Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 219
________________ . . . . પ૬૪ અધ્યાત્મમત પરીક્ષા ગાથા - ૧૧૬ विशेषणत्वेऽपि संहननोपष्टब्धस्य तस्य परेणापि धातुमत्त्वाभ्युपगमात् तत्पर्यायपरित्यागेन पर्यायान्तरापत्तेरेव केवलमभ्युपगमात्। ટીકાર્ય - “પરમૌલલિ' પરમૌદારિકની સ્થિતિ કવલાહારને સાપેક્ષ હોય છે, કારણ કે ઔદારિકશરીરની સ્થિતિ છે. હું અહીં અનુમાનમાં “પરમૌલાિિસ્થતિઃ' એ પક્ષ છે. “વવાહપાક્ષિvin' એ સાધ્ય છે અને ‘ગૌરિસ્થિતિર્લૅન' એ હેતુ છે. પરમૌદારિકમાં ઔદારિકત્વરૂપ હેતુ પૂર્વપક્ષીને પણ સંમત છે. ઉત્થાન - અહીં વનસ્પત્યાદિ શરીરની સ્થિતિમાં હેતુ વ્યભિચારી પ્રાપ્ત થાય છે, કેમ કે વનસ્પતિનું શરીર પણ ઔદારિક છે, તેથી વનસ્પતિના શરીરની સ્થિતિમાં ઔદારિકસ્થિતિત્વરૂપ હેતુ છે અને કવલાહાર અપેક્ષિત્વરૂપ સાધ્ય નથી. તેથી કહે છે ટીકાર્ય - Ta'તઅનપેક્ષિણીકકવલાહારની અનપેક્ષિણી, એવી વનસ્પતિ આદિ શરીરની સ્થિતિમાં વ્યભિચાર છે એમ ન કહેવું, કેમ કે સુધાજનિત કાર્યાદિ કૃશતા આદિના, પરિહાર વડે ધાતુઉપચયાદિ દ્વારા ધાતુમ, શરીરનું જ તજજન્યપણું કવલાહારજન્યપણું, હોવાને કારણે સ્થિતિમાં અર્થાત્ ધાતુમન્ શરીરની સ્થિતિમાં, તજ્જન્યત્વનો કવલાહારજન્યત્વનો, ઉપચાર છે. વ્યવહાર છે. ભાવાર્થ:- ધાતુમન્ શરીરની સ્થિતિ કવલાહારની અપેક્ષાવાળી છે, આ પ્રકારની વ્યાતિ પ્રાપ્ત થાય છે તેથી, પરમૌદારિકની સ્થિતિ પણ ધાતુમત શરીરની સ્થિતિરૂપ હોવાને કારણે કવલાહારની અપેક્ષાવાળી છે. તેથી અનુમાનનો આકાર આ પ્રમાણે થશે - પરમૌદારિકની સ્થિતિ કવલાહારની અપેક્ષાવાળી છે, કેમ કે ધાતુમ, શરીરની સ્થિતિરૂપ છે. અહીં સાધ્ય અને હેતુની વ્યાપ્તિ આ પ્રમાણે છે- જે જે ધાતુમન્ શરીરની સ્થિતિ હોય તે તે કવલાહારની અપેક્ષાવાળી છે. આ પ્રકારની વ્યાપ્તિ હોવાથી વનસ્પતિના શરીરની સ્થિતિમાં વ્યભિચાર નહિ આવે, કેમ કે વનસ્પતિનું શરીર સાત ધાતુઓથી બનેલું નથી, તેથી તેને કવલાહારની અપેક્ષા નથી. અહીં વિશેષ એ છે કે, કવલાહારથી સુધાજનિત કાર્યાદિનો પરિહાર થાય છે. અહીં “આદિપદથી સુધાજનિત રોગાદિનું ગ્રહણ કરવું. અને કવલાહાર દ્વારા ધાતુનો ઉપચયાદિ થાય છે એમ કહ્યું, ત્યાં “આદિપદથી કવલાહાર દ્વારા શરીરમાં રહેલા પ્રયોજન વગરના મલાદિનો અપચય પણ થાય છે તે ગ્રહણ કરવું. આ રીતે કવલાહાર કાર્યાદિનો કૃશતાઆદિનો, પરિહાર કરીને અને ધાતુનો ઉપચયાદિ કરીને, પૂર્વ કરતાં વિશેષ કોટિના ધાતુમતુ શરીરને નિષ્પન્ન કરે છે. યદ્યપિ ધાતુમતું શરીર સૌ પ્રથમ લોમાહાર દ્વારા પેદા થાય છે, પરંતુ ત્યારપછી કવલાહાર દ્વારા વૃદ્ધિવાળું બને છે તે રૂપ શરીર કવલાહારથી જન્ય છે. આ રીતે કવલાહાર દ્વારા ધાતુમત શરીર પેદા થાય છે, પરંતુ તેની સ્થિતિ કવલાહારને કારણે હોતી નથી પણ આયુષ્યના કારણે હોય છે; તો પણ ધાતુમતુ. શરીરની દીર્ઘસ્થિતિમાં નિમિત્તકારણ કવલાહાર દ્વારા નિષ્પન્ન થતું નવું નવું ધાતુમન્ શરીર છે, તેથી તે શરીરની સ્થિતિમાં કવલાહારજન્યત્વનો ઉપચાર વ્યવહાર, કરીને વનસ્પતિઆદિના શરીરની સ્થિતિમાં વ્યભિચાર નથી

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246