Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 206
________________ ગાથા - ૧૧૧. . . . . . . . . . . . . . અધ્યાત્મમતપરીક્ષા . . . . . . . . . . . . . . . . . ૫૫૧. "न द्वितीयः, केवलिनः शैलेशीकरणप्रारंभात् प्राक् ध्यानानभ्युपगमात्, तत्र कवलाहाराऽस्वीकारात्, तद्ध्यानस्य शाश्वतत्वात्, अन्यथा गच्छतोऽपि कथं नैतद्विघ्नः स्यात्?" इति मदुक्तव्याख्यापद्धत्यैव सुघटमेतत्। तपोऽपि च न तेषां विशेषतः संभवति, तादृश निर्जरणीयकर्माभावात्। 'अणुत्तरे तवे.' इति सूत्रं तु शैलेश्यवस्थाभाविध्यानरूपस्याभ्यन्तरतपसः पारम्यमावेदयति, तथैव स्थानाङ्गवृत्तौ व्याख्यानात्। ટીકાર્ય - લેનિનો કેવલીભગવંતો શૈલેશીઅવસ્થામાં જ ધ્યાનનો આરંભ કરે છે અને ત્યાં=શૈલેશીઅવસ્થામાં, કવલાહારનો અનભુપગમ=અસ્વીકાર, હોવાથી તેના વડે કવલાહાર વડે, તેનો=ધ્યાનનો, પ્રતિબંધ થતો નથી; અને જો આત્માના સ્વભાવસમવસ્થાનને જ શાશ્વત જ હંમેશાં જ, ધ્યાન તરીકે ઇચ્છતા હો તો પણ તેનાથી =કવલાહારથી, તેનો ધ્યાનનો, પ્રતિબંધ થવાનો પ્રસંગ આવશે નહિ; કેમ કે બાહ્ય ક્રિયાનું અંતર્ભાવનું=આંતરિકભાવનું અપ્રતિબંધકપણું છે, અર્થાત્ સ્વભાવસમવસ્થાનરૂપ આંતરિકભાવનું અપ્રતિબંધકપણું છે. અહીં પ્રશ્ન થાય કે બાહ્યક્રિયા આત્માના ક્યા ભાવની પ્રતિબંધક છે? તેથી કહે છેવો નિશ્ચનતા' યોગનિશ્ચલતારૂપ ધ્યાનમાં જ યોગચંચળતાઆધાયક બાહ્યક્રિયાનું પ્રતિબંધકપણું છે. ભાવાર્થ :- અહીં વિશેષ એ છે કે ‘સ્વભાવસમવસ્થાન એ જીવના જ્ઞાતા-દષ્ટાભાવસ્વરૂપ છે. કેવલીને મોહનો : સર્વથા ક્ષય થવાને કારણે તે ભાવસાયિકરૂપે સદા છે જ. સામાન્ય રીતે બાહ્ય પુદ્ગલવિષયક ક્રિયા જ્ઞાતાદષ્ટાભાવમાં પ્રતિબંધ કરનાર દેખાય છે, આમ છતાં, વસ્તુતઃ બાહ્ય ક્રિયાની પ્રવૃત્તિ બાહ્ય પદાર્થવિષયક કર્તુત્વ-ભોક્નત્વરૂપ અંતરંગભાવ પેદા કરીને “સ્વભાવસમવસ્થાનરૂપ' અંતરંગભાવની પ્રતિબંધક બને છે. પરંતુ કેવલીને મોહનો સર્વથા ક્ષય થવાને કારણે કર્તુત્વ-ભોસ્તૃત્વરૂપ અંતરંગભાવ પેદા થતો નથી, તેથી આહારવિષયક બાહ્યક્રિયા સ્વભાવસમવસ્થાનરૂપ અંતરંગભાવની પ્રતિબંધક થતી નથી, પરંતુ યોગનિશ્ચલતારૂપ ધ્યાનમાં જ યોગચંચળતાઆધાયક એવી બાહ્ય ક્રિયાનું પ્રતિબંધકપણું છે. ટીકાર્ય - ૩રરાવિતારિજાયાં - અને રત્નાકરાવતારિકામાં કહ્યું છે- બીજો વિકલ્પ બરાબર નથી અર્થાત્ કેવલીને આહાર ગ્રહણ કરવાને કારણે ધ્યાનનો વ્યાઘાત થશે એ પ્રકારનો બીજો વિકલ્પ બરાબર નથી, કેમ કે કેવલીને શૈલેશીકરણના પ્રારંભની પૂર્વમાં ધ્યાનનો સ્વીકાર નથી, તેથી આહાર દ્વારા ધ્યાનના વ્યાઘાતનો પ્રસંગ તેમને નથી. ઉત્થાન :- અહીં શંકા થાય કે શૈલેશીકરણના પ્રારંભની પૂર્વમાં ધ્યાનનો સ્વીકાર ન હોવાથી આહાર દ્વારા ધ્યાનના વ્યાઘાતનો પ્રસંગ ભલે ન હોય, પરંતુ શૈલેશીકરણકાળમાં આહારથી ધ્યાનનો વ્યાઘાત થશે. તેથી બીજો હેતુ કહે છે ટીકાર્ય - “તત્ર ત્યાં=શૈલેશીકરણકાળમાં, કવલાહારનો અસ્વીકાર છે, (માટે આહારથી ધ્યાનના વ્યાઘાતનો સંભવ નથી.).

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246