Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani
View full book text
________________
શ્રી અધ્યાત્મ મહાવીર. આત્મબ્રાન્તિ સમ રેગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન
ટુંકમાં વાત એક છે કે જાગ્રત હેય તે જ શુદ્ધ વિચારદ્વારા વિભાવમાં નહિ લપાતાં નિજસ્વરૂપમાં નિમગ્ન રહે છે.
આત્મજ્ઞાનીની ધારણારૂપ સર્વ અભિગ્રહ શુદ્ધ, ઉચ ભાવનારૂપચંદનબાળા પૂર્ણ કરે છે. શ્રીજ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે
भावनास्वासु संलीनः करोत्यध्यात्मनिश्चयम् । अवगम्य जगदत्तं विषयेषु न मुह्यति ॥
અર્થઆ ભાવનાઓમાં લીન થયેલ પુરુષ જગતના વૃત્તાંતને જાણે અધ્યાત્મને નિશ્ચય કરે છે અને જગતના પ્રવર્તનમાં તથા ઇદ્રિયવિષયોમાં મોહિત થતો નથી. વળી શ્રી જ્ઞાનાવમાં કહ્યું છે કેएता मुनिजनानन्दसुधास्यन्दैकचन्द्रिकाः। ध्वस्तरागाधुरुक्लेशा लोकाग्रपथदीपिकाः ॥
અર્થ—આ ભાવનાઓ મુનિજનોના આનંદરૂપ અમૃત ઝરવાને ચન્દ્રમાની ચાંદની સમાન છે. કેમકે અાથી રાગાદિના મોટા કલેશ, ધ્વસ્ત થઈ જાય છે અર્થાત આ ભાવનાયત પુરુષને કષાયરૂપ પરિણામ થતા નથી અને આ ભાવનાઓ લેકાગ્રપથ [મેક્ષમાર્ગ ]ને પ્રકાશ કરનારી દીપિકા [ચિરાગ] છે.
આવી શુદ્ધ, ઉચ્ચ ભાવનાદ્વારા આત્મારૂપ મહાવીરને *मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनम् ॥
અર્થાત-સુખ, દુઃખ, પુણ્ય અને પાપ વિષયક કિમે કરી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના કરવાથી ચિત્તપ્રસાદ [ અંત:કરણને નિર્મળ આનંદ] પ્રાપ્ત થાય છે.
શ્રીપાતંજલ યોગદર્શન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com