Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text
________________
શ્રી પર્યુષણક્ષમાપના.
આત્મ-સ્વભાવ પ્રકટ ન થાય તે જ્ઞાની મહારાજ તેને ગણતરીમાં ગણતાં નથી.
શ્રી પપાતિક સૂત્રમાં રાજાધિરાજ શ્રીબિમ્બિસારના પુત્ર શ્રો કેણિક મહારાજને આધકાર છે. શ્રી કેણિક મહારાજા શ્રી શ્રમણ ભગવંત મહાવીર પ્રભુ સમીપે ધમે શ્રવણ કરી, અવધારી, હદાયતુષ્ટ થઈ–આનંદ પામી શ્રી વીર પ્રભુને ત્રણ વખત-હાથ જોડીને–પ્રદક્ષિણા કરી, વંદના અને નમસ્કાર કરી કહેવા લાગ્યા
सुक्खाए ते भंते ! णिग्गथे पाक्यणे एवं सुपण्णत्ते, सुभासिए, सुविणीए, सुभाविए अणुत्तरे ते भंते ! णिग्गंथे पावयणे, धम्म णं माइक्खमाणा तुम्मे उवसमं आइक्खह, उवसमं प्राइक्खमाणा विवेगं आइक्खह, विवेगं भाइक्खमाणा नेरमणं प्राइक्खह, वेरमणं आइक्खमाणा अकरणं पावाणं कम्माणं इक्खह, णस्थि णं अएणे केइ समणे वा माहणे वा बे एरिसं धम्माइक्खित्तए, किमगं पुण इत्तो उत्तरतरं ?
હે ભગવંતા આપે નિર્ણય પ્રવચનને રૂડી રીતે પ્રરૂપ્યું છે, સુંદર શબ્દોમાં વર્ણવ્યું છે, શિખ્યામાં ઉત્તમ રીતે મેળવ્યું છે, સારી રીતે ભાવિત કર્યું છે.
પ્રભુ! આપની દેશના નિષ્ફળ ગઈ નથી; આપ જે ઉપદેશ આપી ૨ા છે તે એકાગ્રતા વિના સમજાય તેમ નથી, મેં તે એકાગ્રચિત્તે સાંભળો છે. મેં આપના ન્યાયા, કહેવાના આશયો પકડયા છે. આપની દેશનાને સાર ચાર બોલમાં સમાય છે.
હે પ્રભુ ! હે નાથ ! આપશ્રી, ધર્મની વ્યાખ્યા કહેતા થયા આત્માના સ્વભાવને-ક્રોધ, માન, માયા અને લેભના અભાવરૂપ સ્વભાવને -પામવું તેને ધર્મ કહે છે. આપ આત્મધર્મને કહેતાં પહેલું વજન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com