Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani

View full book text
Previous | Next

Page 20
________________ શ્રી અધ્યાત્મ મહાવીર. નથી, માટે જ કહેવું છે કે દેવતાઓ મેક્ષ મેળવી શકે નહિ. મેક્ષની ઈચ્છા રાખનારે રાજસવૃત્તિ એટલે કે દેવવૃત્તિને ત્યાગ કરીને સાત્તિવકવૃત્તિ અર્થાત્ મનુષ્યવૃત્તિમાં આવવું જોઈએ. સાત્વિકવૃત્તિવાળાઓ જ મેક્ષ મેળવી શકે છે. શ્રીયોગપ્રદીપમાં કહ્યું છે કે – सत्त्वं सर्वगुणाधारं, सवं धर्मधुरंधरं । संसारनाशनं सचं, सचं स्वर्गापवर्गदं । અર્થ–સત્ત્વગુણ સર્વ ગુણને આધારભૂત છે, ધર્મની સત્ય ધરાને ઉઠાવનાર તો એક સર્વગુણ જ છે, સંસાર-બંદીખાનાથી છેડાવનાર એક સત્ત્વગુણ જ છે અને સત્ત્વગુણ જ સ્વર્ગ તેમજ મેક્ષ આપનાર છે. | માટે જ શાસ્ત્રકારો ફરમાવી ગયા છે કે મનુષ્યભવ સિવાય મોક્ષ મળતું નથી. તેના સમર્થનમાં શ્રીચિદાનંદજી મહારાજે કહ્યું છે કે – ચેતન ! ચાર ગતિમાં નિ, મેક્ષદ્વાર એ કાયા રે; કરત કામના સુર પણ યાકી, જિસકું અનગળ માયારેપૂરવ અનંત બલવાન હેય તે જ મેક્ષ મેળવી શકે છે, બલહીનને મેક્ષ થતા જ નથી. અનંતબલ તે આત્મિકબલ છે. એ આત્મિકબલને મન અને શરીર સાથે નિકટને સંબંધ હોવાથી જે આત્માના યથાર્થ બલને જાણે છે તેના મન અને શરીર પણ બલવાન હોય છે. તીર્થકરોના આત્મામાં અનંતબલ હોય છે : માટે તેમના શરીરમાં પણ અનંતબલ હોય છે. જેનું શરીર * હે ગતમ! દેવે અવીને બે ગતિમાં જાય-મનુષ્ય અને તિર્યય. શ્રીજીવાભિગમસૂત્ર તથા બૃહતસંગ્રહણી ગાથા-૨૪૬. * હે ગૌતમ! મનુબ મરીને પાંચ ગતિમાં જાય:-નરક તિર્યંચ, મનુષ્ય, દેવ અને પાંચમી ગતિ તે મોક્ષની જવી. શીખવાભિગમસૂત્ર તથા બૃહતસંગ્રહણી ગાથા-૦૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66