________________
અધ્યાત્મમતપરીક્ષા
ટીકાર્ય :- ‘વાહ્યપાત્ર’ અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે બાહ્યપાત્રપણાથી જ તે પ્રમાણે છે, અર્થાત્ મમત્વનું કારણ છે (માટે ક૨પાત્રવાળા એવા ભગવાનને કેવલજ્ઞાનની અનુત્પત્તિનો પ્રસંગ નહિ આવે.) તેના નિરાકરણરૂપે સિદ્ધાંતકાર કહે છે કે, પાત્રમાં બાહ્યત્વ એ કયો ધર્મ છે? અર્થાત્ પાત્રવિષયક બાહ્યત્વના ચાર વિકલ્પો પાડે છે, અને તેનું નિરાકરણ કરે છે. તે આ પ્રમાણે —
બાહ્યત્વ - બાહ્યત્વ શું છે? ૧. આત્મભિન્નત્વ, ૨. આત્મોપગૃહીતાન્યત્વ, ૩. શરીરાન્યત્વ કે ૪. અશક્યપરિહારભિન્નત્વ?
‘નાદ્ય:’ - આ ચાર વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ ‘બાહ્યત્વ’ આત્મભિન્નત્વરૂપ છે તે માની શકાય નહિ, કેમ કે કરપાત્રનું પણ તથાપણું છે.
ગાથા - ૧૧૦
૫૪૫
ભાવાર્થ :- ‘બાહ્યત્વ’ ‘આત્મભિન્નપણું’ કહીએ તો કરપાત્રમાં પણ આત્મભિન્નપણું હોવાથી કરપાત્ર પણ મૂર્છા દ્વારા કેવલજ્ઞાનની ઉત્પત્તિમાં પ્રતિબંધક બની જશે, તેથી કેવલજ્ઞાનની અનુત્પત્તિનો પ્રસંગ ઊભો જ રહેશે.
ઉત્થાન :- ઉપરોક્ત પ્રથમ વિકલ્પમાં કરપાત્ર મમત્વનો હેતુ પ્રાપ્ત થવાથી પૂર્વપક્ષી બીજો વિકલ્પ કરે છે કે ‘બાહ્યત્વ’‘આતો સ્વગૃહીતાયત્ત્વ' છે અને તે રૂપ પાત્ર મમત્વનો હેતુ છે.
આત્માથી ઉપગૃહીત=ગ્રહણ કરાયેલ, જે શરીર તેનાથી અન્ય એવું કાષ્ઠાદિ પાત્ર છે, તેમાં રહેલું અન્યત્વ તે જ બાહ્યત્વ છે, અને તે રૂપે પાત્ર મમત્વનો હેતુ છે. તેથી કરપાત્રમાં તથાત્વ પ્રાપ્ત થશે નહીં. તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતકાર કહે છે –
-
ટીકાર્ય :- ‘૬ દ્વિતીય ’ - ‘વાહ્યત્વ’‘આત્મોપરૃહીતાન્યત્ત્વ' રૂપ છે આ બીજો વિકલ્પ પણ બરાબર નથી, કેમ કે બાહ્યત્યેન અભિમત એવા કાષ્ઠાદિ પાત્રનું પણ અતથાપણું છે, અર્થાત્ આત્મોપગૃહીતાન્યત્વરૂપ તથાપણું નથી.
ભાવાર્થ :- આત્મા વડે જેમ શરીર ઉપગૃહીત છે તેમ આત્મા વડે બાહ્ય કાષ્ઠાદિ પાત્ર ઉપગૃહીત છે, પણ શરીરાદિ વડે બાહ્ય કાષ્ઠાદિ પાત્ર ઉપગૃહીત નથી. તેથી કાપાત્રમાં આત્માથી ઉપગૃહીતત્વ છે પણ આત્મોપગૃહીતાન્યત્વ નથી. તે આ રીતે - શુદ્ધ આત્માથી શરીર ઉપગૃહીત થતું નથી, પરંતુ કાર્મણશરીરયુક્ત આત્માથી જ શરીર ઉપગૃહીત થાય છે. તે જ રીતે ઔદારિકાદિ શરીરધારી એવા આત્માથી જ કાષ્ઠાદિપાત્ર ઉપગૃહીત થાય છે, પણ આત્માથી રહિત એવા મૃત શરીરથી ઉપગૃહીત થતું નથી. માટે આત્મોપગૃહીતાન્યત્વ જેમ કરપાત્રમાં નથી તેમ કાષ્ઠાદિ પાત્રમાં પણ નથી. માટે ત્યાં પણ બાહ્યત્વ નહીં હોવાને કારણે તે મમત્વનો હેતુ સિદ્ધ થશે નહિ, તેથી કેવલીને પાત્ર હોવામાં કોઇ બાધક રહેશે નહિ.
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી કહે કે ‘વાહ્યત્વ’‘શરીરામ્યત્વ’રૂપ કહીશું. તેથી ‘આત્મોપગૃહીતાન્યત્વ' કરપાત્રની જેમ કાષ્ઠપાત્રમાં ભલે નથી પણ ‘શરીરાન્યત્વરૂપ બાહ્યત્વ' કાષ્ઠાદિ પાત્રમાં છે; તેથી ‘શરીરાન્યત્વરૂપ બાહ્યત્વ’
A-13