Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 207
________________ ૫૫૨ અધ્યાત્મમત પરીક્ષા ગાથા - ૧૧૧. ઉત્થાન - અહીં શંકા થાય કે કેવલીને આહાર પ્રહણ કરવાથી સ્વભાવસમવસ્થાનરૂપ ધ્યાનનો વ્યાઘાત થશે, કેમ કે આહારગ્રહણની ક્રિયા એ પુદ્ગલમાં પ્રવૃત્તિ સ્વરૂપ છે. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાને સામે રાખીને ત્રીજો હેતુ કહે છે ટીકાર્ય - “તધ્યાનચ' તેમના=કેવલીના, ધ્યાનનું શાશ્વતપણું છે. ભાવાર્થ-તાત્પર્ય એ છે કે કેવલીના સ્વભાવસમવસ્થાનરૂપ ધ્યાનનું શાશ્વતપણું હોવાના કારણે આહારગ્રહણરૂપ પુદ્ગલની ક્રિયા હોવા છતાં પણ તે ધ્યાનનો વ્યાઘાત થતો નથી, કેમ કે સ્વભાવસમવસ્થાનની નિષ્પત્તિ થયા પછી તે શાશ્વત હોવાને કારણે ધ્યાનનો વ્યાઘાત સંભવે નહિ. તે કથનની જ પુષ્ટિ કરતાં કહે છે ટીકાર્ય - કથા' અન્યથા અર્થાત્ આહારગ્રહણથી સ્વભાવસમવસ્થાનરૂપ ધ્યાનનો વ્યાઘાત થાય છે તેમ માનો તો, જતા એવા પણ અર્થાત્ ગમનક્રિયા=વિહાર, કરતા એવા પણ કેવલીને આમાં= સ્વભાવસમવસ્થાનધ્યાનમાં, કેવી રીતે વિઘ્ન ઊભું ન થાય? એથી કરીનેત્રરત્નાકરાવતારિકાનું આવું કથન છે. એથી કરીને, મારાથી કહેવાયેલી વ્યાખ્યાન પદ્ધતિથી જ અર્થાત ગ્રંથકારથી કહેવાયેલી વ્યાખ્યાન પદ્ધતિથી જ આ=રત્નાકરાવતારિકાનું કથન, સંગત છે. ભાવાર્થ - તાત્પર્ય એ છે કે પૂર્વમાં ગ્રંથકારે કરેલું વ્યાખ્યાન એ છે કે, આહારગ્રહણરૂપ બાહ્ય ક્રિયા સ્વભાવસમવસ્થાનરૂપ ધ્યાનની પ્રતિબંધક નથી, પરંતુ યોગનિશ્ચલતારૂપ ધ્યાનની જ પ્રતિબંધક છે. એ રૂપ ગ્રંથકારની કહેવાયેલ વ્યાખ્યાન પદ્ધતિથી જ રત્નાકરાવતારિકાનું કથન સુઘટ છે. ટીકાર્યઃ- “તપોfપ' અને તપ પણ તેઓને વિશેષથી અર્થાત્ એકાસણાથી અધિક તરૂપ વિશેષથી, સંભવતો નથી, કેમ કે તેવા પ્રકારના નિર્જરા કરવા યોગ્ય કર્મનો અભાવ છે. ભાવાર્થ - તાદશ મુનિઓ તપને વિશેષ પ્રકારના મોહના ક્ષય અર્થક કરે છે તેથી જ ક્ષપકશ્રેણિની પૂર્વમાં ઋષિઓ તપમાં વિશેષથી યત્ન કરે છે. પરંતુ કેવલીને મોહ સર્વથા ચાલ્યો ગયો હોવાને કારણે તપથી નિર્જરણીય એવા મોહનીયકર્મનો અભાવ હોવાને કારણે વિશેષથી તપ હોતો નથી. ઉત્થાન :- પૂર્વમાં કહ્યું કે કેવલીને વિશેષ તપ નથી ત્યાં કોઈને શંકા થાય કે, “મપુર તવે એ સૂત્ર કેવલીમાં વિશેષ તપને સ્વીકારનાર છે, એ સૂત્રની સાથે વિરોધ આવશે તેનું શું? તેથી કહે છે ટીકાર્ય :- ‘મરે' ‘મજુત્તરે તવે' એ સૂત્ર વળી શૈલેશી અવસ્થાભાવી ધ્યાનરૂપ અભ્યતરતપના પરમપણાને =ઉચ્ચપણાને, જણાવે છે; કેમ કે તે પ્રમાણે જ સ્થાનાંગસૂત્રની વૃત્તિમાં=ટીકામાં, વ્યાખ્યાન છે.

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246