________________
૫૪૬
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૧૦
કાષ્ઠાદિ પાત્રમાં હોવાથી કાષ્ઠાદિપાત્ર મમત્વના હેતુ બનવા દ્વારા કેવલજ્ઞાનની અનુત્પત્તિનો પ્રસંગ આવશે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
ટીકાર્ય :- ‘ન તૃતીય:' - ‘વાહ્યત્વ’ ‘શીરામ્યત્વ રૂપ છે એ ત્રીજો વિકલ્પ પણ માની શકાશે નહિ, કેમ કે શરીરનું પણ મમતાહેતુપણાથી વ્યભિચાર હોવાને કા૨ણે શરીરાન્યત્વથી મમતાહેતુત્વનો અભાવ છે.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે આ રીતે શરીર અને અન્ય ઉભયસાધારણ મમતા હેતુ સ્વીકારીએ તો કોઇને કેવલજ્ઞાન થઇ શકે નહિ, તેથી કહે છે
ટીકાર્ય :- ‘રૂટ્ મીર્થ''આ મારું છે એવી બુદ્ધિ કરાવવા દ્વારા જગતનું જ તદ્વેતુપણું =મમતાહેતુપણું, છે.
-
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી કહે કે, આ રીતે શરીરથી ભિન્ન બાહ્ય પાત્રમાં પણ ‘તું મીથું ’ એ પ્રકારની બુદ્ધિથી જ મમત્વ અમે સ્વીકારીશું, તેથી ‘શરીરાન્યત્વેન’ બાહ્યપાત્રનું ગ્રહણ કરીને તેને મમત્વનું કારણ કહીશું, તો શું વાંધો છે? તેથી કહે છે
ટીકાર્ય :- ‘પાત્રવિષય' પાત્રવિષયક મદીયત્વની બુદ્ધિ દ્વારા પણ કરપાત્ર અને કાષ્ઠપાત્ર સાધારણપાત્રપણાથી જ તથાપણું છે.
ભાવાર્થ :- ‘બાહ્યત્વ’ ‘શરીરામ્યસ્વં’રૂપ છે એમ કહેવાથી અર્થાત્ ‘શરીરાન્યત્વેન’ મમતાનો હેતુ કહેવાથી, ‘શરીરાન્યત્વ’ શરીરમાં નહિ હોવાને કારણે વ્યભિચાર છે. માટે ‘શરીરાન્યત્વેન’ મમતાના હેતુત્વનો અભાવ છે, તેથી ત્રીજો વિકલ્પ બરાબર નથી, એમ ગ્રંથકારનું કહેવું છે. અર્થાત્ ‘શરીરાન્યત્વેન' મમતાનું હેતુપણું નથી, પરંતુ ‘પુદ્ગલત્વેન પુદ્ગલ’નું મમતા હેતુપણું છે, તેથી શરીર અને શરીરથી અન્ય સર્વ પુદ્ગલો મમતાના હેતુ છે. માટે ત્રીજો વિકલ્પ બરાબર નથી.
પુદ્ગલત્વેન પુદ્ગલનું મમતાહેતુપણું કહેવાથી જ્યાં સુધી લેશ પણ પુદ્ગલનો સંગ છે ત્યાં સુધી મમતા અવશ્ય રહેશે, તેને કારણે કોઇને કેવલજ્ઞાન થઇ શકશે નહિ; કેમ કે શરીરધારીને પણ શરીરનો સંગ છે તે પુદ્ગલરૂપ છે, તેથી શરીરધારીને અવશ્ય મમતા રહેશે; માટે કેવલજ્ઞાનના અભાવની જ પ્રાપ્તિ થશે. તેથી કહે છે કે ‘આ મારું છે’ એ પ્રકા૨ની બુદ્ધિ દ્વારા જગતનું જ મમતા હેતુપણું છે, તેથી જેમને શરીરાદિનો સંગ હોવા છતાં ‘આ મારું છે’ એવી બુદ્ધિ નથી તેઓને મમતા થતી નથી. માટે શરીરધારી હોવા છતાં કેવલજ્ઞાન થવામાં કોઇ દોષ નથી.
‘પાત્રવિષય' અહીં પૂર્વપક્ષી કહે કે ‘મારાપણાની બુદ્ધિ દ્વારા' જગતનું મમતાહેતુપણું છે એ રીતે, કાષ્ઠપાત્ર પણ સાક્ષાત્ મમતાનો હેતુ ન હોય તો પણ ‘મારાપણાની બુદ્ધિ દ્વારા' મમતાનો હેતુ છે, માટે કેવલી પાત્ર ગ્રહણ કરતા નથી. તેથી કહે છે કે પાત્રવિષયક ‘મારાપણાની બુદ્ધિ દ્વારા' પણ કરપાત્ર, કાષ્ઠપાત્ર સાધારણ એવા પાત્રત્વેન જ પાત્રનું મમતાહેતુપણું છે, પણ નહિ કે કરથી ભિન્ન એવા ‘પાત્રત્વેન’ પાત્રનું મમતાહેતુપણું છે. આથી શરીરાન્યત્વ કરપાત્રમાં નહિ હોવાથી ત્રીજો વિકલ્પ બરાબર નથી.