Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 217
________________ ૫૨ અધ્યાત્મમતપરીક્ષા ગાથા - ૧૧૫ ‘યોશિનાં’ સુધારસ વડે જાણે સિંચન કરાતો ન હોય એવો યોગીઓનો કાયસ્પર્શ રોગીઓના સર્વરોગોને તત્ક્ષણ નાશ કરે છે. ‘ના: ’- નખ, કેશ, દાંત તેમજ યોગીના શરીરમાં થયેલ અન્ય વસ્તુઓ પણ ભૈષજ=ઔષધ, જેવું કાર્ય કરે છે, એથી કરીને સર્વોષધિ કહેવાય છે. ‘તથા વ’ – તે જ રીતે યોગીઓમાં ચક્રવર્તી એવા તીર્થનાથના=તીર્થંકરોના, દેહના બધા અસ્થિઓનો સ્તોમ= સમુદાય, સર્વ સ્વર્ગોમાં પૂજાય છે. ‘રૂતિ’ શબ્દ યોગશાસ્ત્રના અંતશ્લોકના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. યોગમૃઘ્ધતિના=યોગીઓમાં ચક્રવર્તી એ તીર્થનાથાનાં નું વિશેષણ છે. ટીકા :- વં ચ ભાવતાં વતાહા સ્વીારે ન વિજ્રશ્ચિયતે, તેન સુદેવનાનાશાત્, તાન્યમનસ્ય વે लब्धिविशेषेण सुरभीकरणात् । न च भगवतां जाठरानलनाश एव युक्तः, मोहक्षयस्य तदनाशकत्वात्, लब्धिविशेषस्य तन्नाशकत्वे च तत्कारणीभूततै जसशरीरविघटनप्रसङ्गात्, लब्धीनां कारणघटनविघटनद्वारैव कार्यघटनविघटनयोस्तन्त्रत्वात्॥११५॥ ટીકાર્ય :- ‘વં ચ’. '....આ રીતે અર્થાત્ પૂર્વમાં કહ્યું કે ભગવાનને વર્ણાતિશયરૂપ જ પારમ્ય=૫રમતા, છે એ રીતે, ભગવાનને કવલાહારના સ્વીકારમાં કાંઇ હાનિ થતી નથી, કેમ કે તેના વડે=કવલાહાર વડે, ક્ષુદ્દેદનાનો નાશ થાય છે અને તજ્જન્ય મલનું=આહારજન્મમલનું, લબ્ધિવિશેષથી સુરભીકરણ થાય છે. ભાવાર્થ :- ગાથા-૧૧૩માં પૂર્વપક્ષીએ કહ્યું કે, કવલાહાર સ્વીકારવાથી મૂત્રપુરિષાદિમળના આધાયી એવા કવલાહાર વડે પરમૌદારિક દેહ ન કહી શકાય, તેના નિરાકરણરૂપે કહે છે કે આ રીતે કવલાહાર સ્વીકારવાથી કાંઇ નુકસાન થતું નથી, પરંતુ ક્ષુધાનો નાશ થાય છે અને મળ લબ્ધિવિશેષને કારણે સુરભિરૂપે થાય છે, આવું જ પરમૌદારિકત્વ સંગત જ છે. ઉત્થાન :- પૂર્વમાં સિદ્ધ કર્યું કે ભગવાનને નામકર્મના ઉદયથી શરીરના વર્ણાદિવિશેષરૂપ ૫૨મૌદારિક હો, પરંતુ ધાતુરહિત પરમૌદારિક હોઇ શકે નહિ, તેની જ પુષ્ટિ કરતાં કહે છે ટીકાર્ય :- મૈં ચ” ભગવાનને જઠરસંબંધી અનલનો=જઠરાગ્નિનો, નાશ જ યુક્ત નથી, કેમ કે મોહક્ષયનું તદનાશકપણું=જઠરાનલનું અનાશકપણું છે. અને લબ્ધિવિશેષનું તન્નાશકપણું=જઠરાગ્નિનું નાશકપણું, માને છતે તત્કારણીભૂત=જઠરાગ્નિના કારણીભૂત, તૈજસશરીરના વિઘટનનો પ્રસંગ (કેવલીને) પ્રાપ્ત થાય. ઉત્થાન :- લબ્ધિવિશેષને જઠરાગ્નિનો નાશક માનવાથી જઠરાગ્નિના કારણીભૂત તૈજસશરીરના વિઘટનનો પ્રસંગ કેમ પ્રાપ્ત થાય? તેમાં હેતુ કહે છે -

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246