तया गेण्हइ तमत्थं ॥ ति । अत्राऽऽपूरितं व्याप्तंभृतं-वासितमित्यर्थ इति व्याख्यातं, तथा चाहारग्रहणे न व्यञ्जनावग्रहप्रसङ्गः, तदानी द्रव्यव्यञ्जनपूरणस्य निखिलव्यञ्जनपूरणाऽविनाभावित्वाऽभावात्।
ટીકાર્ય - અથ’ રસનની=રસનેન્દ્રિયની, સાથે રસના બદ્ધસ્કૃષ્ટતાખ્યસંબંધરૂપ ગ્રહણ તેવું જ છે=મતિજ્ઞાનને પેદા કરે તેવું જ છે. (અને કેવલીને પણ રસનાં પુલોનું ગ્રહણ તમે માનશો તો મતિજ્ઞાન માનવું જ પડશે.)
ભાવાર્થ:- અહીં બદ્ધસ્પષ્ટરૂપ સંબંધ એટલા માટે કહેલ છે કે શ્રોત્રેન્દ્રિયમાં સ્પષ્ટરૂપ સંબંધ છે, જ્યારે રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિયાદિમાં બદ્ધસ્કૃષ્ટરૂપ સંબંધ છે, અને તે સંબંધ થાય ત્યારે અવશ્ય મતિજ્ઞાન પેદા થાય છે.
ટીકાર્ય - પૂર્વપક્ષીએ અથથી દોષ આપ્યો તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે તારી વાત બરાબર નથી. તેમાં હેતુ કહે છે – “તથાપિ' તો પણ અર્થાત્ કેવલીને આહારપુગલોનો બદ્ધપૃષ્ટાખ્યસંબંધ હોવા છતાં પણ, દ્રવ્યના પૂરણમાં ઇંદ્રિયોનું અપૂરણ છે. તેમાં પણ હેતુ કહે છે- તપૂરણાનું ઇંદ્રિયોની પૂરણાનું, ક્ષયોપશમઉપનિબદ્ધવાસનારૂપપણું છે.
ભાવાર્થ-જ્યારે ઇંદ્રિયોથી ગ્રહણ થઈ શકે તેટલા પ્રમાણમાં આહારનાં પુદ્ગલો રસનેન્દ્રિય સાથે સંપર્ક પામે ત્યારે દ્રવ્યનું પૂરણ થાય છે, અને સામાન્ય રીતે છદ્મસ્થને જયારે ઇંદ્રિયો પૂરતા પ્રમાણમાં પુગલો સાથે સંપર્ક પામે ત્યારે, તે ગ્રહણને અભિમુખ જીવ બને તેવા પ્રકારની ક્ષયોપશમભાવની વાસના અંદર પડેલી હોય છે, તે જીવને અભિમુખ બનાવે છે અને તે જ ઇંદ્રિયોના પૂરણરૂપ છે. આમ છતાં, કોઈક કારણથી જીવ અન્ય પદાર્થમાં ઉપયોગવાળો હોય તો તે વાસના ઊઠતી નથી કે જેથી ઇંદ્રિયોનું પૂરણ અને દ્રવ્યનું પૂરણ એ બેનો અંગાંગીભાવ થાય. પરંતુ તેનું કોઇ વિશેષ કારણ ન હોય તો સામાન્ય રીતે દ્રવ્યના પૂરણ પછી જીવમાં રહેલ, પદાર્થને ગ્રહણ કરવા માટે અભિમુખ એવી ક્ષયોપશમભાવની વાસના ઉત્યિત થાય છે, તેથી ઇંદ્રિય અને દ્રવ્યના પૂરણનો પરસ્પર અંગદગીભાવ થાય છે. આ રીતે દ્રવ્ય, ઇંદ્રિય અને તદુભય આ ત્રણે પૂરણ થવાને કારણે જીવને સૌ પ્રથમ અર્થાવગ્રહરૂપે બોધ થાય છે, ત્યારપછી તે જ અર્થનો ઈહા-અપાય આદિ રૂપે બોધ થાય છે. જ્યારે કેવલીને રસનેન્દ્રિયની સાથે પુદ્ગલોનો સંપર્ક થવાને કારણે દ્રવ્યનું પૂરણ થાય છે, પરંતુ તેમનામાં પદાર્થને ગ્રહણ કરવા અભિમુખ કરે તેવી શયોપશમભાવ સાથે સંકળાયેલ વાસના નહિ હોવાથી, ઇંદ્રિયોનું પૂરણ થતું નથી. તેથી જ દ્રવ્યપૂરણના અને ઇંદ્રિયપૂરણના અંગાંગીભાવરૂપ ઇંદ્રિયનો ઉપયોગ પણ તેમને પ્રગટ થતો નથી, કે જેથી મતિજ્ઞાન માનવાનો પ્રસંગ આવે. કેમ કે પદાર્થવર્તી સર્વભાવોને તેઓ કેવલજ્ઞાનથી જાણે છે, તેથી તે જાણવાને १.. 'द्रव्यं मानं पूरितमिन्द्रियमापूरितं तथा द्वयोः । परस्परसंसर्गो यदा तदा गृह्णाति तमर्थम् ।।

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246