________________
ગાથા - ૧૦૧
અધ્યાત્મમતપરીક્ષા
૪૯૩
જવાબરૂપ ગ્રંથકાર કહે છે – તેવા પ્રકારના અધ્યવસાયથી ઉત્પન્ન થયેલ હોવાથી અપવર્તનીય સ્થિતિનું દીર્ધપણું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, પાપના આચરણકાળમાં તેવા પ્રકારનો અધ્યવસાય હતો કે જો પ્રાયશ્ચિત્તાદિ ન કરે તો તેનો અનુભવ દીર્ઘકાળ સુધી અનર્થરૂપે થાય, પરંતુ પ્રાયશ્ચિત્ત કરવાના કારણે દીર્ઘસ્થિતિનું હ્રસ્વીકરણ થઇ જવાથી અને તે જ રીતે અશુભ રસમાં પણ અપવર્તન થવાના કારણે તે કર્મદલિકોનો અલ્પકાળ સુધી નહિવત્ ફળ કે સર્વથા ફળના અભાવરૂપે અનુભવ થાય છે. તેથી કર્મબંધકાળમાં તેવા પ્રકારના અધ્યવસાયથી અર્થાત્ દીર્ઘસ્થિતિને પેદા કરે તેવા પ્રકારના અધ્યવસાયથી ઉત્પન્ન થયેલ હોવાથી અપવર્તનીય સ્થિતિનું દીર્ઘપણું છે.
ઉત્થાન :- આ રીતે પૂર્વમાં સ્થિતિનું કર્મથી અતિરિક્તપણું બતાવ્યું અને તેનાથી કર્મના અપવર્તનની સંગતિ કરી તેનું નિરાકરણ કરતાં ‘અથ’થી પૂર્વપક્ષી કહે છે –
टीst :- अथ कर्महेतुना कर्मैव जननीयं, विपाककालस्य फलहेतुता तु तत्क्षणविशिष्टकार्यत्वावच्छिन्नं प्रति तत्क्षणत्वेनैवेति चेत्? न, एवं सति जन्यतदात्मसमवेतत्वावच्छिन्नं प्रति तदात्मत्वेन हेतुतया प्रागभावस्य विशेष्य हेतुतया वा दैशिकातिप्रसङ्गभङ्गे कर्मण एवोच्छेदप्रसङ्गात्।
ટીકાર્ય :- ‘અથ' કર્મના હેતુ વડે કર્મ જ જનનીય છે (પણ કર્મથી અતિરિક્ત સ્થિતિ નહિ). તેમાં હેતુ કહે છે કે વિપાકકાલની ફળહેતુતા વળી તત્ક્ષણવિશિષ્ટ કાર્યત્વાવચ્છિન્ન પ્રતિ તત્ક્ષણત્વેન જ છે. આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે આમ હોતે છતે, અર્થાત્ કાળકૃત અતિપ્રસંગનું નિરાકરણ તત્ક્ષણવિશિષ્ટકાર્યત્વાવચ્છિન્ન પ્રતિ તત્ક્ષણત્વેન કા૨ણ સ્વીકારીને કરાયે છતે, જન્મતદાત્મસમવેતત્વાવચ્છિન્ન પ્રતિ તદાત્મત્વન હેતુપણું હોવાના કારણે, અથવા વિશેષ કરીને પ્રાગભાવનું હેતુપણું હોવાના કારણે, દૈશિક અતિપ્રસંગનો ભંગ થયે છતે કર્મના જ ઉચ્છેદનો પ્રસંગ આવશે.
ભાવાર્થ :- અધ્યવસાયથી કર્મ બંધાય છે અને તેની નિષેકરચના થાય છે અને તેના નિયામક તરીકે તે કર્મમાં સ્થિતિને અનુકૂળ કોઇ પરિણામ સિદ્ધાંતકારને અભિમત છે. તેથી જ તે તે ક્ષણમાં તે તે દલિકો ફળ આપે છે, અન્ય ક્ષણમાં ફળ આપતા નથી.
અહીં પૂર્વપક્ષીનું એ કહેવું છે કે, બંધાયેલાં દલિકો ભિન્ન ભિન્ન કાળમાં પોતાનું ફળ આપે છે તેનું કારણ, કર્મથી અતિરિક્ત સ્થિતિને અનુકૂળ કોઇ પરિણામ કર્મમાં નથી, પરંતુ જેમ કાર્ય પ્રતિ કર્મ હેતુ છે તેમ તત્ક્ષણવિશિષ્ટ કાર્ય પ્રતિ તત્ક્ષણ પણ કારણ છે. માટે જે ક્ષણમાં કર્મ કાર્ય કરે છે તે જ ક્ષણમાં તે ક્ષણનું અસ્તિત્વ છે અન્ય ક્ષણમાં તે ક્ષણનું અસ્તિત્વ નથી, માટે કાર્ય થતું નથી. તેથી સ્થિતિ નામના પદાર્થને માનવાની કોઇ આવશ્યકતા જણાતી નથી, પરંતુ કાર્ય પ્રતિ કર્મ અને તે તે ક્ષણો કારણ છે. આ રીતે કાર્ય-કારણભાવની સંગતિ થવાથી અન્યકાળમાં કાર્ય થવાની અતિપ્રસંગની પ્રાપ્તિ થતી નથી અને અતિરિક્ત સ્થિતિ માનવાની કોઇ આવશ્યકતા નથી, કેમ કે અતિરિક્ત સ્થિતિ માનવાનું પ્રયોજન અતિપ્રસંગના નિવારણ અર્થક છે. પૂર્વપક્ષીના ઉપરોક્ત કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારે ‘7, વં સતિ’થી જે કહ્યું, અને તેમાં ‘નન્ય ...’થી હેતુ કહ્યો, તેનું તાત્પર્ય એ છે કે, જેમ કાલિક અતિપ્રસંગના નિવારણ માટે તે તે ક્ષણમાં પેદા થનારા કાર્ય પ્રતિ તે તે ક્ષણને કારણ માની સ્થિતિવિશેષની