Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani

View full book text
Previous | Next

Page 58
________________ શ્રી પર્યુષણ-સમાપના. આ પ્રમાણે જ શ્રી વીર પ્રભુ શ્રીઆચારાંગસૂત્રમાં ઉપદેશ છે કેबहुं च खलु पावं कम्मं पगडं । सच्चम्मि घिई कुन्बहा ॥ અર્થાત ઘણાં પાપકર્મો બાંધ્યા છે [ અરે! છોડવાના ટાણે પણ બાંધ્યા છે] હવે સત્યમાં કાંઈ ધીરજ ધર ! શાન્ત થા ! હૃદયના પલટો કર! અંતરમાંથી શલ્ય-શૂળ કાઢ, મહાપુરુષે તે મહાપંથને નામે છે તે આત્મ-ધર્મરૂપ મહાપંથને નમ તે તારું વીરપણું ખરૂં. હવે શ્રી કેણિક મહારાજા બીજે બેલ કહે છે કે પ્રભુ! આપે બીજો ભાર વિવેક ઉપર મૂકે છે એટલે કે ક્ષમાભાવ પ્રકટ કરી વિવેકને પ્રકટ કરે! ભેદજ્ઞાન પ્રકટ કરે અર્થાત જડ-ચૈતન્ય, ન્યાય-અન્યાય, સ્વભાવ-વિભાવના ભેદને સમજો અને બાદાગ્રન્થિને તેમજ આભ્યન્તર ગ્રન્થિને પણ ત્યાગ કરે! ત્યારબાદ શ્રી કેણિક મહારાજા કહે છે કે – પ્રભુ ! આપ વિવેકમાર્ગને દર્શાવ્યા પછી ત્રીજા બોલમાં માનસિક નિવૃત્તિ પ્રાપ્ત કરવાનું કહે છે. તે પ્રાપ્ત કરવાને અસત્સંગ અને અસત્વસંગથી દૂર રહેવું જોઈએ. શ્રીમદ્ રાયચંદભાઈ એક પત્રમાં કહે છે કે “આરંભ-પરિગ્રહનું અ૫ત્વ કરવાથી અસત્રસંગનું બળ ઘટે છે, સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે, અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાને અવકાશ પ્રાપ્ત થાય છે, આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ સવભાવ સ્વરૂપ, સર્વ કલેશ અને સર્વ દુઃખથી રહિત એ મેક્ષ થાય છે. વિચારની નિર્મળતાએ કરી જે છવ અન્ય પરિચયથી પાછા વળે તે સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. પણ અસત્સંગ પ્રસંગને ઘેરા વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66