________________
.
.
.
.
,
,
,
,
,
,
૪૮. . • . . . . અધ્યાત્મમત પરીક્ષા
ગાથા -૯ સ'-જેમ સાધ્ય એવા રોગની ચિકિત્સા કરતો વૈદ્ય રાગી કહેવાતો નથી, તેમ અસાધ્યને જાણતો અને નિષેધ કરતો અદોષવાળો છે. ‘ત' - તેમ ભવ્ય જીવોના કર્મરોગને નાશ કરતા જિનેશ્વરરૂપી વૈદ્ય રાગવાળા નથી, અને અભવ્ય જીવોના અસાધ્ય કર્મરોગને નિષેધ કરતા દ્વેષી નથી. નોનું' - જેમ રૂપકાર=શિલ્પી, અયોગ્યને છોડીને યોગ્ય દલિકોને રૂપ આપે છે(છતાં) રાગ-દ્વેષવાળો નથી, તેમ જ (અયોગ્યને છોડીને) યોગ્યને વિબોધ કરતા જિનેશ્વરદેવ રાગ-દ્વેષવાળા નથી.
टीs:- इदमत्ररहस्य-किमिति भगवान् भाषते? इति पृच्छतामिदमुत्तरं- यत्किमयं हेतुप्रश्नः प्रयोजनप्रश्नो वा? नाद्यः, क्षायिकत्वादेव तद्वीर्यस्य वाग्वर्गणाऽऽदानस्य च स्वहेतुकाययोगादिलाभाधीनत्वात्। द्वितीये पुनरुक्तमेव कर्मक्षपणं प्रयोजनमिति किमपरमनुशासितुमवशिष्यते? 'सति प्रयोजने तदिच्छापेक्षयैव प्रवृत्त्या भवितव्यमिति चेत्? भवनशीलायां तस्यामिदमित्थमेव, न त्वन्यत्रापि। न च भवन्त्यपि सा तदिच्छामपेक्षत एवाप्रमत्तप्रवृत्तेस्तदनपेक्षित्वात्, सामायिकस्यैवोचितप्रवृत्तिहेतुत्वात्। तदुक्तं
१ समभावो सामाइअं तणकंचणसत्तुमित्तविसओत्ति ।। णिरभिस्संगं चित्तं उचियपवित्तिप्पहाणं च ॥ त्ति । [पञ्चाशक ११-५]
ટીકાર્ય - “ફમત્ર'- અહીં=ગાથાર્થમાં, આ=વક્ષ્યમાણ રહસ્ય છે. શેનાથી ભગવાન બોલે છે? એ પ્રમાણે પૂછતાને આ ઉત્તર છે- જે કારણથી આ હેતુ પ્રશ્ન છે? કે પ્રયોજન પ્રશ્ન છે?
અહીં વિમિતિ - “સ્માત' અર્થક છે. એનાથી એ પ્રાપ્ત થાય છે કે શેનાથી ભગવાન બોલે છે કયા હેતુથી કે કયા પ્રયોજનથી ભગવાન બોલે છે? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે આ તમારો હેતુ પ્રશ્ન છે? કે પ્રયોજન પ્રશ્ન છે? નાદ:' - આદ્ય=હેતુ પ્રશ્ન છે(એમ કહો તો) બરાબર નથી, તેમાં હેતુ કહે છે તેમના=ભગવાનના, વીર્યનું ક્ષાયિકપણું હોવાથી જ અને વાગ્યર્ગણાના ગ્રહણનું સ્વહેતુ=વાન્વર્ગણાના ગ્રહણના હેતુ, કાયયોગ-આદિલાભને આધીનપણું છે, તેથી પ્રથમ વિકલ્પ બરાબર નથી.
ભાવાર્થ ભગવાનને ક્ષાયિકવીય હોવાથી વીર્યપ્રવર્તનમાં પ્રતિબંધક કર્મ નથી, અને વાગ્યર્ગણાને ગ્રહણ કરવામાં ગ્રહણના કારણભૂત કાયયોગાદિના લાભને આધીનપણું છે. ભગવાનને પણ કાયા=શરીર, છે માટે કાયાને તે પ્રવર્તાવી શકે છે તેથી વાગ્યર્ગણા ગ્રહણ થઈ શકે છે, અને વાયોતિ'માં આદિપદથી પ્રાપ્ત એવી ભાષાપર્યાતિ દ્વારા ભગવાન વાશ્વર્ગણાને ગ્રહણ કરી શકે છે, તેથી ભગવાન દેશનાદિ આપે છે. માટે ભગવાનને બોલવામાં સામગ્રીરૂપ હેતુ નથી તેમ કહી શકાય નહીં.
१. समभावः सामायिकं तृणकंचनशत्रुमित्रविषय इति । निरभिष्वंग चित्तमुचितप्रवृत्तिप्रधानं च ॥