________________
૫૨
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૧૫
‘યોશિનાં’ સુધારસ વડે જાણે સિંચન કરાતો ન હોય એવો યોગીઓનો કાયસ્પર્શ રોગીઓના સર્વરોગોને તત્ક્ષણ નાશ કરે છે.
‘ના: ’- નખ, કેશ, દાંત તેમજ યોગીના શરીરમાં થયેલ અન્ય વસ્તુઓ પણ ભૈષજ=ઔષધ, જેવું કાર્ય કરે છે, એથી કરીને સર્વોષધિ કહેવાય છે.
‘તથા વ’ – તે જ રીતે યોગીઓમાં ચક્રવર્તી એવા તીર્થનાથના=તીર્થંકરોના, દેહના બધા અસ્થિઓનો સ્તોમ= સમુદાય, સર્વ સ્વર્ગોમાં પૂજાય છે. ‘રૂતિ’ શબ્દ યોગશાસ્ત્રના અંતશ્લોકના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
યોગમૃઘ્ધતિના=યોગીઓમાં ચક્રવર્તી એ તીર્થનાથાનાં નું વિશેષણ છે.
ટીકા :- વં ચ ભાવતાં વતાહા સ્વીારે ન વિજ્રશ્ચિયતે, તેન સુદેવનાનાશાત્, તાન્યમનસ્ય વે लब्धिविशेषेण सुरभीकरणात् । न च भगवतां जाठरानलनाश एव युक्तः, मोहक्षयस्य तदनाशकत्वात्, लब्धिविशेषस्य तन्नाशकत्वे च तत्कारणीभूततै जसशरीरविघटनप्रसङ्गात्, लब्धीनां कारणघटनविघटनद्वारैव कार्यघटनविघटनयोस्तन्त्रत्वात्॥११५॥
ટીકાર્ય :- ‘વં ચ’. '....આ રીતે અર્થાત્ પૂર્વમાં કહ્યું કે ભગવાનને વર્ણાતિશયરૂપ જ પારમ્ય=૫રમતા, છે એ રીતે, ભગવાનને કવલાહારના સ્વીકારમાં કાંઇ હાનિ થતી નથી, કેમ કે તેના વડે=કવલાહાર વડે, ક્ષુદ્દેદનાનો નાશ થાય છે અને તજ્જન્ય મલનું=આહારજન્મમલનું, લબ્ધિવિશેષથી સુરભીકરણ થાય છે.
ભાવાર્થ :- ગાથા-૧૧૩માં પૂર્વપક્ષીએ કહ્યું કે, કવલાહાર સ્વીકારવાથી મૂત્રપુરિષાદિમળના આધાયી એવા કવલાહાર વડે પરમૌદારિક દેહ ન કહી શકાય, તેના નિરાકરણરૂપે કહે છે કે આ રીતે કવલાહાર સ્વીકારવાથી કાંઇ નુકસાન થતું નથી, પરંતુ ક્ષુધાનો નાશ થાય છે અને મળ લબ્ધિવિશેષને કારણે સુરભિરૂપે થાય છે, આવું જ પરમૌદારિકત્વ સંગત જ છે.
ઉત્થાન :- પૂર્વમાં સિદ્ધ કર્યું કે ભગવાનને નામકર્મના ઉદયથી શરીરના વર્ણાદિવિશેષરૂપ ૫૨મૌદારિક હો, પરંતુ ધાતુરહિત પરમૌદારિક હોઇ શકે નહિ, તેની જ પુષ્ટિ કરતાં કહે છે
ટીકાર્ય :- મૈં ચ” ભગવાનને જઠરસંબંધી અનલનો=જઠરાગ્નિનો, નાશ જ યુક્ત નથી, કેમ કે મોહક્ષયનું તદનાશકપણું=જઠરાનલનું અનાશકપણું છે. અને લબ્ધિવિશેષનું તન્નાશકપણું=જઠરાગ્નિનું નાશકપણું, માને છતે તત્કારણીભૂત=જઠરાગ્નિના કારણીભૂત, તૈજસશરીરના વિઘટનનો પ્રસંગ (કેવલીને) પ્રાપ્ત થાય.
ઉત્થાન :- લબ્ધિવિશેષને જઠરાગ્નિનો નાશક માનવાથી જઠરાગ્નિના કારણીભૂત તૈજસશરીરના વિઘટનનો પ્રસંગ કેમ પ્રાપ્ત થાય? તેમાં હેતુ કહે છે -