Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 216
________________ ગાથા - ૧૧૫ અધ્યાત્મમતપરીક્ષા ૫૬૧ ઉત્થાન :- અહીં-પૂર્વપક્ષી કહે કે મોહક્ષયથી કેવલીનો દેહ ધાતુરહિત ન થાય તેમ માનીએ તો પણ, મોહના ક્ષયને કારણે નામકર્મના અતિશયથી કેવલીનો દેહ ધાતુરહિત થાય છે. કેમ કે પૂર્વમાં એવા પ્રકારનું નામકર્મ હતું કે જેનાથી ધાતુસહિત તેમનું શરીર હતું, અને મોહનો ક્ષય થયા પછી પૂર્વ કરતાં અતિશયવાળા નામકર્મનો ઉદય થાય છે તેનાથી ધાતુરહિત તેમનું શરીર હોય છે. તેથી બીજો હેતુ કહે છે ટીકાર્ય :- ‘નામર્મ’નામકર્મના અતિશયનું વર્ણાદિઅતિશયમાં જ ઉપયોગીપણું છે. ‘વ’કાર ધાતુરહિત દેહમાં ઉપયોગીપણાનો વ્યવચ્છેદ કરે છે. -- ઉત્થાન :- અહીં શંકા થાય કે નામકર્મના અતિશયથી ધાતુરહિત કેવલીનો દેહ નથી તેમ કહેવામાં પ્રમાણ શું? તેથી અન્ય હેતુ કહે છે ટીકાર્ય :- ‘તથા'- તે જ પ્રકા૨નો ઉપદેશ છે. અર્થાત્ નામકર્મના અતિશયનું વર્ણાદિવિશેષમાં જ ઉપયોગીપણું છે તે જ પ્રકારે શાસ્ત્રમાં ઉપદેશ છે. તે જ વાતને પુષ્ટ કરતાં કહે છે ‘તવૃતિશયારિણીનાં’તદતિશયકારી એવી લબ્ધિઓનું પણ વર્ણાદિઅતિશાયકત્વનું જ ભણન છે. અર્થાત્ નામકર્મના અતિશયને કરનારી એવી લબ્ધિઓનું પણ વર્ણાદિઅતિશાયકત્વનું ભણન શાસ્ત્રમાં છે. ‘નવ્વીનામપિ’‘પિ’થી એ કહેવું છે કે નામકર્મના અતિશયનું તો વર્ણાદિના અતિશયમાં ઉપયોગીપણું છે એ પ્રકારનું શાસ્ત્રમાં કથન છે, પરંતુ લબ્ધિઓનું પણ વર્ણાદિઅતિશાયકત્વનું ભણન છે. ભાવાર્થ :- યોગીઓને નામકર્મના અતિશયને કરનારી જે લબ્ધિ થાય છે, તે યોગીના દેહના વર્ણાદિના અતિશયને જ કરનારી છે. માટે નામકર્મનો અતિશય એ વર્ણાદિના અતિશયને જ કરનાર છે, પણ દેહને ધાતુરહિત કરનાર નથી. ટીકાર્થ :- ‘તવુŕ'થી યોગશાસ્ત્રની વૃત્તિ અંતર્ગત શ્લોકોની સાક્ષી આપે છે, તેનો અર્થ આ પ્રમાણે છે. ‘તથાહિ' (યોગશાસ્ત્રના મૂળ કથન સાથે સંબંધ છે તેનો અર્થ) “તે આ પ્રમાણે” યોળ - યોગમાહાત્મ્યથી સનત્કુમારચક્રવર્તી આદિની જેમ યોગીઓના કફબિંદુઓ સર્વરોગોને છેદવામાં સમર્થ બને છે. તથા – ‘યોગિનાં’- યોગમાહાત્મ્યથી યોગીઓની વિષ્ઠા પણ રોગીઓના રોગ નાશ કરવા માટે સમર્થ હોય છે અને કુમુદની આમોદ=સુગંધવાળી, હોય છે. ‘મત્ત:’– સર્વજીવોને બે પ્રકારે મેલ કહ્યો છે. (૧) કાન-આંખ વગેરેમાં થતો, (૨) વળી બીજો શરીરમાં પેદા થાય છે. ‘યોનિમાં’– યોગીઓને યોગસંપત્તિના માહાત્મ્યથી આ બન્ને પ્રકારનો તે મેલ કસ્તૂરીના પરિમલવાળો–સુગંધવાળો, સર્વ રોગીઓના રોગને હણનારો હોય છે. A-૧૪

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246