Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana Author(s): Harilal Jivrajbhai Bhayani Publisher: Harilal Jivrajbhai Bhayani View full book textPage 9
________________ મહાભારતની કથા પણ આ યુદ્ધનું રૂપક છે. ધૃતરાષ્ટ્ર રૂ૫ અબ્ધ અજ્ઞાન આપણુ આત્માનું “રાષ્ટ્ર' (રાજ્ય) ધારી' (પકડી) બેઠેલો છે; પરંતુ એ એકલો કાંઈ પણ કરવા સમર્થ નથી. “દુર્યોધન ' એ અજ્ઞાનજન્ય પ્રબળ પાપાત્મકભાવ છે અને એ “ આસુરી સંપત ” ને રાજા છે. જેમ એક પાસ “ભીમ” રૂ૫ અતુલ બળવાળો આત્મા એને સુયોધન' નામે સંબધે એ ઉચિત છે, તેમ બીજી પાસ વિશ્વના અસંખ્ય જીને તો એની સાથે યુદ્ધ કરવું અતીવ કઠિન હેઈ એનું નામ “ દુર્યોધન ' પડે એ પણ યોગ્ય જ છે. વળી અત્રે એ સમજવા જેવું છે કે કેવલ “દુર્યોધન” રૂ૫ પાપ, એ “યુધિષ્ઠિર ” રૂપ આત્માની સ્થિર ધર્મબુદ્ધિ, “અર્જુન' રૂપે ઉજ્જવલ ગુણ, “ભીમ' રૂપ પ્રૌઢ બલા અને “સહદેવ-નકુલ” રૂપ કૌશલ્ય સામે ક્ષણવાર પણ ટકી શકવા અશકત છે. હામા યુદ્ધમાં ઊતરવા માટે એને મૂળ દૈવી પ્રકૃતિવાળા પણ પિતાને ભૂલી બેઠેલા નિમકહલાલી વા અતિ દયાથી ઘેરાયેલ એવા એવા કણું–કોણ-ભીષ્માદિકની જરૂર પડે છે. તાત્પર્ય કે પાપ પણ સવૃત્તિની મદદ લઈને જ પિતાનું થોડું ઘણું પણ કામ કરી શકે છે. આપણી આસપાસ તેમજ આપણું અત્તર તરફ નજર ફેરવતાં જણાય છે કે અનેક દુરાચાર સદાચારને બહાને યા સદાચારની સાથે ભળીને પ્રવર્તે છે; પણ આખરે કૃષ્ણ મહારાજની સહાયથી શુભ વૃત્તિઓ અશુભ વૃત્તિઓ ઉપર જય મેળવે છે અને આ રીતે મહાભારતનું યુદ્ધ સત્પક્ષના વિજયમાં પર્યવસાન પામે છે. આવાં આવાં અસંખ્ય રહસ્યો પાંડવ-કૌરવના યુદ્ધરૂપે આ મહાન ગ્રંથમાંથી ફુરી આવે છે. શ્રીમદ્દ ભગવદગીતામાં પણ સ્પષ્ટ એ જ ઉપદેશ છે. આ જાતની કુંચી (working hypothesis ) થી ઘણાં તાળાં ઉઘડી જાય છેઘણી અસ્વાભાવિક લાગતી વાતો સ્વાભાવિક થઈ જાય છે. આ રીતે આધ્યાત્મિક સત્યે પ્રતિપાદન કરવાની રીત અત્યારે ચાલતી પ્રાશ્ચાત્ય કેળવણુની અસરમાં આપણને ગમે તેટલી વિચિત્ર લાગે, પણ એટલું સ્મરણમાં રાખવાનું છે કે પ્રાચીનકાળમાં એ સર્વત્ર રૂઢ હતી એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66