Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text
________________
શ્રી પર્યુષણક્ષમાપના. સામો આપણને વન્દ કે ન વળે તે તેની મરજી; સામે આપણી સાથે આહાર કરે કે ન કરે તે તેની મરજી; સામો આપણી ભેળે રહે યા ન રહે તે તેની મરજી; સામે આપણને ખમાવે કે ન ખમાવે તે તેની મરજી; જે ખમાવે તે ધર્મને આરાધક અને જે ન ખમાવે તે ધર્મને વિરાધક. તે માટે આપણે પોતે તે ખમાવવું જ.
શ્રી વીર પ્રભુ, ખમાવ્યા વિના કોઈપણ કામ નહિ કરવાનું કહીને ગોચરી-ભિક્ષાએ નહિ જવાને, આહાર નહિ કરવાને, દિશાજંગલ નહિ જવાને, વિહાર નહિ કરવાને બોધ આપી રહ્યા છે. આ સર્વ, હદયને પલટ કરી શાન થવાનું સૂચવે છે. જે સામી વ્યક્તિ નહિ ખમાવતાં ક્રોધમાં નિયાણું કરે તે તેના ફળ તેને એકલાને જ ભેગવવા પડશે પણ ખમાવી લેનાર
વ્યક્તિને ભેગવવા પડશે નહિ. ત્યારબાદ શિષ્ય શંકા કરે છે કે સામી વ્યક્તિ ન ખમાવે અને આપણે ખમાવવું તેનું શું કારણ?
શ્રી પ્રભુ-પરમet g srvઅર્થાત્ સર્વ જીવ પાસે માફી માંગવી એ જ સમજણપૂર્વક કરેલાં વ્રત, નિયમ, પ્રત્યા
ખ્યાનરૂપ સંયમ [ ચારિત્ર ] ને સાર છે. બાકી અંદર ડંસઈર્ષા-કષાય રાખીને વ્રત-નિયમ થાય તે તે એકડા વિનાના મીડાં બરાબર છે. તેની પુષ્ટિમાં શ્રી વીર પ્રભુએ સૂત્રકૃતાંગસૂત્રમાં કહ્યું છે કે - अहिगरणकडस्स भिक्खुणो, वयमाणस्स पसन्झ दारुणं । अट्ठ परिहायइ बहू, अहिगरणं न करेज पण्डिए ॥
અર્થાત કલહ-ક્રોધના કરનાર તથા પપધાતિક વયના બાલનાર મુનિથાના મોક્ષના કારણરૂપ દુષ્કર તપ, સંયમ ક્ષય થાય છે. એટલે કે તે સાધુએ ઘણુ કાળને મેળવેલ લાભ, ક્રોધ કરવાથી બળી જાય છે–નાશ પામે છે; તેથી જે પંડિત-વિવેકી મનુષ્ય હેય તે સ્વલ્પ પણ કોપ ન કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com