________________
ગાથા - ૧૧૦
અધ્યાત્મમત પરીક્ષા
• • • • • • • . . . . . . . . . .૫૪૭ .
ઉત્થાન -આ રીતે ત્રીજા વિકલ્પમાં ‘શરીરાજત્વરૂપ' બાહ્યપાત્ર ગ્રહણ કરવાનો વ્યભિચાર આવવાથી, પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે શરીરનો પરિહાર અશક્ય છે, તેથી શરીરમાં અશક્ય પરિહારત્વ છે, અને બાહ્યપાત્રનો પરિહાર શક્ય છે તેથી બાહ્યપાત્રમાં અશક્યપરિહારભિન્નત્વછે, એ રીતે બાહ્યપાત્રને અમે મમતાનો હેતુ સ્વીકારીશું તેથી વ્યભિચાર નહિ આવે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે -
ટીકાર્થ “નાપિ ચતુર્થ “' ‘મવિયરાખિન્નત્વ' રૂપ છે એ ચોથો વિકલ્પ પણ બરાબર નથી, કેમ કે શરીરની જેમ પાત્રનું પણ અશક્યપરિહારપણું છે. શરીર' અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે શરીરનું નામકર્મની સ્થિતિનું દીર્ઘપણું હોવાથી અશક્ય પરિહાર છે, તો ગ્રંથકાર કહે છે કે તે આ=આહાર, પણ વેદનીયકર્મસ્થિતિનું દીર્ઘપણું હોવાથી તે પ્રમાણે છેઃઅશક્યપરિહાર છે.
ભાવાર્થ:- “રાપિ વાર્થ' પૂર્વપક્ષીનું કહેવું છે કે શરીરનો પરિહાર અશક્ય છે, તેથી જેનો પરિહાર શક્ય હોય અને પરિહાર ન કરવામાં આવે તો તે મમતાનો હેતુ થાય; જ્યારે શરીરનો પરિહાર તો શક્ય નથી માટે શરીર મમતાનો હેતુ નહિ થાય. તેને સિદ્ધાંતકાર કહે છે કે જેમ શરીરનો પરિહાર અશક્ય છે તેમ પાત્રનો પરિહાર અશક્ય છે, કેમ કે પાત્રનો પરિહાર કરવામાં આવે તો સંયમનું પાલન સંભવે નહીં.
અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, કેવલીને શરીરનામકર્મની સ્થિતિનું દીર્ઘપણું હોવાને કારણે શરીરનો પરિહાર અશક્ય છે, પરંતુ પાત્રને ગ્રહણ કરવાનો યત્ન તો ઇચ્છાથી જ થાય છે માટે પાત્ર મમત્વનો હેતુ બનશે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, જેમ શરીરનામકર્મની દીર્ઘસ્થિતિને કારણે કેવલી માટે શરીરનો પરિહાર અશક્ય છે, તેમ શાતા-અશાતા સાધારણ એવા વેદનીયકર્મનું દીર્ઘસ્થિતિપણું હોવાને કારણે આહારનો પરિહાર અશક્ય છે, તેથી પાત્રનો પરિહાર પણ અશક્ય છે. | તાત્પર્ય એ છે કે કેવલીને સુધાવેદનીયકર્મને કારણે જેમ સુધા લાગે છે, તેમ સુધાને શમાવવાને અનુરૂપ આહારપુગલો ગ્રહણ કરાવનાર કર્મ પણ છે. તે કર્મના ઉદયથી આહારગ્રહણમાં કેવલીની પ્રવૃત્તિ છે. તે આહાર ગ્રહણ કરવાને કારણે જ શરીરની અવસ્થિતિ સંભવે છે અને શરીરની અવસ્થિતિ રહે તો જ દીર્ઘસ્થિતિવાળું વેદનીયકર્મ ભોગવી શકાય. માટે આહારના પુલને ગ્રહણ કરવા અર્થક કેવલીને પાત્રની આવશ્યકતા છે, તેથી કેવલી માટે શરીરની જેમ પાત્રનું પણ અશક્યપરિહારપણું છે.
ઉત્થાન :- પૂર્વમાં સિદ્ધ કર્યું કે કેવલીને પાત્રનો પરિહાર અશક્ય છે, ત્યાં વળી કોઇ કહે છે - 2051 :- यत्तु खीणम्मि अंतराए णो से अअसक्कपरिहारो'त्ति केनचिदुक्तं तद्बहुविचारणीयम्, अन्तरायक्षयेण शक्त्या सर्वविषयकवीर्योत्पत्तावपि तस्य व्यक्त्या सर्वविषयकत्वाभावात्, परिहारहेतोर्वीर्यस्य सत्त्वेऽपि हेत्वन्तराभावादपरिहारसंभवात्, योगादिहेतुसाम्राज्याद्वीर्यप्रयोगे सति विघ्नाभावस्यैवान्तरायक्षयप्रयोजन
१. सर्वज्ञशतक-२६ अस्य पूर्वार्धः - खीणम्मि मोहणिज्जे णावजं हुज्ज सव्वहा सव्वं ।
क्षीणे मोहनीये नावद्यं भवेत् सर्वथा सर्वम् । क्षीणेऽन्तराये न तस्य चाशक्यपरिहारः ।।