Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text
________________
શ્રી પર્યુષણક્ષમાપના. હીનસવ થયે હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે છે કે રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચારદશાને પામે.” તે પ્રાપ્ત કરવાનું કહી રહ્યા છો.
છેવટમાં શ્રી કેણિક મહારાજા કહે છે કે :
હે પ્રભુ! ચોથા બેલમાં સ્થલ કે સૂક્ષ્મ પાપ-કર્મ નહિ કરવાને આપ ઉપદેશ આપી રહ્યા છે. અઢાર પા૫સ્થાન ન સેવવાં, આઠ કર્મ ન બાંધવાં એ તમારે નિવૃત્તિ પંથ છે. તે પંથને પામવા માટે ધર્મ સાંભળ્યા વિના દિન પ્રત્યે રહેવું નહિ; જે તે વેગ નિરંતર રહેતું ન હોય તે જે સત્પરુષથી પ્રાપ્ત થયે છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સપુરુષ તુલ્ય જાણી વિચાર તથા આરાધ અને આરંભ–પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાને અભ્યાસ રાખી જેને વિષે ત્યાગ-વૈરાગ્યાદિ પરમાર્થ સાધનો ઉપદેશ્યાં છે તેવા ગ્રંથ વાંચવાને પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પોતાના દોષ જેવા યોગ્ય છે. - ત્યારબાદ શ્રી વીર પ્રભુએ માન કષાયના સંબંધમાં કહ્યું છે કે-- निकिंचणे भिक्खु सुलूहजीवी, जे गारवं होइ सिलोगकामी। प्राजीवमेयं तु अबुज्झमाणो, पुणो पुणो विप्परियासुवेन्ति । | ભાવાર્થ સાધુ પિતાની પાસે એક પાઈ પણ ન રાખતા હોય
એટલે કે અપરિગ્રહી હોય અને અંતરાંત આહાર લેતો હોય તે જ ભિક્ષ છે. તે સાધુ પણ જો અભિમાન કરતે હેય, શ્વાધા-પ્રશંસાદિની વાંછા કરતા હોય તે તે માત્ર આજીવિકાને કરનાર છે અને તે શુદ્ધ સંયમને અજાણ હેઇને વારંવાર વિપર્યાસને પામે છે અર્થાત ફરી ફરી જન્મ-મરણાદિથી સંસારને વિષે ઘણું પરિભ્રમણ કરે છે.
આ માની ને આત્માના અકષાયી સ્વભાવનું ભાન હેતું નથી અને ચાર ગતિમાં રઝક્યાં કરે છે. શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com