Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 233
________________ ૫૭૮. અધ્યાત્મમત પરીક્ષા.... ગાથા - ૧૧૯ ગાથા:- તેનાથી=આહારથી, (કેવલીને) સદા પરોપકારની હાનિ નથી, કેમ કે (ભોજન) યોગ્ય સમયનિયત છે, અને આહારથી વ્યાધિની સમુત્પત્તિ નથી, કેમ કે હિત-મિત આહારનું ગ્રહણ છે. ટીકા - ર માવત મુવતમનિયતત્વચિવા સર્વા પરોપIRવસરત્તરાયવા हितमिताहारग्रहणात् परिणतौ शूलादिव्याधिसमुत्पत्तिः। उक्तंच-'न तृतीयः, तृतीययाममुहूर्त्तमात्र एव भगवतां भुक्तेः शेषमशेषकालमुपकारावसरात्। न चतुर्थः, परिज्ञाय हितमिताहाराभ्यवहारात्' इति । ટીકાર્ય નું કેવલીભગવંતોને ભોજનનું ઉચિત સમયનિયતપણું હોવાથી અન્ય સર્વસમયે પરોપકારનો અવસર હોય છે, તેથી તેની=પરોપકારની, અપાય=હાનિ, નથી, અથવા હિતમિત આહારનું ગ્રહણ હોવાને કારણે શૂલાદિવ્યાધિની સમુત્પત્તિ નથી. ઘ' - અને રત્નાકરાવતારિકામાં કહ્યું છે કે તૃતીય વિકલ્પ યોગ્ય નથી અર્થાત્ પરોપકાર હાનિ થતી હોવાથી કેવલીઓને કવલાહાર માનવો યોગ્ય નથી, એવો ત્રીજો વિકલ્પ યુક્ત નથી; કેમ કે ત્રીજા પ્રહરમાં મુહૂર્તમાત્રકોળ જ ભગવાનને ભોજન હોવાથી શેષ અશેષ=સંપૂર્ણકાળ, ઉપકારનો અવસર છે. વાર્થ:' - ચોથો વિકલ્પ યોગ્ય નથી અર્થાત્ શૂલાદિવ્યાધિ સંભવિત હોવાથી કવલાહાર માનવો યુક્ત નથી, એવો ચોથો વિકલ્પ પણ યુક્ત નથી. કારણ કે (કેવલીઓ) જાણીને હિતમિત આહાર આરોગે છે. “તિ શબ્દ ઉદ્ધરણના કથનની સમાપ્તિસૂચક છે. ભાવાર્થ - અહીં વિશેષ એ છે કે, પૂર્વપક્ષી કહે કે કેવલીને ભુક્તિ ઉચિત સમયે નિયત છે, તેથી શેષ અશેષકાળમાં ઉપકાર થઈ શકે છે એમ તમે કહો છો, પરંતુ દરરોજ એક ટાઈમ મુહૂર્તમાત્ર પણ ભુક્તિ માઢે પસાર થાય છે ત્યારે તો પરોપકારની હાનિ અવશ્ય થશે. તેનું સમાધાન એ છે કે, યદ્યપિ તે કાળમાં ભુક્તિ ન માનીએ તો કોઈ યોગ્ય વ્યક્તિ ઉપસ્થિત થાય તો તેનો પરોપકાર થઈ શકે; પરંતુ ભક્તિ વગર શરીરની સ્થિતિ સંભવિત નથી, અને શરીરના સામર્થ્યની હીનતા થવાથી શેષ અશેષકાળમાં પણ પરોપકારનો વ્યાઘાત થાય, તેથી ઉચિત સમયે થતી ભક્તિ શેષ અશેષકાળમાં થતા પરોપકાર પ્રત્યે ઉપષ્ટભક જ છે. ટીકા -1થ “યથા નાવિવ્યાધિમુત્પત્તિને મવતિ તથા પુર' રૂત્તિ પરિણાને પ્રસ, अन्यादृशपरिज्ञानं तु तादृशाभ्यवहारोऽप्रयोजकमिति चेत्? न, मोहोत्पाद्यमानज्ञानस्यैव रागाक्रान्तत्वात्, उचितप्रवृत्तिनिर्वाहकविषयावभासकस्य तस्याऽतादृशत्वात्॥११९॥ ટીકાર્ય - “મથ' થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે “જે પ્રમાણે શૂલાદિવ્યાધિની સમુત્પત્તિ ન થાય તે પ્રમાણે ભોજન કરું એ પ્રકારે પરિજ્ઞાનમાં રાગનો પ્રસંગ આવશે. વળી અન્યાદશપરિજ્ઞાન તાદશભોજનનું એપ્રયોજક છે; અર્થાત જે પ્રમાણે શૂલાદિવ્યાધિની ઉત્પત્તિ ન થાય તે પ્રકારે ભોજન કરવું જોઈએ, એ પ્રકારના પરિજ્ઞાનથી અન્ય પ્રકારનું પરિજ્ઞાન, હિત-મિત આહારના ભોજન પ્રત્યે પ્રયોજક નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું, કેમ કે મોહથી ઉત્પન્ન કરાતા જ્ઞાનનું જ રાગથી આક્રાન્તપણું છે.


Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246