Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text
________________
શ્રી અધ્યાત્મ મહાવીર. ~ ~~ ~ ~
~~~ ~~ ~~~~~~ ~ બન્યા કરે છે, આ બીજી બાજુએ વિષયરૂપ પર્વતના શિખર પરથી તૂટી પડેલા પત્થરે પડે છે અને આ તરફ વિકારરૂપી નદીઓના સંગમથી ઉત્પન્ન થયેલા ક્રોધરૂપ આવર્તી (જળામણ દેખાય છે તે આવા સંસારરૂપ સમુદ્રમાં કોને ભય ઉત્પન્ન ન થાય ?
છતાંયે વિચારરૂપ ખરકવવડે વિષય–શયરૂપ ખીલાઓ અળગાં થાય છે અને મહાન સાધક આત્મસાધનામાં આગળ વધતો જાય છે. મહાન સાધકને મોટામાં મોટો ભય ઈદ્રિયજન્ય વિષયના દુઃખરૂપ ગવાલિયાઓના ઉપસર્ગને છે. ઘણાખરા સાધકોને ઇંદ્રિયવિષયે પછાડીને ભૂકા કાઢી નાંખે છે. જે સાધકે ઇન્દ્રિયવિષયરૂપ ગોવાલિયાના ઉપસર્ગોને સહન કરી લે છે પણ તેમાં મૂંઝાતા નથી તે જ મહાવીર છે. ઠેઠ દશમા [સૂમસંપાય] ગુણસ્થાન સુધી ઇંદ્રિયવિષયરૂપ ગવાલિયાએના ઉપસી આવે છે, પણ જે સાધક આત્માનંદને અનુભવી બનેલા છે તેને ઇન્દ્રિયવિષય અડચણ કરવા માટે ઉશ્કેરાય છતાં કાંઈ કરી શકતા નથી. શ્રી જ્ઞાનસારમાં કહ્યું છે કે
यश्विदर्पणविन्यस्तसमस्ताचारचारुधीः । क्वनाम स परद्रव्येऽनुपयोगि निमुह्यति ॥ શબ્દાર્થ-જ્ઞાનરૂપ દર્પણને વિષે સમસ્ત આચાર વિન્યસ્ત કરવાથી જેની બુદ્ધિ મનહર છે એવા યોગી પરદ્રવ્યને વિષે શું મેહ પામે છે?
પ્રત્યક્ષ આત્માનંદ પાસે વિષયાનંદ કશા હિસાબમાં નથી, પણ તે વિચારવાના હોય વા અનુભવી હોય તે જ જાણું * જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે શાને ક્ષય માહ થઈ પામે પદ નિર્વાણ
શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર. જેને વૈરાગ્ય, ઉપશમ વતત હોય તેને જ વિચારવાનું કહેવાય.
શ્રીમદ્ રાજચંદ્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com