Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 232
________________ .૫૭૭ ગાથા - ૧૧૮-૧૧૯ .......... અધ્યાત્મમતપરીક્ષા ઉત્થાન :-અહીં પ્રશ્ન થાય કે અનાભોગસહકૃત યોગક્રિયાને તાદશ ઈર્યાપથિકી ક્રિયા પ્રત્યે હેતુ માનશો, તો અપ્રમત્તમુનિઓને અનાભોગસહકૃત શ્વાસોચ્છવાસાદિ યોગક્રિયા અથવા તો આહારપરિણમનની ક્રિયા થાય છે, ત્યાં પણ પ્રતિક્રમણ યોગ્ય ઈર્યાપથનો પ્રસંગ આવશે. તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે ટીકાથ-સૂક્ષ્માયા' સૂક્ષ્મ એવી તેમાં=અનાભોગસહકૃત સૂક્ષ્મયોગક્રિયામાં, કાર્મણશરીરકૃત ચલોપકરણતાનું જ હેતુપણું છે, અર્થાત્ કાર્મણશરીરકૃત જીવમાં જે ચલસ્વભાવ પ્રાપ્ત થયેલ છે તેનું જ હેતુપણું છે, પણ જીવના પ્રમાદનું હેતુપણું નથી. તેથી ત્યાં ઈર્યાવહિયાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. પરંતુ જયાં જીવના સુદઢ યત્નમાં સ્મલનારૂપ પ્રમાદને કારણે અનાભોગસહકૃત જે યોગક્રિયા થાય છે, તે જ ઈરિયાપથિકી ક્રિયા પ્રત્યે હેતુ છે.)૧૧૮ પૂર્વપક્ષીના કથનનું ભાવાર્થ - મત વિ'- પૂર્વપક્ષીને કહેવું છે કે, કેવલી જો ગમનાદિ ક્રિયા કરે તો ઈર્યાપથ પ્રતિક્રમણની ક્રિયા સ્વીકારવાની આપત્તિરૂપ બાધક હોવાને કારણે અમે કેવલીને પ્રાયોગિકી ક્રિયા માનતા નથી; કેમ કે પ્રાયોગિક ક્રિયા ઇચ્છાથી થાય છે અને તે મોહના પરિણામરૂપ છે, અને કેવલીને પ્રાયોગિકી ક્રિયા સ્વીકારીએ તો કેવલીને પણ વિહારાદિ કર્યા પછી ઈરિયાવહિયા કરવાની આપત્તિ આવે. પરંતુ વસ્તુતઃ મોહ નહિ હોવાથી કેવલી પ્રાયોગિકી ક્રિયારૂપગમનક્રિયા કરતા નથી, તેથી જ તેઓને ઈરિયાવહિયાની આપત્તિ નહિ આવે. આ પ્રકારના ૧ના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, તારે કથન બરાબર નથી. કેમ કે પ્રાયોગિકી ક્રિયાના વિષયમાં પણ વિશેષ વિમર્શ કરવામાં આવે તો કેવલીમાં ઈરિયાવહિયા સ્વીકારવાના બાધકનો અવતાર નથી એમ કહ્યું. તેનું તાત્પર્ય એ છે કે, પ્રાયોગિકી ક્રિયા પણ (૧) પ્રમત્તભૂમિકાવાળી અને (૨) અપ્રમત્તભૂમિકાવાળી હોય છે. અને કેવલીને મોહ નહિ હોવાને કારણે પ્રમાદ હોતો નથી, તેથી પ્રાયોગિકી ક્રિયાના વિભાગરૂપ વિશેષ વિચાર કરીએ તો, કેવલીને ઈરિયાવહિયા સ્વીકારવાની આપત્તિ આવતી નથી; તેમ અપ્રમત્ત એવા જિનકલ્પિકાદિ પણ અપ્રમત્તભાવથી જયારે કોઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓને ઈરિયાવહિયાની આવશ્યકતા નથી. પરંતુ શાસ્ત્રાનુસારી ક્રિયા કરવામાં પણ અનાભોગને કારણે કોઇ સૂક્ષ્મ દોષ પ્રમત્તગુણસ્થાનક સુધી લાગવાનો સંભવ હોય છે, તેથી જ પ્રમત્તગુણસ્થાનક સુધી ગમનાદિ ક્રિયા પછી ઈરિયાવહિયા કરવાની વિધિ છે. આથી જ ગ્રંથકાર કહે છે કે અનાભોગસહકૃત યોગક્રિયાનું જ તેવા પ્રકારની ઈર્યાપથિકીનું હેતુપણું છે, અર્થાત્ વ્યક્ત કોઈ અલના ન હોવા છતાં પણ કોઇ સૂક્ષ્મ ક્રિયાની સંભાવનામાત્રને આશ્રયીને ઈરિયાવહિયાની ક્રિયા ત્યાં કરાય છે; અને મુનિની સૂક્ષ્મ એવી શ્વાસોચ્છવાસાદિ ક્રિયામાં અનાભોગ હોવા છતાં પણ તે પ્રમાદકૃત નથી, તેથી ત્યાં ઈરિયાવહિયા નથી. કેમ કે કાર્મણશરીરકૃત ચલોપકરણતા ઔદારિકશરીરમાં વર્તે છે, અને તેના કારણે જ તે શ્વાસોચ્છવાસાદિ સૂક્ષ્મ ક્રિયા થાય છે. II૧૧૮ ગાથા - ય પવારા તે તથા નો સમય થUTI * વવાદિમુપ્પત્તી હિટ્સમગમાદાર ફTITI ( न च परोपकारहानिस्तेन सदा योग्यसमयनियतेन । न च व्याधिसमुत्पत्तिर्हितमिताहारग्रहणात् ॥११९॥ ) A-૧૫

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246