________________
ગાથા - ૧૧૧. . . . . . . . . . . . . . અધ્યાત્મમતપરીક્ષા . . . . . . . . . . . . . . . . . ૫૫૧. "न द्वितीयः, केवलिनः शैलेशीकरणप्रारंभात् प्राक् ध्यानानभ्युपगमात्, तत्र कवलाहाराऽस्वीकारात्, तद्ध्यानस्य शाश्वतत्वात्, अन्यथा गच्छतोऽपि कथं नैतद्विघ्नः स्यात्?" इति मदुक्तव्याख्यापद्धत्यैव सुघटमेतत्। तपोऽपि च न तेषां विशेषतः संभवति, तादृश निर्जरणीयकर्माभावात्। 'अणुत्तरे तवे.' इति सूत्रं तु शैलेश्यवस्थाभाविध्यानरूपस्याभ्यन्तरतपसः पारम्यमावेदयति, तथैव स्थानाङ्गवृत्तौ व्याख्यानात्।
ટીકાર્ય - લેનિનો કેવલીભગવંતો શૈલેશીઅવસ્થામાં જ ધ્યાનનો આરંભ કરે છે અને ત્યાં=શૈલેશીઅવસ્થામાં, કવલાહારનો અનભુપગમ=અસ્વીકાર, હોવાથી તેના વડે કવલાહાર વડે, તેનો=ધ્યાનનો, પ્રતિબંધ થતો નથી; અને જો આત્માના સ્વભાવસમવસ્થાનને જ શાશ્વત જ હંમેશાં જ, ધ્યાન તરીકે ઇચ્છતા હો તો પણ તેનાથી =કવલાહારથી, તેનો ધ્યાનનો, પ્રતિબંધ થવાનો પ્રસંગ આવશે નહિ; કેમ કે બાહ્ય ક્રિયાનું અંતર્ભાવનું=આંતરિકભાવનું અપ્રતિબંધકપણું છે, અર્થાત્ સ્વભાવસમવસ્થાનરૂપ આંતરિકભાવનું અપ્રતિબંધકપણું છે.
અહીં પ્રશ્ન થાય કે બાહ્યક્રિયા આત્માના ક્યા ભાવની પ્રતિબંધક છે? તેથી કહે છેવો નિશ્ચનતા' યોગનિશ્ચલતારૂપ ધ્યાનમાં જ યોગચંચળતાઆધાયક બાહ્યક્રિયાનું પ્રતિબંધકપણું છે.
ભાવાર્થ :- અહીં વિશેષ એ છે કે ‘સ્વભાવસમવસ્થાન એ જીવના જ્ઞાતા-દષ્ટાભાવસ્વરૂપ છે. કેવલીને મોહનો : સર્વથા ક્ષય થવાને કારણે તે ભાવસાયિકરૂપે સદા છે જ. સામાન્ય રીતે બાહ્ય પુદ્ગલવિષયક ક્રિયા જ્ઞાતાદષ્ટાભાવમાં પ્રતિબંધ કરનાર દેખાય છે, આમ છતાં, વસ્તુતઃ બાહ્ય ક્રિયાની પ્રવૃત્તિ બાહ્ય પદાર્થવિષયક કર્તુત્વ-ભોક્નત્વરૂપ અંતરંગભાવ પેદા કરીને “સ્વભાવસમવસ્થાનરૂપ' અંતરંગભાવની પ્રતિબંધક બને છે. પરંતુ કેવલીને મોહનો સર્વથા ક્ષય થવાને કારણે કર્તુત્વ-ભોસ્તૃત્વરૂપ અંતરંગભાવ પેદા થતો નથી, તેથી આહારવિષયક બાહ્યક્રિયા સ્વભાવસમવસ્થાનરૂપ અંતરંગભાવની પ્રતિબંધક થતી નથી, પરંતુ યોગનિશ્ચલતારૂપ ધ્યાનમાં જ યોગચંચળતાઆધાયક એવી બાહ્ય ક્રિયાનું પ્રતિબંધકપણું છે.
ટીકાર્ય - ૩રરાવિતારિજાયાં - અને રત્નાકરાવતારિકામાં કહ્યું છે- બીજો વિકલ્પ બરાબર નથી અર્થાત્ કેવલીને આહાર ગ્રહણ કરવાને કારણે ધ્યાનનો વ્યાઘાત થશે એ પ્રકારનો બીજો વિકલ્પ બરાબર નથી, કેમ કે કેવલીને શૈલેશીકરણના પ્રારંભની પૂર્વમાં ધ્યાનનો સ્વીકાર નથી, તેથી આહાર દ્વારા ધ્યાનના વ્યાઘાતનો પ્રસંગ તેમને નથી.
ઉત્થાન :- અહીં શંકા થાય કે શૈલેશીકરણના પ્રારંભની પૂર્વમાં ધ્યાનનો સ્વીકાર ન હોવાથી આહાર દ્વારા ધ્યાનના વ્યાઘાતનો પ્રસંગ ભલે ન હોય, પરંતુ શૈલેશીકરણકાળમાં આહારથી ધ્યાનનો વ્યાઘાત થશે. તેથી બીજો હેતુ કહે છે
ટીકાર્ય - “તત્ર ત્યાં=શૈલેશીકરણકાળમાં, કવલાહારનો અસ્વીકાર છે, (માટે આહારથી ધ્યાનના વ્યાઘાતનો સંભવ નથી.).