________________
ગાથા - ૧૧૦
અધ્યાત્મમતપરીક્ષા
૫૪૯
ટીકાર્ય :- ‘થોળાવિ' - યોગાદિ હેતુના સામ્રાજયથી વીર્યપ્રયોગ થયે છતે વિઘ્નાભાવનું જ અંતરાયક્ષયનું પ્રયોજનપણું છે=કાર્યપણું છે.
ભાવાર્થ :- બાહ્યવિષયક વીર્ય પ્રવર્તાવવામાં યોગાદિ હેતુ છે. ‘યોગાદિ’માં ‘આદિ’પદથી તથાવિધ કર્મનું ગ્રહણ કરવું અર્થાત્ બાહ્યવિષયક વીર્ય પ્રવર્તાવવાને અનુકૂળ એવું કર્મ ગ્રહણ કરવું.
યોગાદિèતુનું સામ્રાજ્ય હોવાથી કેવલીનું વીર્ય બાહ્યવિષયક પ્રવૃત્ત થાય છે, યદ્વિષયક કેવલીનું વીર્ય પ્રવર્તે છે તદ્વિષયક કાર્યની નિષ્પત્તિમાં વિઘ્નાભાવ છે તે જ અંતરાયક્ષયનું પ્રયોજન=કાર્ય છે. તેથી કેવલીને બાહ્યપ્રવૃત્તિવિષયક વિઘ્ન ક્યારે પણ આવતું નથી.
અહીં વિશેષ એ છે કે કેવલીને ક્ષાયિકભાવનું વીર્ય હોવાને કારણે શક્તિથી સર્વવિષયક વીર્યની ઉત્પત્તિ થાય છે, તેથી કેવલજ્ઞાન થાય ત્યારથી જ કેવલીમાં યોગનિરોધ કરવાનું સામર્થ્ય હોય છે. આમ છતાં, તેઓ ઉચિતકાળે જ =જ્યારે આયુષ્યની સમાપ્તિનો કાળ પ્રાપ્ત થાય ત્યારે જ, યોગનિરોધનો યત્ન કરે છે. કેમ કે સંસાર અને મોક્ષ બંને પ્રત્યે તેઓ ઉદાસીન હોવાને કારણે શીઘ્ર મોક્ષપ્રાપ્તિ માટે કેવલીને અભિલાષા હોતી નથી, પરંતુ સમભાવ =સામાયિકનો પરિણામ, હોવાને કારણે ઉચિતકાળમાં ઉચિતપ્રવૃત્તિ કરવારૂપ તેમની સર્વ પ્રવૃત્તિ હોય છે. આથી જ યોગનિરોધના પૂર્વકાળમાં તેઓ ગમનાદિ કરતા હોય ત્યારે યોગના ચાંચલ્યને કારણે હિંસાનો પણ અશક્યપરિહાર તેમના માટે છે. યદ્યપિ જ્યાં તેમને શક્ય છે ત્યાં તેમને હિંસાના પરિહાર માટે અવશ્ય યત્ન હોય છે. આથી સંસક્તકાળમાં વસ્ત્ર-પાત્રપડિલેહણ પણ તેઓ કરે છે, પરંતુ યોગનિરોધ વિના જેનો પરિહાર શક્ય નથી તેવી હિંસા કવચિત્ તેમનાથી થતી હોવાથી અશક્યપરિહાર છે.
ટીકાર્ય :- ‘તથા ચ’ અને તે પ્રકારે—પૂર્વમાં કહ્યું કે વિઘ્નાભાવ જ અંતરાયક્ષયનું પ્રયોજન છે તે પ્રકારે, ક્ષમાશ્રમણ કહે છે- કોઇપણ વસ્તુને આપતા, મેળવતા કે ભોગવતા એવા જિનનો આ ગુણ છે, જે કારણથી અંતરાયકર્મ ક્ષીણ થયે છતે તેમને =કેવલીને વિઘ્ન સંભવતું નથી. ‘ત્તિ’ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
ભાવાર્થ :- અહીં જિનના ‘વિતÆ ’ વિશેષણથી દાનાંતરાયક્ષયનું ગ્રહણ કરેલ છે, ‘નમંતÆ’ વિશેષણથી લાભાંતરાયના ક્ષયનું ગ્રહણ કરેલ છે અને ‘મુંદંતક્ષ્ણ’ વિશેષણથી ભોગાંતરાય અને ઉપભોગાંતરાયના ક્ષયનું ગ્રહણ કરેલ છે અને વીર્યંતરાયનો ક્ષય વીર્યના પ્રવર્તનથી પ્રાપ્ત થાય છે. આ દાન-લાભ અને ભોગરૂપ ત્રણ ક્રિયાવિષયક પ્રવૃત્તિ કેવલીને હોય છે, તેથી આ ત્રણમાં કરાતો યત્ન વીર્યંતરાયના ક્ષયથી કેવલીને હોય છે અને આ ત્રણે પ્રકારની ક્રિયા કરતાં જિનને કોઇ અંતરાય આવતા નથી તે અંતરાયક્ષયનું કાર્ય છે.
ટીકાર્ય :- ‘તસ્માત્’ તે કારણથી –પૂર્વમાં કહ્યું કે કેવલીને અશક્યપરિહાર નથી એમ જે કહે છે તે કથન વિચારણીય છે. તેનાથી એ પ્રાપ્ત થયું કે કેવલીને અશક્યપરિહાર છે. તે કારણથી, અનંતવીર્યવાળા પણ ભગવાનને શરીરબળના અપચયના ઉપદેશથી =કથનથી, અશક્યપરિહાર થાય, અર્થાત્ પાત્રાદિ કે આહારાદિનો અશક્યપરિહાર હોઇ શકે. અન્યથા=કેવલી અનંતવીર્યવાળા હોવાને કારણે આહારાદિનો પરિહાર તેમને શક્ય છે તેમ માનો તો,