________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૧૦-૧૧૧
શક્યપરિહારપ્રાપ્ત એવા વસ્ત્રાદિકને પણ છોડીને કેવલીઓ દિગંબર જ થવા જોઇએ, એથી કરીને આશ્ચર્યકારી (આ) શ્વેતાંબર બાળકની વચનચાતુરી છે કે જે કેવલીને આહારાદિનો પરિહાર શક્યપરિહારરૂપ કહે છે. સારાંશ એ છે કે અશક્યપરિહારભિન્નત્વરૂપ બાહ્યત્વ પાત્રાદિમાં ન હોવાથી કેવલીને પાત્ર વગેરે મમતાના હેતુ બનતા નથી.
૫૫૦
‘પાત્રાવિ’ અહીં પૂર્વપક્ષી કહે કે, પાત્રાદિ હોવામાં કેવલીઓને તેની=પાત્રાદિની, પ્રતિલેખનાદિનો પ્રસંગ આવશે. તો ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે સંસક્તિકાલે ઈષ્ટપણું છે. અર્થાત્ પાત્રાદિ જીવસંસક્ત હોય ત્યારે કેવલી પણ તેનું પ્રતિલેખન કરે છે. તેમાં હેતુ કહે છે- ‘પાìત્તિ' પ્રાણી વડે=જીવો વડે, સંસક્ત= સંસક્તદ્રવ્યવિષયવાળી પ્રતિલેખના કેવલીઓને હોય છે. વળી છદ્મસ્થોને સંસક્ત-અસંસક્ત=સંસક્ત દ્રવ્યવિષયવાળી અને અસંક્ત દ્રવ્યવિષયવાળી પ્રતિલેખના હોય છે. એ પ્રમાણે વિભાગ કરીને (શાસ્ત્રમાં) ઉપદેશ
છે.
* અહીં મુ.પુ. માં ‘સવ્વસ્થ વિ‘ પાઠ છે ત્યાં ઓઘનિર્યુક્તિ ગા.૨૫૭ માં ‘પાળેહિ ૩' પાઠ છે. અને તે પાઠ સંગત લાગે છે તે મુજબ પ્રસ્તુત અર્થ કરેલ છે. II૧૧૦॥
અવતરણિકા :- અથાહારેણ માવતાં ધ્યાનતપોવ્યાપાત જ્ઞત્યાશાપ પરિમાષ્ટિ
અવતરણિકાર્ય :- ‘અથ’થી પૂર્વપક્ષી કહે છે કે આહાર વડે ભગવાનને ધ્યાન અને તપનો વ્યાઘાત થશે એવી આશંકાના કાદવને સાફ કરતાં ગ્રંથકારશ્રી કહે છે
झाणतवोवाघाओ आहारेणं ति ते मई मिच्छा ।
झाणं सेलेसीए तवो अ ण विसिस्सते सिं ति ॥ १११ ॥
( ध्यानतपोव्याघातः आहारेणेति ते मतिर्मिथ्या । ध्यानं शैलेश्यां तपश्च न विशिष्यते एषामिति ॥ १११ ॥ )
ગાથા :
ગાથાર્થ :- એઓને=કેવલીઓને, ધ્યાન શૈલેશીઅવસ્થામાં, હોય છે અને તપવિશેષ કરવાનો હોતો નથી, એથી કરીને આહાર વડે ધ્યાન અને તપનો વ્યાઘાત થશે, એ પ્રમાણે તારી મતિ મિથ્યા છે.
* મૂળ ગાથામાં ‘કૃતિ’ શબ્દ હેતુ અર્થક છે.
टीst :- केवलिनो हि शैलेश्यवस्थायामेव ध्यानमारभन्ते, तत्र च कवलाहारानभ्युपगमान्न तेन तत्प्रतिबन्धः। यदि च स्वभावसमवस्थानमेवात्मनो ध्यानमिष्यते शश्वदेव तथापि न तेन तत्प्रतिबन्धः, बहिष्क्रियाया अन्तर्भावाऽप्रतिबन्धकत्वात्, योगनिश्चलतारूपध्यान एव योगचञ्चलताssधायक बहिष्क्रियायाः प्रतिबन्धकत्वात्। उक्तं च रत्नाकरावतारिकायां