Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 223
________________ ૫૯૮ અધ્યાત્મમત પરીક્ષા ગાથા - ૧૧૭ ટીકાર્ય -“ચાલેતુ' પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, કવલાહાર સ્વરૂપથી સુખ કે દુઃખ પેદા કરતો નથી, પરંતુ રસનેન્દ્રિયજન્ય મધુરતિક્તાદિ રસના ઉદ્ધોધ દ્વારા, સુખદુઃખને પેદા કરે છે. એથી કરીને ભગવાનને તજજન્ય =કવલાહારજન્ય, સુખના સ્વીકારમાં તજનક-સુખજનક, મધુરાદિ રસનો જીભ દ્વારા અનુભવ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. (તેથી કેવલીને કવલાહાર નથી). ઉત્થાન - કવલાહાર મધુર અને તિક્તરસના ઉબોધ દ્વારા સુખ-દુઃખને પેદા કરે છે તેની જ પુષ્ટિ કરતાં કહે છેટીકાર્ય - પ્રતિ ' આ જ કારણથી અર્થાત્ રસનેન્દ્રિયજન્ય મધુરતિક્તાદિરસના ઉદ્ધોધ દ્વારા કવલાહાર સુખદુ:ખને પેદા કરે છે. આ જ કારણથી, પિત્તદ્રવ્યથી તિક્તરસનો ઉદ્ધોધ થવાથી શર્કરાભક્ષણથી પણ દુઃખનો ઉદ્ભવ થાય છે અર્થાત જે વ્યક્તિના શરીરમાં પિત્તદ્રવ્યનો અતિરેક થાય છે, તેના કારણે તિક્તરસનો ઉદ્ધોધ થાય છે અને તે ઉદ્ઘોધકાળમાં શર્કરાભક્ષણથી પણ દુઃખનો ઉદ્દભવ થાય છે. અહીં રનેન્દ્રિયનચમધુરતિનિરોતોથT...નો અન્વય “તિ અવત' સાથે છે અને ગત વ...કુકણોદ્ધવડ સુધીનું કથન તે જ વાતની પુષ્ટિ માટે છે. ભાવાર્થ- અહીં વિશેષ એ છે કે કવલાહાર સાક્ષાત્ સુખદુઃખને પેદા કરતો નથી એમ ન કહેતાં, સ્વરૂપથી પેદા કરતો નથી તેમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, કવલાહારનું સ્વરૂપ સુખદુઃખજકત્વરૂપ નથી પરંતુ અતિશય એવા પિત્તાદિદ્રવ્યના સાન્નિધ્યના કારણે તિક્તમધુરાદિરસનું ઉદ્ધોધન કરવાનું સ્વરૂપ કવલાહારનું છે. આથી કરીને જ જે વ્યક્તિમાં અતિશય પિત્તદ્રવ્ય છે તે વ્યક્તિ શર્કરાભક્ષણ કરે તો પણ મધુરરસના બદલે તિક્તરસનો ઉબોધ થાય છે, તેથી દુઃખનો ઉદ્ભવ થાય છે. ટીકાર્ય - વેર આ રીતે પૂર્વપક્ષીએ કેવલીને રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાનનો પ્રસંગ આપ્યો તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે તારી વાત બરાબર નથી, કેમ કે ભગવાનને કવલાહારના રસના આસ્વાદજન્ય સુખદુઃખની અનુત્પત્તિ હોવા છતાં પણ તેનાથી કવલાહારથી, સુધાદિ દુઃખની નિવૃત્તિ અથવા તો સુધાદિદુઃખની નિવૃત્તિજન્ય સુખની ઉત્પત્તિનો સંભવ છે, કેમ કે તિક્તાદિ ઔષધની જેમ તેનું=કવલાહારનું, ધાતુસામ્ય દ્વારા જ તહેતુપણું=સુધાદિ દુઃખની નિવૃત્તિનું હેતુપણું, છે, અથવા તો સુધાદિદુ:ખની નિવૃત્તિજન્ય સુખનું હેતુપણું છે. ભાવાર્થ:- અહીં વિશેષ એ છે કે, સુધાદિદુઃખની નિવૃત્તિ અથવા તો સુધાદિદુઃખની નિવૃત્તિજન્ય સુખની ઉત્પત્તિ થાય છે, એમ કહ્યું તેનો ભાવ એ છે કે, કેવલીને કવલાહારના રસાસ્વાદજન્ય સુખ-દુઃખ ન હોવા છતાં કવલાહાર દ્વારા સુધાદિરૂપ અશાતાવેદનીયના દુઃખની નિવૃત્તિ થાય છે, અને અશાતાનો અનુભવ ન હોવાને કારણે શાતાનો અનુભવ થાય છે; તેથી તજ્જન્ય સુખની ઉત્પત્તિ થાય છે તેમ કહ્યું છે, પરંતુ દુઃખની નિવૃત્તિ અને સુખની અનુભૂતિસ્વરૂપ બે જુદા અનુભવ થતા નથી. એક કાળમાં શાતાનો અનુભવ છે તે જ વખતે પૂર્વમાં વર્તતા અશાતાની નિવૃત્તિનો અનુભવ છે. આ રીતે એક જ અનુભવ થાય છે. વળી રસાસ્વાદજન્ય સુખદુઃખ કેવલીમાં સ્વીકારીએ તો પૂર્વપક્ષીએ આપેલ મતિજ્ઞાનનો પ્રસંગ આવે. પરંતુ કવલાહારથી કેવલીને સુધાની નિવૃત્તિથી શાતાનું સુખ માનવાથી મતિજ્ઞાનનો પ્રસંગ આવતો નથી.

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246