Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 225
________________ પ૭૦. • • • • • • અધ્યાત્મમત૫રી w થાન ગાથા - ૧૧૭ ___ सत्यं, उक्तसूत्रे ग्रहणविधिनिषेधयोविज्ञानग्राह्यतामधिकृत्योपदेशो न तु संबन्धमात्रमधिकृत्य, प्रथमसमयादारभ्यैव संबन्धसंभवात्, अत एव 'असंखेज्जसमयपविट्ठा पोग्गला गहणमागच्छन्ति' इत्यत्र चरमसमयप्रविष्टा एव विज्ञानजनकत्वेन ग्रहणमागच्छन्ति, तदन्ये त्विन्द्रियक्षयोपशमोपकारिण इति सर्वेषां सामान्येन ग्रहणमुक्तमिति मलयगिरिचरणाः। तथा च व्यञ्जनावग्रहोपकारिग्रहणाभावेऽपि रसनरससम्बन्धरूपं तद्ग्रहणं भगवतामप्यविरुद्धमेवेति किमनुपपन्नम्। ટીકાર્ય બનનુ'તો પણ રસનેન્દ્રિય દ્વારા આહારના રસના ગ્રહણમાં તેનાથી=રસનેન્દ્રિયથી, તદ્દવ્યંજનાવગ્રહનો =રાસનવ્યંજનાવગ્રહનો, પ્રસંગ છે. કેમ કે દ્રવ્ય, ઇંદ્રિય અને તદુભયના=દ્રવ્ય અને ઇંદ્રિયના ઉભયના સંસર્ગરૂપ જે વ્યંજન છે તેનું પૂરણ હોવાથી તદુત્પત્તિ-વ્યંજનાવગ્રહની ઉત્પત્તિ, છે, અને અસંખ્યાત સમય વડે તેનું વ્યંજનાવગ્રહનું, આપૂરણ પ્રતિબોધક અને મલ્લકના ઉદાહરણ દ્વારા નંદિ-અધ્યયનથી જાણવું. ભાવાર્થ - વ્યંજન ત્રણ છે, કેમ કે વ્યક્તિ નેન વ્યઝનમ્ એ પ્રમાણે વ્યંજનની વ્યુત્પત્તિ છે. તેથી જ્ઞાનના કારણભૂત (૧) દ્રવ્ય, (૨) ઇંદ્રિય અને (૩) દ્રવ્ય અને ઇંદ્રિયનો સંસર્ગઃસંબંધ, એ ત્રણ વ્યંજન છે. અને નંદિસૂત્રના દષ્ટાંતથી એ પ્રાપ્ત થાય છે કે અસંખ્યાત સમયો વડે વ્યંજનોનું આપૂરણ થાય છે અને તેમાં ચરમસમયપ્રવિષ્ટ પુદ્ગલો અર્થાવગ્રહને પેદા કરે છે અને ચરમ સમયની પૂર્વનાં પ્રવિષ્ટ પુગલો વ્યંજનાવગ્રહને પેદા કરે છે અને આ રીતે ભગવાનને પણ વ્યંજનના આપૂરણથી વ્યંજનાવગ્રહની પ્રાપ્તિ થશે. આ પ્રકારનો પૂર્વપક્ષીનો કહેવાનો આશય છે. ટીકાર્ય - “તથાદિ- નંદીસૂત્રનું કથન આ પ્રમાણે છે- પ્રતિબોધક દષ્ટાંત વડે અને મલ્લકના દૃષ્ટાંત વડે વ્યંજનાવગ્રહની પ્રરૂપણા કરું છું. હવે પ્રતિબોધક દષ્ટાંત વડે તે =પ્રરૂપણ, શું છે? પ્રતિબોધક દષ્ટાંત વડે આ પ્રમાણે પ્રરૂપણ છે- જેમ કોઈક પુરુષ સૂતેલા કોઈ પુરુષને ઉઠાડે કે અમુક! અમુક! (ઊઠ). એ પ્રમાણે ત્યાં=ક્તિ કથનમાં, ચોદક=શિષ્ય, પ્રજ્ઞાપકનેeગુરુને, આ પ્રમાણે પ્રશ્ન કરે છે. શું એક સમયનાં પ્રવિષ્ટ પુલો ગ્રહણ પામે છે? બે સમયનાં ગ્રહણ પામે છે? ત્રણ સમયનાં ગ્રહણ પામે છે? યાવત્ સંખ્યાત સમયનાં પ્રવિષ્ટ પુદ્ગલો ગ્રહણ પામે છે? તેના જવાબરૂપે ગુરુ કહે છે કે એક સમયનાં પ્રવિષ્ટ પુદ્ગલો ગ્રહણ પામતાં નથી, બે સમયનાં પ્રવિષ્ટ પુદગલો ગ્રહણ પામતાં નથી, યાવતુ સંખ્યાત સમયનાં પ્રવિષ્ટ પુદ્ગલો ગ્રહણ પામતાં નથી, અસંખ્યાત સમયનાં પ્રવિષ્ટ પુદ્ગલો ગ્રહણને પામે છે. આ રીતે પ્રતિબોધક દૃષ્ટાંત વડે તે પ્રરૂપણ, છે. ચોદક=શિષ્ય, ફરી પૂછે છે કે થ=હવે મલ્લકદષ્ટાંત વડે તે=પ્રરૂપણ શું છે? તેનો ઉત્તર આપતાં ગુરુ કહે છે કે મલ્લકદષ્ટાંત વડે પ્રરૂપણ આ પ્રમાણે છે- જે પ્રમાણે કોઈ પુરુષ આપાકના=નિભાડાના મથાળાથી મલ્લકને=નવા શકોરાને, ગ્રહણ કરીને ત્યાં=નવા શકોરામાં, એક પાણીનું ટીપું નાંખે તે નાશ પામે છે, અન્ય પણ બિંદુઓ નાંખે તે પણ નાશ પામે છે, એ પ્રમાણે નાંખતાં નાંખતાં એક એવું ઉદકબિંદુ થાય કે જેના વડે તે શકોરું રવિહિતિ માકપતિ=ભીનું થાય છે. (ત્યાર પછી) તે ઉદકબિંદુ થાય કે જે તે મલ્લકમાં રહે છે. (આ પ્રમાણે ક્રમશઃ ઉદકબિંદુ નાંખતાં) તે ઉદકબિંદુ થાય કે જેના વડે તે મલ્લકમાં રહેવાય છે. ત્યાર પછી) તે ઉદકબિંદુ થાય કે જેના વડે તે મલ્લક ભરાય છે. ત્યાર પછી) તે ઉદકબિંદુ થાય કે જે તે મલ્લકમાં રહેતું નથી.

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246