Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani

View full book text
Previous | Next

Page 55
________________ ૩૮ શ્રી પર્યુષણ-ક્ષમાપના. દબાણf યર (રાડ! તરફ જાય છે અર્થાત અનાદિ કાળને ક્રોધાદિને વેગ છે તે વેગને અટકાવો! પ્રકૃતિને બદલાવ! હદય પલટો કરે ! કષાયી વેગને પાછો હઠાવો. તે સિવાય સમ્યગ્દર્શન સમારશે નહિ. આ તે માર્ગાનુસારીપણું છે, આ તે યોગ્યતા પામવાની પ્રથમ ભૂમિકા છે. હવે કષાયના શબ્દાર્થ કહીએ: ૧. કધ-મનને ઉતાપ, હદયમાં તણતણુટ. ૨. માન–અભિમાન, અહંકાર, અહંતા, મેટાઈ ૩. માયા–કપટ, ઊંડાપણું, ઢિડાઈ. ૪. લોભતૃષ્ણા, મૂચ્છ-આસક્તિ અર્થાત પ્રાપ્ત થયેલા પદાર્થ પર મૂચ્છ અને અપ્રાપ્ત પદાર્થ માટે તૃષ્ણ. આ કષાયને પાતળા પાડવા માટે ભૂમિ તૈયાર કરવી પડશે. તે વિના સમ્યગ્દર્શનરૂપ મૂળિયું ફૂટશે નહિ. હાલમાં ખમતખામણું [ ક્ષમાપના ] નેહીઓ વચ્ચે-સંબંધીઓ વચ્ચે કરાય છે; પણ જેના માટે હૃદયમાં વિરોધ હોય, ષ હોય તેની સાથે ખમાવવામાં આવે-માફી માગવામાં આવે તે જ સાચી ક્ષામણા [ક્ષમાપના] છે. જ જે અન્ય ઉપર દ્વેષ કરી, ઈર્ષા કરી હૃદયને વટલાવ્યું હેય, આક્રોશ-કર્કશ વચન બેલી મુખને અભડાવ્યું હોય તે હૃદયનો ડંસ કાઢીને, વૈર-વિરોધ ભાવ કાઢીને માફી માંગવામાં આવે અને ફરીથી તેવી ભૂલ નહિ કરવાનું કબૂલવામાં આવે તે જ તે સત્ય ક્ષમાપના છે. { આ સમગ્દર્શન પામ્યા પહેલાંની પ્રવૃત્તિ છે. * માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ જે પુરુષમાં હેાય તે પુરુષ ધર્મને જાણ. આવા ગુણથી મનુષ્ય મુખ્યત્વી થાય છે, શ્રાવકધર્મ અને મુનિધર્મને પામે છે અને અંતે મુક્તિસુખને મેળવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66