Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text
________________
૩૬.
શ્રી પયુષણક્ષમાપના. જ્યારે કષાયમાં જ જેને હિત દેખાય છે, મનાય છે તેને અકષાયી ભાવ આદરણીય ન જ લાગે તે સ્વાભાવિક છે. આવા જીને શ્રી વિરપ્રભુ બાળજીવો કહે છે. શમણુ ભગવંત શ્રી વીર પ્રભુ કહે છે કે – न कम्मुणा कम्म खवेन्ति बाला,
अकम्मुणा कम्म खवेन्ति धीरा । मेहाविणो लोभमयावतीता, संतोसिणो नो पकरेन्ति पावं ॥
श्रीसूत्रकृांगसूत्र. અથ–બળ (કદાગ્રહી, અજ્ઞાની) છો સાવલ, નિરવા ભેદને નહિ જાણતાં હોવાથી સાવદ્ય કર્મ કરે છે અને તેથી પાપકર્મને શ્રેય કરતાં નથી, ત્યારે ધીર પુરુષે આશ્રવ-
નિવડે સકળ કમને ખપાવે છે, તથા નિર્મળ બુદ્ધિવાળા અને લેભમય–પરિગ્રહરહિત તેથી પુરુષે પાપ કરતાં નથી અર્થાત અસદ્દ અનુષ્ઠાનથી થનારા દુષ્કૃત્ય-પાપકર્મ કરતાં નથી.
શ્રીવીર પ્રભુએ પર્યુષણ-દિવસે દ્રવ્યથી, આહારને કણ અને પાણીનું બિન્દુ નહિ લેવાનું તેને ફરમાવ્યું છે અને ભાવથી ક્રોધાદિ કષાયરૂપ ખોરાકનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે.
શ્રી વીર પ્રભુ સિદ્ધાન્તને વિષે કષાયને અલાવ કરવાનું અર્થાત અકષાયી થવાનું મુખ્યત્વે કહી રહ્યા છે. જે વ્રત નિયમનું છેવટ ક્રોધાદિ કષાયના અભાવમાં આવે તે જ વ્રત-નિયમો ગણતીમાં આવ. જે કષાય મંદ ન પડે, પ્રકૃતિ શાન ન થાય, • x પયુંષણ દિન તે સંવત્સરી-ભાદરવા સુદ પંચમી. તેના પહેલાનાં સાત દિવસ છે તે તેના ઉત્સવ-દિવસો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com