________________
અધ્યાત્મમત પરીક્ષા
ગાથા -૯૯ ४ जह वोलूगाईणं पगासधम्मावि से सदो सेणं ।
उइओ वि तमोरूवो एवमभव्वाण जिणसूरो ।। ५ सझं तिगिच्छमाणो रोगं रागी ण भण्णए विज्जो ।
मुणमाणो अ असझं सेहयंतो जह अदोसो।। तह भव्वकम्मरोगं नासंतो रागवं न जिणविज्जो । ___ण य दोसी अभव्वासज्झकम्मरोगं णिसेहंतो ॥ " मोत्तुमजोग्गं जोग्गे दलिए रूवं करेइ रूआरो ।
ण य रागद्दोसिल्लो तहेव जोग्गे विबोहंतो ।। त्ति। ટીકાર્ય - “ '-આનાથી=ધર્મદેશનાદિ દ્વારા જિનનામકર્મ ક્ષપણીય છે આનાથી, તીર્થંકર નામકર્મનું જીવવિપાકીપણું હોવાને કારણે ત્યાં જ જીવમાં જ, વિપાકપ્રદર્શન ઉચિત છે, પરંતુ કંઠ-તાલુઆદિના અભિઘાતના ક્રમથી દેશનાદિ દ્વારા પુદ્ગલમાં પણ વિપાકપ્રદર્શન ઉચિત નથી. એ પ્રમાણે કથન પરાસ્ત જાણવું. તેમાં હેતું કહે છે - જીવવિપાકી પણ ક્રોધનું ભૂભંગ, ત્રિવલીતરંગાદિ દ્વારા પુદ્ગલમાં વિપાકદર્શન થાય છે. ભાવાર્થ “ક્તિનથી ‘પરીતમ્' સુધી કહ્યું તેનું તાત્પર્ય એ છે કે જિનનામકર્મ જીવવિપાકી હોવાથી એની અસર જીવ ઉપર જ થાય છે, અર્થાત્ જીવમાં જતેવા પરિણામો બતાવીને એ ખપી જાય છે, પરંતુ કંઠ-તાલુઅભિઘાતાદિરૂપ પુદ્ગલપરિણામો દ્વારા દેશનાદિ પ્રવૃત્તિ કરાવતું નથી. આ પ્રમાણે પૂર્વપક્ષીનું વચન છે તે, પૂર્વમાં કહ્યું કે ધર્મદેશનાદિ દ્વારા જિનનામકર્મક્ષપણીય છે એ કથનથી પરાસ્ત જાણવું. કારણ કે જીવવિપાકી એવી ક્રોધમોહનીયાદિ પ્રવૃતિઓ ભૂભંગ ત્રિવલીતરંગાદિરૂપ પરિણામો શારીરિક પુદ્ગલોમાં પણ કરે જ છે. ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી કહે કે, તીર્થંકર નામકર્મ ખપાવવાનું પ્રયોજન છે માટે ધર્મદેશના દ્વારા તે ખપાવે છે એમ તમે કહો છો, તો શું કેવલી ભગવાન કૃતકૃત્ય થયા જ નથી? તેથી કહે છેટીકાર્ય -બાપ'- વળી રાગ-દ્વેષરહિતપણારૂપ કૃતકૃત્યત્વ ભગવાનમાં નિરાબાધ જ છે. તેમાં હેતુ કહે છેતે બે વિના જ=રાગદ્વેષ વિના જ, ભગવાનનું પરમ હિતોપદેશકપણાનું અને તેનાથી=પરમહિતોપદેશકપણાથી, યોગ્યોને પ્રતિબોધનો સ્વભાવથી જ નિર્વાહ છે.
ભાવાર્થ - કેવલી ભગવાને રાગ-દ્વેષનો ક્ષય કર્યો છે માટે રાગ-દ્વેષરહિત હોવારૂપ કૃતકૃત્યત્વ તેઓમાં હોય જ છે, અને રાગ-દ્વેષ ન હોવા છતાં પણ સ્વભાવથી જ તેઓ ભવ્ય જીવોને) પરમહિતનો ઉપદેશ આપે છે, તેમજ યોગ્ય શ્રોતાના સ્વભાવને કારણે જ તે ઉપદેશથી પ્રતિબોધ સંગત થાય છે. ‘પર મહિતોપદેશજત્વચ- અહીં વિશેષ એ છે કે પૂર્વમાં કહ્યું કે, દેશનાની ઉત્પત્તિ પુણ્યપ્રકૃતિ વિશેષથી જ છે
यथा वोलूकादीनां प्रकाशधर्माऽपि स स्वदोषेण । उदितोऽपि तमोरूप एवमभव्यानां जिनसूरः ।। साध्यं चिकित्सन रोगं रागी न भण्यते वैद्यः । जानंश्चासाध्यं निषेधन यथाऽदोषः ॥ तथा भव्यकर्मरोगं नाशयन् रागवान जिनवैद्यः । न च द्वेष्यभव्यासाध्यकर्मरोगं निषेधन् । मोक्तुमयोग्यं योग्ये दलिके रूपं करोति रूपकारः । न च रागद्वेषवांस्तथैव योग्यान् विबोधन् ।