________________
૫૪૮
અધ્યાત્મમત પરીક્ષા
:::: : ............. ગાથા - ૧૧૦ त्वात्, तथा च क्षमाश्रमणाः
'दितस्स लभंतस्स व भुजंतस्स व जिणस्स एस गुणो।
खीणंतराइअत्ते जं से विग्घं ण संहवइ ।। त्ति । [ धर्मसंग्रहणी- १३४४] तस्मादनन्तवीर्यस्यापि भगवतः शरीरबलापचयोपदेशाद्भवेदेवाशक्यपरिहारः, अन्यथा शक्यपरिहारप्राप्त वस्त्रादिकमपि परिहृत्य दिगम्बरा एव केवलिनो भवेयुः, इत्यहो सिताम्बरा कस्य वचनचातुरी! 'पात्रादिसत्त्वे केवलिनां तत्प्रतिलेखनादिप्रसङ्गः' इति चे? न, संसक्तिकाल इष्टत्वात्,
'सव्वत्थ वि (? पाणेहि) संसत्ता पडिलेहा होइ केवलीणं तु।
संसत्तमसंसत्ता छउमत्थाणं तु पडिलेहा ॥ [ओघनि. २५७] इति विभज्योपदेशात्॥११०॥
ટીકાર્થ:- “ગg' જે વળી અંતરાય ક્ષીણ થયે છતે તેમને કેવલીને અશક્યપરિહાર કાંઈ નથી, અર્થાત્ આહારનો ત્યાગ કે પાત્રનો ત્યાગ તેમને માટે અશક્યપરિહાર નથી, એ પ્રમાણે કોઇના વડે કહેવાયું, તે કથન બહુવિચારણીય છે, અર્થાત્ અસમંજસ છે. કેમ કે અંતરાયના ક્ષય દ્વારા શક્તિથી સર્વવિષયક વીર્યની ઉત્પત્તિ હોવા છતાં પણ તેનું=વીર્યનું, વ્યક્તિથી સર્વવિષયપણાનો અભાવ છે.
તેમાં હેતુ કહે છેપરિહાર-પરિહારના હેતુભૂત વીર્યનું સત્ત્વ હોવા છતાં પણ હેવંતરના અભાવથી અપરિહારનો સંભવ છે.
દક “વી ...તિહુવિવારપાય, એમાં મારા ....સર્વવિષયમાવત્' હેતુ છે અને તેમાં પરિહારહેતો....પઢિારમવા' હેતુ છે.
ભાવાર્થ - અંતરાયકર્મનો ક્ષય થવાને કારણે શક્તિથી બાહ્ય સર્વવિષયક વીર્ય તેમને હોય છે પરંતુ વ્યક્તિથી બાહ્ય સર્વવિષયક વીર્ય હોતું નથી. અને તેમાં હેતુ રિહાર.. સંબવ' કહ્યો તેનું તાત્પર્ય એ છે કે, ક્ષાવિકભાવનું વીર્ય હોવાને કારણે પાત્રાદિનો પરિહાર કે આહારાદિનો પરિહાર કે સર્વથી બાહ્ય રીતે કોઈ જીવનો વધ ન થાય તદર્થક યોગના ચાંચલ્યનો પરિહાર કરવો, તેને માટે આવશ્યક એવી ક્ષાયિક વીર્ય શક્તિ કેવલીમાં છે. તેથી પરિહારના હેતુભૂત વીર્ય તેમનામાં છે. પરંતુ આહારાદિના પરિવાર માટે આહાર વગર આયુષ્યકાળ સુધી ટકી શકે તેવા પ્રકારના સ્વભાવવાળો જે દેહ તે રૂપ હત્યંતરનો અભાવ હોવાને કારણે આહારાદિનો પરિહાર કેવલીને હોતો નથી. તેથી જ શક્તિથી સર્વવિષયક વીર્યની ઉત્પત્તિ હોવા છતાં વ્યક્તિથી સર્વવિષયક વીર્ય કેવલીને નથી.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે શક્તિથી સર્વવિષયક વીર્યની ઉત્પત્તિ હોવા છતાં વ્યક્તિથી સર્વવિષયક વીર્ય કેવલીને નથી, તો પછી તેમને ક્ષાયિકવીર્ય માનવાનું પ્રયોજન શું? તેથી કહે છે
१.
ददतो लभमानस्य वा भुञ्जानस्य वा जिनस्यैष गुणः । क्षीणान्तरायत्वे यत् तस्य विघ्नो न संभवति ॥ सर्वत्रापि (?प्राणैः) संसक्ता प्रतिलेखना भवति केवलिनां तु । संसक्तमसंसक्ता छद्मस्थानां तु प्रतिलेखना॥ .